Last Update : 27-April-2012, Friday

 

મ્યુનિ.માં ભાજપ સત્તાસ્થાને હોવા છતાં
સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ

ભાજપને ખોબેને ખોબે મત આપી ચૂંટી કાઢનાર પ્રજાજનો બે જ મહિનાના ગાળામાં બીજી વખત બાનમાં ઃ મોડી રાતે વાટાઘાટો

અમદાવાદ, ગુરૂવાર
એએમટીએસનું અંધેર તંત્ર માત્ર હિસાબી ગોટાળા જ નથી કરતું વારંવાર હડતાળ પાડીને અમદાવાદના પ્રજાજનોને હાલાકીમાં પણ મુકી દે છે. હજુ ફેબુ્રઆરીની બે દિવસની હડતાળની બાબત તાજી જ છે ત્યાં બે મહિનામાં જ આજે એક ખાનગી કોન્ટ્રાક્ટરના ૭૦ બસના ડ્રાયવરો અગાઉ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પગાર વધારાની માગણી આગળ ધરીને હડતાળ પર ઉતરી જતાં વેકેશન અને લગ્ન ગાળાની સિઝનમાં પ્રવાસીઓ ભારે હેરના પરેશાન થઈ ગયા હતાં.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આશ્ચર્ય અને આઘાતની બાબત તો એ છે કે, ભાજપના જ કોર્પોરેટરના નામે સાથે સંકળાયેલા આદિનાથ બલ્ક કેરિયના ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં મેમનગર ડેપોમાંથી જ ૬૫ બસો સવારે ૫ વાગ્યાથી શરૂ થતી શિફટમાં ઉપડી ના હતી. પાંચ બસો ચાલુ હતી તે પણ ગણતરીના કલાકમાં હડતાળમાં જોડાઈ ગઈ હતી. સવારના પીકઅવર્સમાં જ બસો ઓછી દોડતા રોજ આવ-જા કરતાં સામાન્ય વર્ગના નોકરિયાતો અને કારીગરો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. સિટી બસ આવશ્યક સેવા ધારો-એસ્મા હેઠળ હોવા છતાં કર્મચારીઓ હંિમતપૂર્વક અવારનવાર પ્રવાસીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે, તે બાબત વહિવટદારોની નબળાઈને છતી કરે છે.
આજે જે બસોના રૂટોને અસર થઈ તેમાં રૂટ નંબર ૫૧-થલતેજ, ૧૦૫-નરોડા, ૩૪/૪ બુટભવાની, ૩૫-મટોડિયા પાટિયા, ૭૧/૧ ઓગણજનો સમાવેશ થાય છે. જોકે નીચેના અધિકારીઓએ બસના રૂટની બસો કાપીને આ લાંબા રૂટમાં ગોઠવવાનું શરૂ કરી દીઘું હતું. આવતી કાલ શુક્રવારે હડતાળ ચાલુ રહેશે તેમ અધિકારીઓ જણાવે છે. ઉપરાંત લાલદરવાજા જેવા મોટા બસસ્ટેન્ડમાં કોઈ કાંકરી ચાળો ના કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ માગી લેવામાં આવ્યો છે. જોકે સત્તાવાળાઓ આશા સેવે છે કે મોડી રાતે વાટાઘાટો થાય તો કાલે હડતાળ સંકેલાય પણ જાય. દરમ્યાનમાં ખાનગી બસના ઓપરેટરને ટેન્ડરની શરતના ભંગ બદલ નોટિસ ફટકારવા સાથે પેનલ્ટી વસુલવાનું પણ નક્કી થયું છે.
એએમટીએસની રોજ ૧૦૦ થી ૧૫૦ બસો ડ્રાયવરના અભાવે તેમજ વર્કશોપની ધીમી ગતિના કારણે ઘૂળ ખાતી પડી રહે છે, ત્યાં આજે એક સાથે ખાનગી ઓપરેટરની ૭૦ બસો નહીં ઉપડતા દુષ્કાળમાં અધીક મહિના જેવી સ્થિતિ સર્જાઈ છે. સિટી બસની સ્થિતિ સુધાર્યા વગર ટ્રાફિકજામની સ્થિતિ હળવી થઈ શકે તે સત્ય સત્તાવાળાઓ સમજતા હોવા છતાં તેમનું ઘ્યાન માત્ર બીઆરટીએસમાં જ કેન્દ્રીત થયેલું હોવાથી એએમટીએસની સ્થિતિ અણમાનીતી સેવા જેવી છે. જે પ્રજાએ ખોબલેને ખોબલે મત આપી ભાજપને સત્તાના સૂત્રો સોંપ્યાને પક્ષના જ કોન્ટ્રાક્ટર પ્રજાને બાનમાં લે, તેને સમયની બલિહારી જ કહેવી રહી.

 

અમદાવાદથી બીડી- સિગારેટના કાર્ટૂન ભરીને નિકળેલા ટ્રકમાંથી રૃા.૧૮ લાખની કિંમતના માલની ઉઠાંતરી થઇ જતાં કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ હાથીજણ ખાતે રહેતા સોહનલાલ મંગારામજીભાઇ નાયકે પોલીસને જણાવ્યું હતું કે બે માસ પહેલા તેઓ અમદાવાદથી બીડી સિગારેટના કાર્ટૂનનો જથ્થો લઇ સૂર્યા રોડલાયન્સમાંથી નિકળ્યા હતા. તેઓ હાથીજણ ખાતે રોકાયા હતા. અને વડોદરા ખાતે ગોડાઉનમાંથી આવ્યા તે દરમિયાન બીડી સીગારેટનો જથ્થાની ઉઠાંતરી થયાનું જાણવા મળ્યું હતુ.
તસ્કરો તાડપત્રી ઉંચી કરીને સીગરેટના ૫૫ કાર્ટુન બીડીના ૨૦ કાર્ટૂન અને અન્ય સામાન મળી રૃા.૧૮ લાખની કિંમતનો જથ્થો ઉઠાવી ગયા હતા.બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved