Last Update : 27-April-2012, Friday

 
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા
ટેકનિકલ શિક્ષણની ચાર નવી કોલેજમાં ૯૦૦ બેઠકોને મંજૂરી

એન્જિનીયરિંગની ૮૪૦ જ્યારે MBAની ૬૦ બેઠકો ઃ પાંચ કોલેજની અરજી રદ

અમદાવાદ
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણની કુલ ચાર નવી કોલેજોમાં ૯૦૦ બેઠકોને મંજૂરી આપી છે. જેમાં એન્જિનિયરીંગની ૮૪૦ જ્યારે એમબીએની ૬૦ બેઠકોનો સમાવેશ થાય છે. એન્જિનિયરીંગની કોલેજો શરૃ કરવા માટે પાંચ સંસ્થાઓની અરજી નામંજૂર કરાઈ છે. અમદાવાદની કેસર સાલના એક જ કેમ્પસમાં એન્જિનિયરીંગની બીજી કોલેજને મંજૂરી મળી છે.
ગુજરાતમાં જુદા જુદા શહેરોમાંથી ૧૧ સંસ્થા દ્વારા એન્જિનીયરીંગ કોલેજો શરૃ કરવા માટે એઆઈસીટીઈ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેનું ઈન્સ્પેક્શન માર્ચ-એપ્રિલમાં કરાયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં એન્જિનિયરીંગની ત્રણ અને એમબીએની એક કોલેજને મંજૂરી અપાઈ છે. અમદાવાદની કેસર સાલને એન્જિનિયરીંગની, સાણંદની અમિરાજ કોલેજ અને સુરેન્દ્રનગરની પંડીત નથુલાલ વ્યાસ કોલેજને એન્જિનિયરીંગની મંજૂરી મળી છે.
આ ત્રણેય કોલેજમાં અનુક્રમે ૩૦૦-૩૦૦ અને ૨૪૦ બેઠકોને મંજૂરી અપાઈ છે. જ્યારે સુરેન્દ્રનગરની એમબીએ કોલેજમાં ૬૦ બેઠકની મંજુરી અપાઈ છે. આમ પ્રથમ તબક્કામાં ૯૦૦ બેઠકોનો વધારો થયો છે. ઉપરાંત અન્ય ત્રણ કોલેજે મંજૂરી માગી હતી જેને 'લેટર ઓફ ઈન્ટેન્સ' મળે એવી શક્યતા છે. આ સિવાય બીજી પાંચ સંસ્થાઓએ એન્જિનિયરીંગ કોલેજ શરૃ કરવા માટેની મંજૂરી માગી હતી. પરંતુ એઆઈસીટીઈએ તેમની અરજી મંજૂર કરી છે. હવે જો તેઓ અપીલમાં જશે અને મંજૂરી મળશે તો નવી બેઠકો વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરની અમિરાજ કોલેજે ગત વર્ષે પણ મંજૂરી માગી હતી પરંતુ તેનું બાંધકામ પૂર્ણ નહીં થયું હોવાથી મંજૂરી મળી નહોતી. જ્યારે કેસર સાલને અગાઉ પણ એન્જિનિયરીંગ કોલેજની મંજૂરી મળી હતી, હવે આ વર્ષે તેને બીજી એન્જિનિયરીંગ કોલેજને મંજૂરી મળી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved