Last Update : 27-April-2012, Friday

 

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

વીમા કંપની પર દબાણાૃથી પોલીસિાૃધારકોના હિત જોખમાવાની વ્યકત કરાયેલી ભીતિ

નવી દિલ્હી, તા. ૨૫
ઓએનજીસીના ઓફર ફોર સેલ મારફત ડિસઈન્વેસ્ટમેન્ટમાં લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી) દ્વારા કરાયેલી તેના શેરની ખરીદીની તપાસ કરવા સંસદીય સમિતિએ વીમા ક્ષેત્રની નિયામક ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)ને અનુરોધ કર્યો છે. ઈન્વેસ્ટમેન્ટ માટેના વ્યવહારુ ધોરણોનો એલઆઈસીએ ભંગ કર્યો છે કે કેમ અને નિશ્ચિત કરાયેલી મર્યાદાને પાર કરી છે કે કેમ તેની ઈરડાએ તપાસ કરવી જોઈએ એમ ફાઈનાન્સ પરની સ્થાઈ સમિતિએ લોકસભામાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે.
માર્ચ મહિનામાં ઓએનજીસી તેના ૪૨.૭૭ કરોડ શેરના કરેલા ઓકશનમાંથી એલઆઈસીએ ૩૭.૭૦ કરોડ શેર હસ્તગત કર્યા હતા અને તે મારફત ઓએનજીસીમાં એલઆઈસીએ પોતાનો હિસ્સો વધારીને ૯.૪૮ ટકા કર્યો છે. એલઆઈસીની ખરીદીને કારણે ઘણો વિવાદ ઊભો થયો હતો અને કેટલાક સમીક્ષકોએ મત આપ્યો હતો કે આ ખરીદી કરવા માટે એલઆઈસીને દબાણ કરાયું હતું જેથી ઓએનજીસીનું ઓકશન નિષ્ફળ ન જાય. સેન્ટ્રલ પબ્લિક સેકટર એન્ટરપ્રાઈઝિસની જે હેતુ માટે રચના થઈ છે તે હેતુને માર્યા વગર સરકારે અસરકારક ડીસઈન્વેસ્ટમેન્ટ નીતિ ઘડવી જોઈએ એમ ભાજપના સીનિયર નેતા યશવંત સિંહાની આગેવાની હેઠળની આ સમિતિએ ભલામણ કરી છે. ઓએનજીસીના ડિસઈન્વેસ્ટમેન્ટ પર આ સમિતિએ નારાજગી વ્યકત કરી છે. આ એક નાણાંકીય રમત હતી જેમાં એક તિજોરીમાંથી બીજી તિજોરીમાં પૈસા લઈ જવા સિવાય બીજું કશું કરાયું નથી. આ પ્રક્રિયા માત્ર ખાધને ઘટાડવા પૂરતી જ મર્યાદિત બની ગઈ છે.
જાહેર ક્ષેત્રના એકમોની કામગીરી સુધારવાને બદલે તેનો દૂઝણી ગાય તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે સમિતિના આ મત સામે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે એલઆઈસી ઓએનજીસીના શેરનું સતત ખરીદદાર રહ્યું છે, માટે તેને શેરની ખરીદી કરવા માટે દબાણ કરાયું હોવાના મત પર આવવું યોગ્ય ન ગણાય. ઓએનજીસીના ઓકશન પહેલા પણ તેમાં એલઆઈસી ૫.૦૬ ટકા શેરહોલ્ડીંગ ધરાવતું હતું.
મૂડી બજારમાં એલઆઈસી એક આગેવાન ખેલાડી છે અને ખાનગી તથા જાહેર ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરતું આવ્યું છે. ઈરડાના નિયમ પ્રમાણે વીમા કંપની કોઈ એક કંપનીમાં તેની મૂડીના ૧૦ ટકાથી વધુ હિસ્સો ધરાવી શકતી નથી. એલઆઈસીની આવા પ્રકારની ખરીદીને કારણે તેના ૨૯ કરોડ પોલીસિધારકોને સહન કરવાનો વારો આવશે એમ પણ સમિતિએ મત વ્યકત કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved