Last Update : 27-April-2012, Friday

 

ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ

ડાઉન ગ્રેડિંગને પગલે વિદેશી સંસ્થાઓના રોકાણ પ્રવાહ ઘટવાનો ભય

અમદાવાદ, ગુરુવાર
ચાલુ સપ્તાહના ત્રણેય દિવસ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ કે જે ભારતીય શેરબજારો માટેનું એક પ્રમુખ ચાલકબળ છે તે જનરલ એન્ટિ એવોઈડન્સ રૃલ્સ અને બીજા નકારાત્મક પરિબળોને અનુલક્ષીને ભારતીય ઇક્વટીમાં નેટ સેલર છે ત્યારે તે સમયે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે (એસએન્ડપી) દેશના આઉટલુકને નેગેટિવ કર્યું હોવાથી તેમના રોકાણ પ્રવાહમાં ઘટાડો થવાની દહેશત વિશ્લેષકોને છે.
એફઆઈઆઈ અત્યારે નવું રોકાણ કરવાને બદલે વેચીને નીકળવાના માર્ગ શોધે છે
ચાલુ સપ્તાહે એફઆઈઆઈએ રૃા. ૧,૬૦૦ કરોડના વેચાણ કર્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
બજારના નિષ્ણાતોને એમ માને છે કે એક પોઝિટિવ ટ્રિગરની માફક કોઈ જોરદાર નીતિ જાહેર ના થાય ત્યાં સુધી શેરબજારને આવા નકારાત્મક પરિબળો સતાવતા રહેશે.
એફઆઈઆઈના ઘટતા રોકાણ પ્રવાહને એસએન્ડપીએ જાહેર કરેલા નેગેટિવ આઉટલુક શું હજુય ઘટાડશે એવા સવાલનો જવાબ આપતા જાણકારો કહે છે કે, આ પ્રકારના રેટિંગ અને આઉટલુકની વાતો પીપરમીન્ટ જેવી વસ્તુઓ છે. વાસ્તવિકતા સહુ કોઈ જાણે છે અને નેગેટિવ કે પોઝિટિવ રેટિંગ ફકત રેકોર્ડ ઉપર લેવાની વાત જ છે.
આ વર્ષના બજેટથી રોકાણ માટેનું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. ગાર અને વોડાફોનનો કેસ રોકાણ માટે કોઈ હકારાત્મક સંકેતો નથી. ઉલ્ટાનું તેનાથી એવાં નિર્દેશો જાય છે કે જેમને ભારતમાં રોકાણ કરવું હોય અને તેઓ પ્રતીક્ષા કરતાં હોય તો તેમણે હવે વધારે સમય રાહ જોવી પડશે. ટૂંકા ગાળા માટે તેઓ તેમના નાણાંને જોખમમાં નહીં મૂકે તેમ તેમણે ઉમેર્યુ હતું.
ફોરેન ઈન્વેસ્ટરના એક અન્ય બ્રોકરે કહ્યુ હતું કે તેના હોંગકોંગ સ્થિત રોકાણકારે ભારતમાં નવા રોકાણની તેની યોજના હાલ પૂરતી પડતી મૂકી છે. જો સારુ વળતર મળે તો તેઓ ઈક્વિટીમાંથી નીકળવા માગે છે. ડિસેમ્બર ૨૦૧૧ અને એપ્રિલ ૨૦૧૨માં એફઆઈઆઈના રોકાણના પ્રવાહ પરથી તેને પારખી શકાય છે.
ચીનમાં વિકસાદર ઘટયો છે ત્યારે વિદેશી રોકાણને આકર્ષવાની એક સોનેરી તક ભારતે ગુમાવી છે. ઉલ્ટાનું વધતી જતી રાજકોષિય ખાધ અને અટકી પડેલા આર્થિક સુધારા જેવા પરિબળોએ એસએન્ડપીને દેશના આઉટલુકને નેગેટિવ કરવા માટે પ્રેરી હતી.
પરિસ્થિતિ જોકે સાવ એવી નથી કે વિદેશી સંસ્થાઓ રાતોરાત ઉચાળા ભરીને નાસી જશે. ભારતમાં તેમને પૂરો વિશ્વાસ છે અને તેને પરિણામે સૂચિત ગારમાં તેમણે ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને મુક્તિ આપવા માટે નાણાં મંત્રાલયને વિનંતિ કરી છે.
ભારતીય બજારમાં રોકાણ કરતી વિદેશી સંસ્થાઓના એક સંગઠન એશિયા સિક્યોરિટીઝ ઈન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એસોસિયેશને (અસીફમા) નાણાં મંત્રાલયને એક પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે ક્રોસ બોર્ડર પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્તિ આપવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય કંપનીઓને મૂડી ઉભી કરવા માટે ૧૦ ટકા અથવા તેનાથી વધારેનો ખર્ચબોજ વેઠવો પડશે.
વધુમાં તે કહે છે કે ક્રોસ બોર્ડર પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટને મુક્તિ મળશે તો એફઆઈઆઈ ભારતીય અર્થતંત્રમાં તના સહયોગની ભૂમિકા ચાલુ રાખી શકશે અને તેની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન પદ્ધતિ મુજબ ભારતમાં કરવેરા પણ ચુકવશે.
ગાર અને પરોક્ષ તબદીલીની નિયમ બંનેમાંથી ક્રોસ બોર્ડર પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટને મુક્તિ આપવામાં આવે તે એક માત્ર ઉકેલ આ સમસ્યાનો છે. આ મામલે અનિશ્ચિતતા પ્રવર્તતી રહેશે તો એફઆઈઆઈને અન્ય વિકલ્પો તરફ ઈન્વેસ્ટમેન્ટ કરવાની ફરજ પડશે એવી ચેતવણી અસીફમાએ પત્રમાં ઉચ્ચારી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved