Last Update : 27-April-2012, Friday

 

‘ઓટો’ પે બસ તેરા નામ હૈ...
આમિર ખાન વારાણસીના રિક્ષાવાળાના દીકરાના લગ્નમાં પહોંચી ગયો

‘થ્રી ઈડિયટ ્‌સ’ ફિલ્મના પ્રચાર વખતે ઓટોવાળાને આપેલું વચન પાળ્યું ઃ ભીડને લીધે સ્ટેજ તૂટી પડ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૬
મિસ્ટર પર્ફેક્શનીસ્ટ તરીકે જાણીતો આમિરખાન વચન નિભાવવામાં પણ કેવો પાક્કો છે એની પ્રતિતી બનારસના ઓટોરિક્ષાવાળા રામલખનને થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલાં આમિર ખાન ‘થ્રી ઈડિયટ્‌સ’ના પ્રચાર માટે વેશપલ્ટો કરી વારાણસી ગયો ત્યારે ત્રણ દિવસ તેને ઓટોમાં ધૂમાવનાર રામલખનને તેણે વચન આપ્યું હતું કે તારા દીકરાના લગ્નમાં ચોક્કસ આવીશ. આ વચન નિભાવવા માટે ગઈ કાલે આમિર વારાણસી પહોંચ્યો ત્યારે તહેલકો મચી ગયો હતો. આમિર સાથે ફોટો પડાવવા મંચ પર એટલી ભીડ જામી હતી કે મંચ તૂટી પડ્યો હતો. સદ્‌ભાગ્યે કોઈને ઈજા નહોતી થઈ.
‘થ્રી ઈડિયટ્‌સ’ ફિલ્મના પ્રચાર માટે ત્રણ વર્ષ પહેલાં આમિર ખાન વારાણસી ગયો હતો. બનાવટી દાંતનું ચોખઠું, માથે ટોપી, જાડા કાચના ચશ્મા અને બગલમાં પોર્ટફોલિયો લઈને વારાણસીમાં જઈ ચડેલો આમિર ઓળખાતો નહોતો. સ્ટેશનેથી તેણે રિક્ષા ભાડે કરી હતી. રિક્ષાવાળા રામલખનની રીતભાત અને મળતાવડા સ્વભાવથી આમિર ખૂબ પ્રભાવિત થયો હતો. ત્રણ દિવસ રામલખનની ઓટોરિક્ષામાં ફર્યો હતો. આમિરની માતાનો જન્મ વારાણસીમાં થયો હતો. એટલે માતાનું જન્મસ્થાન શોધવામાં રામલખને જ તેને મદદ કરી હતી. માતાનો જન્મ થયો હતો એ મહોલ્લામાં પહોંચી આમિર ભાવવિભોર બની ગયો હતો. રામલખનને ભેટીને આંખમાં ઝળઝળિયા સાથે તે બોલી ઊઠ્યો હતો કે દોસ્ત તૂને બહોત બડા કામ કર દિયા’. ત્રણ દિવસના વારાણસીના રોકાણબાદ મુંબઈ પાછો ફરતો હતો ત્યારે રામલખને ભોળા ભાવે પૂછ્‌યું હતું કે સર, વાપસ કબ આવોગે? ત્યારે આમિરે કહ્યું હતું કે તુમ્હારે બેટે કી શાદી મેં જરૂર આઊંગા.
એક ટીવી ચેનલના અહેવાલ મુજબ આમિરે આપેલા વચન પર રામલખનને પણ વિશ્વાસ હતો. એટલે જ પુત્રના લગ્ન નક્કી થયા ત્યારે થોડા દિવસ પહેલાં કંકોતરી લઈને તે મુંબઈ આવ્યો હતો અને આમિરને મળી હાથોહાથ કંકોતરી આપી હતી. આમિર પણ તેના તમામ રોકાણો પાછા ટેલીને ગઈ કાલે મુંબઈથી વારાણસી અને ત્યાંથી ચંદૌલી ગામે પહોંચ્યો હતો. આમિરને જોવા ચારે તરફથી ભીડ ઉમટી હતી. રામલખનના પરિવારની ખુશીનો તો કોઈ પાર નહોતો રહ્યો. ભારે આગતાસ્વાગતા કરી હતી. વરરાજા અને નવવઘૂને આશીર્વાદ આપવા માટે આમિર સ્ટેજ ઉપર ગયો ત્યારે એવી ભીડ થઈ હતી કે આખું સ્ટેજ તૂટી પડ્યું હતું. જો કે સારૂં થયું સ્ટેજ બહુ ઊંચુ ન હોવાથી કોઈને વાગ્યું નહોતું. આમ બોલીવૂડના ટોચના સ્ટારે વજન નિભાવીને સામાન્ય રિક્ષાવાળાના પરિવારને રાજીનો રેડ કરી નાખ્યો હતો.આમિર ખાનનો ટીવી પરનો રિયાલિટી શો ‘સત્યમેવ જયતે’ ટૂંક સમયમાં શરૂ થવાનો છે એટલે જ કદાચ તેણે ઓટોરિક્ષાવાળાના પુત્રના લગ્નમાં હાજર રહ્યો હતો.આમિર ખાન પટનાથી મોટર રસ્તે રામલખન પાસવાનના પુત્રના લગ્નમાં વારાણસી પહોંચ્યો હતો. એટલે થોડું મોડું થયું હતું.
પરંતુ આમિર આવવાનો છે એવી ખબર પડતા ભારે ભીડ જામી ગઈ હતી અને મિડિયાવાળા પણ પહોંચી ગયા હતા આમિરે વરરાજા રાજીવ અને નવવઘૂ વિજયતાને આશીર્વાદ આપ્યા હતા. અડધો કલાક રોકાઈને આમિર ભારે ભીડ વંિધીને રવાના થઈ ગયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved