Last Update : 27-April-2012, Friday

 

બેંકમાં મોટા ટ્રાન્ઝેક્શન નહીં મળતા તપાસની દિશા બદલાઇ
અનસૂયા હાલાણીએ ૨.૭૫ કરોડની હેરાફેરી હવાલાથી કર્યાની આશંકા

પોસ્ટ વિભાગે અનસૂયાનાં ૧૨૦૦ ખાતાઓની વિગત પોલીસને મોકલીઃ ૭થી ૮ બેન્ક એકાઉન્ટ પણ તપાસાયા

અમદાવાદ, ગુરૂવાર
પોસ્ટમાં કરોડોનું કૌભાંડ કર્યાના આક્ષેપો બાદ આપઘાત કરી લેનારી અનસુયા હાલણીએ હવાલા દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાની નવી થિયરી પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે અત્યાર સુધીમાં અનસુયાનાં સાતથી આઠ અલગ અલગ બેંક એકાઉન્ટની તપાસ કરી છે. એક પણ બેંક ખાતામાં મોટી રકમની લેવડ-દેવડ ન થઇ હોઇ પોલીસનું માનવું છે કે અનસુયાએ કૌભાંડનાં રૂપિયા હવાલા દ્વારા કોઇના સુધી પહોંચાડ્યા છે. હવે પોલીસ તે રૂપિયા લેનારી વ્યક્તિને શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની પોલીસ તપાસમાં અનસુયાનાં પોસ્ટ કૌભાંડનો આંક ૨.૭૬ કરોડને આંબી ગયો છે. જ્યારે પોસ્ટ વિભાગે અનસુયાએ ખોલાવેલા વઘુ ૧૨૦૦ ખાતાઓની વિગતો પોલીસને મોકલી આપી છે.
પોસ્ટમાં બચતના નામે રૂપિયા લઇ બાદમાં ખાતેદારોના ખાતામાં જમા નહીં કરાવી કૌભાંડ આચરનારી અનસુયા હાલાણીના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૨૧૭ ભોગ બનનારાઓનાં નિવેદન નોંઘ્યા છે. જે નિવેદનો અને ખાતાઓની તપાસના આધારે અનસુયાના કૌભાંડનો આંક ૨.૭૬ કરોડને આંબી ગયો છે. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં અનસુયાનાં અલગ અલગ સાતથી આઠ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. પરંતુ એક પણ ખાતામાંથી મોટી રકમનો કોઇ વ્યવહાર થયો નથી. માટે કૌભાંડનાં ૨.૭૬ કરોડથી વઘુ રૂપિયા તેણે રોકડ હવાલા દ્વારા કોઇને પહોંચતા કર્યા છે.
પોલીસે હવે હવાલા દ્વારા રૂપિયા લેનારી વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઇ વ્યક્તિનીં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી રહેલી પોલીસ હવે તે દિશમાં વઘુ ઉંડાણ પૂર્વક તપાસ કરવા લાગી છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટ વિભાગે અનસુયા દ્વારા ખોલાવેલા ૧૨૦૦ ખાતાઓની વિગત મોકલી આપી છે. જે તમામ ખાતાઓને આગામી દિવસોમાં તપાસવામાં આવશે. જેથી કૌભાંડનો આંક હજુ વધી શકે તેવી શક્યતાઓ નકારાતી નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved