Last Update : 27-April-2012, Friday

 
ગુજરાત ચેમ્બરની કારોબારીની ૧૨મીએ મળનારી બેઠક
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

કારોબારીના ૨૪ સભ્યોનું ઇલેક્શન થશે કે સિલેક્શન નવા સભ્યપદ માટે ૩૦૯ વ્યક્તિઓની અરજી મંજૂર

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
ગુજરાત ચેમ્બરની કારોબારીની નજીક આવી રહેલી ચૂંટણી પૂર્વે જ ગયા વર્ષે કારોબારીમાં નિમણૂક પામેલાઓમાંથી બેથી ચાર સભ્યો ચેમ્બરના બંધારણની જોગવાઈ પ્રમાણે યોગ્ય હાજરી આપી શક્યા ન હોવાથી તેમને ગેરલાયક ઠેરવવાના પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે. ગેરલાયક ઠરનારી વ્યક્તિઓમાં મોટા ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા કોર્પોરેટ મેમ્બર પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ સંખ્યા સાતથી આઠ સુધી પહોંચે તેવી સંભાવના હોવાનું પણ કેટલાક જાણકારોનું કહેવું છે.
ગુજરાત ચેમ્બરના બંધારણ અને નિયમો પ્રમાણે કારોબારી સભ્યની ગેરલાયકતોને લગતા નિયમ નંબર ૩૪ના પેટા નિયમ ૭માં કારોબારીના સભ્યને કેવા સંજોગોમાં ગેરલાયક ઠેરવવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, ‘કારોબારીના કોઈપણ સભ્ય વ્યક્તિગત રીતે, કોઈ ચોક્કસ વર્ષમાં તેના કારોબારી સમિતિના સભ્યપદ દરમિયાન કારોબારી સભાની ઓછામાં ઓછી ૩૩ ટકા સભાઓમાં હાજરી ન આપી હોય તો તે કારોબારી સમિતિના સભ્યપદ માટે ઉમેદવારી કરવા કે પછી કો-ઓપ્ટ થવા માટે ગેરલાયક ઠરશે.’ કારોબારીમાં પૂરતી હાજરી ન આપનારા સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે આગામી ૧૨મી મેએ મળનારી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવે તેમ હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. બીજી તરફ ચેમ્બરના સભ્યપદ માટે કુલ નવા ૩૧૪ જણાએ અરજી કરી હતી. આ અરજીઓમાંથી એક અરજી અપૂરતા દસ્તાવેજોને કારણે ગેરલાયક ઠરી છે. જ્યારે ચાર અરજીઓ કરનારાઓ પાસે વઘુ દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. સ્ક્રૂટિની કમિટીએ કુલ ૩૦૯ અરજદારોની અરજી માન્ય રાખી છે.
નવા બંધારણ અને નિયમો હેઠળ થોડા મહિનાઓ સુધી કામ કર્યા પછી કેટલાક નજીવા સુધારાઓ કરવા માટે વાર્ષિક સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવે તેવી ધારણા છે. આ સુધારાઓમાં નવા સભ્યપદ માટેની અરજી માત્ર નવેમ્બરથી જાન્યુઆરી સુધી જ કરવા દેવાને બદલે આખું વર્‌, કરવા દેવાની રજૂઆત કરવામાં આવી છે. આ રીતે સભ્ય બનનારાઓને મતાધિકાર સિવાયના તમામ અધિકાર પહેલા વર્ષે આપવાની દરખાસ્ત મૂકવાનુ આયોજન છે.
બીજું, ચેમ્બરના સભ્યપદની મુદત પૂરી થયા પછી સભ્યપદ રિન્યુ કરવાનું ભૂલી જનારાઓને ત્રણથી છ માસનો ગ્રેસ પિરિયડ આપીને તેમની પાસે દંડ સાથે ફી વસૂલ કરીને તથા એક વર્ષ મતદાન ન કરવા દેવાની શરતે સભ્યપદે ચાલુ રાખવાનું સૂચન પણ વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવશે, એમ ચેમ્બરના જાણકારોનું કહેવું છે. આ જ રીતે ટર્નઓવર પ્રમાણે કોર્પોરેટ મેમ્બરની ફી રાખવાથી કેટલાક સભ્યો સભ્યપદ લેવાનું પસંદ ન કરે તેવી સંભાવનાને ઘ્યાનમાં રાખીને તેના સંદર્ભમાં પણ કેટલાક સૂચનો કરવામાં આવે તેવી સંભાવના છે.

ઇ-વોટંિગથી ચેમ્બરની ચૂંટણી યોજવાનું આયોજન
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
ગુજરાત ચેમ્બરની કારોબારીની આગામી ૩૧મી જુલાઈ પૂર્વે યોજાનારી ચૂંટણી ઇ- વોટંિગ સિસ્ટમથી કરવાનું આયોજન છે. આ માટે દરકે મતદારને અલગ અલગ બારકોડ સાથે મતદાન કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. કયા સભ્યનો બારકોડ કયો છે તેની જાણકારી ત્રણ જ વ્યક્તિઓ પાસે રહેશે. તેઓ પણ એક બીજાની સહમતી વિના તેની વિગતો જોઈ શકશે નહિ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved