Last Update : 27-April-2012, Friday

 

૪.૯૫ લાખ કોન્ટ્રેક્ટ્સના સોદા થયાં
માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

એનઆરઆઈ માટે ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીના હિસ્સા તરીકે અને વેપારી વર્ગમાં હેજિંગના સાધન તરીકે આકર્ષક

દુબઈ, ગુરુવાર
દુબઈ ગોલ્ડ એન્ડ કોમોડિટીઝ એક્સચેન્જ (ડીજીસીએક્સ)ના એક ક્લિયરિંગ મેમ્બર ટ્રસ્ટ સિક્યોરિટીઝ ડીએમસીસી ખાતે ૪.૯૫ લાખ કોન્ટ્રેક્ટસ સાથે માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચર્સમાં કોઈપણ સમયનું સર્વોચ્ચ મન્થલી વોલ્યુમ નોંધાયું છે.
ટ્રસ્ટ સિક્યોરિટિઝ ડીએમસીસીના જણાવ્યા અનુસાર ૨૦૦૭માં કોન્ટ્રેક્ટ ચાલુ કરાયો ત્યારથી માર્ચ ૨૦૧૧ના સર્વોચ્ચ કામકાજોની તુલનાએ આ વખતે તેમાં ૨૫૭ ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ ૨૦૧૨ના પહેલા ત્રિમાસિકગાળામાં અને માર્ચ મહિનામાં ડીજીસીએક્સ ખાતે વધેલા કુલ કામકાજોમાં રૃપિયાના ટ્રેડિંગનું નોંધપાત્ર યોગદાન છે.
૫.૫૦ લાખ કોન્ટ્રેક્ટના કામકાજો સાથે પાછલા વર્ષ કરતાં એક્સચેન્જ ખાતેના કુલ કામકાજમાં ૧૪૧ ટકાનો વધારો થયો છે ત્યારે પ્રથમ ત્રણ મહિનાનું કામકાજ ૧૫.૪૫ લાખ કોન્ટ્રેક્ટ્સ સાથે ૧૨૬ ટકા વધ્યું છે.
ટ્રસ્ટ સિક્યોરિટિઝે કહ્યુ હતું કે કોઈપણ બજારમાં કામકાજનું પ્રમાણ વધારે હોય તેમ ઈન્વેસ્ટરને ગમે છે અને તેઓ આકર્ષાય છે. ભારતની બહાર રૃપિયા-ડોલરના ફ્યુચરમાં કામકાજની તક આપતુ હોય એવું એકમાત્ર બજાર ડીજીસીએક્સ છે.
બિનનિવાસી ભારતીય રહીશો(એનઆરઆઈ) માટે તેમની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીના એક હિસ્સા તરીકે તેમ જ વેપારીઓ માટે હેજિંગના સાધન તરીકે આ રૃપિયા-ડોલરનો ફ્યુચર ઉપયોગી છે.
યુનાઈટેડ આરબ એમિરાત (યુએઈ) તેમ જ અન્ય પાડોશી દેશોમાં વસતા તેના ગ્રાહકોમાં રૃપિયા-ડોલરના ફ્યુચરમાં આકર્ષણ વધ્યું હોવાનું ટ્રસ્ટ સિક્યોરિટીઝે અનુભવ્યુ છે.
દરેક મહિને કામકાજોમાં વધારો થઈ રહ્યો છે તેથી વધારે લોકોનું ધ્યાન ખેંચાય છે અને લિક્વિડિટી વધી છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારોની સંખ્યામા પણ વધારો થયો છે.
આવનારા સમયમાં વોલ્યુમ વધતુ રહેવાની આશા ડીજીસીએક્સને છે.છેલ્લા ૧૦ વર્ષથી ડીજીસીએક્સ ખાતે કોમોડિટીના માર્કેટમાં ટ્રસ્ટ સિક્યોરિટીઝ અગ્રણી કંપની છે અને તાજેતરમાં તેણે ભારત અને શ્રીલંકામાં શાખાઓ ખોલી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved