Last Update : 27-April-2012, Friday

 
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો

-હાઇકોર્ટનો હુકમ, કોર્પોરેશનને તાકીદ

 

- ૯૩૫ બિલ્ડંિગમાં તો ફાયરનું જરૂરી એનઓસી જ નથી

અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ શહેરની તમામ બહુમાળી ઇમારતોમાં ફાયરસેફ્‌ટી અંગેની સ્થિતિના આંકડા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, અમ્યુકો તરફથી કોઇ ઝીણવટભરી ચોક્કસ આંકડાકીય વિગતો કે ડિટેઇલ્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હતો. પરંતુ જે આંકડા રજૂ કરાયા તેમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, અમદાવાદ શહેરમાં કુલ ૧૨૨૭ બહુમાળી ઇમારતો છે તે પૈકી ૯૩૫ બિલ્ડીંગોમાં તો ફાયર અંગેનું જરૂરી એનઓસી(નો ઓબ્જેકશન સર્ટિફિકેટ) જ નથી. એટલું જ નહી, શહેરમાં ૨૫ બહુમાળી ઇમારતો એવી છે કે જેમાં ફાયરસેફ્‌ટીની કોઇ સુવિધા જ નથી. ટૂંકમાં, ૭૭.૩૮ ટકા કિસ્સામાં ફાયરસેફ્‌ટીના મુદ્દે વાંધાજનક સ્થિતિ સામે આવી છે. બીજીબાજુ, કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે અમદાવાદ શહેરની શાળાઓની બિલ્ડીંગોમાં ફાયરસેફ્‌ટીની શું સ્થિતિ છે તેનું નીરીક્ષણ કરી તેનો સ્ટેટ્‌સ રિપોર્ટ રજૂ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે અને કેસની વઘુ સુનાવણી તા.૨૧મી જૂને રાખી છે.
અમદાવાદ શહેરની બહુમાળી ઇમારતોમાં ફાયરસેફ્‌ટીની સુવિધાના મુદ્દે પ્રકાશ નામ્બીયાર દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં અગાઉ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરની તમામ બહુમાળી ઇમારતોમાં ફાયરસેફ્‌ટીની સુવિધા અંગેનો સ્ટેટ્‌સ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં આજે અમ્યુકો તરફથી એક ઔપચારિક સોગંદનામું રજૂ કરી તેમાં પ્રાથમિક માહિતી રજૂ કરવામાં આવી હતી.
જે મુજબ, અમદાવાદ શહેરમાં કુલ ૧૨૨૭ બહુમાળી ઇમારતો આવેલી છે. તે પૈકી ૧૨૦૨ બિલ્ડીંગોમાં ફાયરસેફ્‌ટી સીસ્ટમ છે પરંતુ તેમાની ૯૩૫ બિલ્ડીંગોમાં ફાયર અંગેનું જરૂરી એનઓસી જ નથી. માત્ર ૨૯૨ બિલ્ડીંગોમાં જ ફાયર અંગેનું એનઓસી છે. જયારે સમગ્ર શહેરમાં ૨૫ બહુમાળી ઇમારતો એવી છે કે જેમાં ફાયરસેફ્‌ટીની સુવિધા ઉપલબ્ધ જ નથી. હાઇકોર્ટે અમ્યુકોનો આ જવાબ રેકર્ડ પર લઇ તેને આગામી મુદતે વઘુ અપડેશન સાથેનો સ્ટેટ્‌સ રિપોર્ટ આપવા તાકીદ કરી હતી.
દરમ્યાન અરજદારપક્ષે અદાલતનું ઘ્યાન દોર્યું હતું કે, ૨૦૦૯માં સુપ્રિમકોર્ટે અવિનાશ મહેરોત્રા વિરૂઘ્ધ કેન્દ્ર સરકારના કેસમાં દેશની તમામ શાળાઓની બિલ્ડીંગોમાં ફાયરસેફ્‌ટીના મુદ્દે મહત્વના નિર્દેશો જારી કરેલા છે, જેનું અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા અસરકારક રીતે પાલન કરાવાયું જ નથી. જેથી કોર્ટે શહેરની બહુમાળી ઇમારતોની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓની બિલ્ડીંગોમાં ફાયરસેફ્‌ટીની સુવિધાનો મામલો પણ ગંભીરતાથી ઘ્યાને લેવો જોઇએ કારણ કે, આ બાળકો અને નિર્દોષ વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન છે. અરજદારપક્ષ તરફથી સુપ્રિમકોર્ટનો ઉપરોકત ચુકાદો પણ અદાલતના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ રજૂઆતને ગંભીરતાથી લઇ અમ્યુકોને એવો પણ હુકમ કર્યો હતો કે, સુપ્રિમકોર્ટના ઉપરોકત ચુકાદા મુજબ, અમદાવાદ શહેરની તમામ શાળાઓની બિલ્ડીંગોમાં ફાયરસેફ્‌ટીની સુવિધા મુદ્દે નીરીક્ષણ કરી તે અંગેનો સ્ટેટ્‌સ રિપોર્ટ તા.૨૧મી જૂન સુધીમાં રજૂ કરવાનો રહેશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved