Last Update : 27-April-2012, Friday

 

મેટર સબજયુડીશ હોવાછતાં એક્ષ્ટેન્શન કેવી રીતે અપાયું?
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો

જાહેરહિતની રિટમાં અરજદારપક્ષ દ્વારા ડ્રાફ્‌ટ અમેન્ડમેન્ટ જો કે, સરકારે વિરોધ કરતાં કોર્ટે જવાબ રજૂ કરવા જણાવ્યું

અમદાવાદ,ગુરૂવાર
ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોના મુદ્દે રચાયેલા નાણાવટી પંચ અને તેની પાછળ અત્યારસુધી થયેલા કરોડો રૂપિયાના ખર્ચના મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે અરજદારપક્ષ તરફથી ડ્રાફ્‌ટ અમેન્ડમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં નાણાવટી પંચની આ મેટર સબજયુડીશ હોવાછતાં અને ખુદ હાઇકોર્ટે અગાઉ પંચ દ્વારા તા.૩૧મી માર્ચ સુધીમાં તેનો અહેવાલ આપી દેવાશે તેવી આશા સેવી હોવાછતાં રાજય સરકાર દ્વારા બારોબાર છેલ્લી ઘડીએ નાણાવટી પંચને વઘુ નવ મહિનાનું એક્ષ્ટેશન આપી દેવાતાં આ મામલે રાજય સરકારનો ખુલાસો પૂછવા માંગણી કરવામાં આવી હતી.
નાણાવટી પંચના મામલે થયેલી ડબલ્યુપી(પીઆઇએલ)નં-૧૭૨/૨૦૧૧માં અરજદારપક્ષ તરફથી એક અગત્યનું ડ્રાફ્‌ટ અમેન્ડમેન્ટ હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એ મતલબના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા કે, અગાઉ આ કેસની સુનાવણી વખતે ખુદ હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી નાણાવટી પંચને એક્ષ્ટેન્શન આપવાના છો કે કેમ તે મુદ્દે સ્પષ્ટ જવાબ માંગ્યો હતો અને તેમાં સરકારે પંચને તા.૩૧-૩-૧૨સુધી ત્રણ માસનું એક્ષ્ટેન્શન અપાયું હોવાની માહિતી રજૂ કરી હતી. જેને ઘ્યાને લઇ હાઇકોર્ટે આશા સેવી હતી કે, આ મુદત પૂર્ણ થતાં સુધીમાં પંચ દ્વારા તેનો અહેવાલ જારી કરી દેવાય. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે પંચે તેનો અહેવાલ જારી નથી કર્યો કે, સરકાર તરફથી પણ પંચની મુદત વધારવા અંગેની અદાલતને જાણ કરાઇ નથી અને બારોબાર માર્ચ મહિનાના અંતમાં નાણાવટી પંચને નવ મહિના સુધીનું એક્ષ્ટેન્શન આપી દીઘું છે. એવા કયા કારણો કે સંજોગો ઉભા થયા કે રાજય સરકારે અદાલતને વિશ્વાસમાં લીધા વિના કે કોર્ટની મંજૂરી વિના બારોબાર નાણાવટી પંચની મુદત વધારી દીધી? આ મામલે હાઇકોર્ટે રાજય સરકારનો ખુલાસો પૂછવો જોઇએ.
વઘુમાં, આ મેટર સબજયુડીશ હોવાછતાં સરકાર પંચને એક્ષ્ટેન્શન કેવી રીતે આપી શકે અને તે પણ અદાલતની પરવાનગી મેળવ્યા વિના તે પણ ગંભીર પ્રશ્ન અહીં ઉભો થયો છે.
પંચ પાછળ અત્યારસુધીમાં કેટલા જાહેરનાણાંનો દુર્વ્યય થયો છે અને હજુ કેટલા આવા નાણાં ખર્ચાવાના છે તેનો હિસાબ રાજયના મુખ્ય સચિવ પાસેથી હાઇકોર્ટે મંગાવવો જોઇએ. આ સાથે નાણાવટી પંચ દ્વારા કોમી રમખાણોના મામલે અત્યારસુધી હાથ ધરેલી તપાસનો સ્ટેટ્‌સ રિપોર્ટ પણ અદાલતે મંગાવવો જોઇએ કે જેથી જાહેરજનતાને ખ્યાલ આવી શકે કે પંચ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાઇ છે.
અરજદારપક્ષ તરફથી રજૂ કરાયેલા ઉપરોકત ડ્રાફ્‌ટ અમેન્ડમેન્ટને કોર્ટ મંજૂર કરે તે પહેલાં જ રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે.જાનીએ તે અંગે સખત વાંધો લીધો હતો. જેથી હાઇકોર્ટે સરકારને તેમનો જે કોઇ વાંધો હોય તે જવાબ સ્વરૂપે રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા.૩જી મેના રોજ રાખી હતી. દરમ્યાન અરજદારપક્ષ તરફથી અદાલતનું એ બાબતે પણ ઘ્યાન દોરાયું હતું કે, મુખ્યમંત્રીના સુરક્ષા કાફલાને લઇ આમજનતાને પડતી હાલાકીના મુદ્દે હાઇકોર્ટે ટ્રાફિકની વ્યવસ્થા સંબંધી જે કોઇ નીતિનિયમો કે માર્ગદર્શિકા હોય તે રજૂ કરવા રાજય સરકારને જે હુકમ કર્યો છે તેની કોપી સરકારપક્ષ તરફથી તેઓને અપાતી નથી. જેથી હાઇકોર્ટે આગામી મુદતે આ મુદ્દો પણ વિચારણામાં લેવાની હૈયાધારણ આપી હતી.

એડહોક લેક્ચરર દસ પેપરો કાઢે છે!
આણંદ,તા.૨૫
સ.પ.યુનિ.માં આ વખતની પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થઈ હોવાનું શિક્ષણવિદો જણાવી રહ્યા છે. એડહોક લેક્ચરરને ૧૦-૧૦ પેપર કાઢવા માટે કહેવામાં આવે તે કેટલે અંશે યોગ્ય છે. જે લોકો પાંચથી વધુ વર્ષથી યુનિ.ની માન્યતા ધરાવે છે છતાં તેમને પેપર સેટર તરીકે મુકવામાં આવતા નથી. અમુક જ કોલેજોને ફાયદો થાય તેવા પગલાં શા માટે લેવાય છે તે ખબર પડતી નથી. તદ્ઉપરાંત ગઈકાલે જે પેપરમાં ભુલ થઈ તે અંગે એક કોલેજ દ્વારા યુનિ.ને પગલાં લેવા પણ જણાવાયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved