Last Update : 27-April-2012, Friday

 

એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં ઘટયામથાળેથી પ્રત્યાઘાતી સુધારો બિનલોહ ધાતુઓમાં તાંબુ, નિકલ, જસત અને સીસું પણ વધ્યા

કૃષિચીજોમાં બટેટા અને સીપીઓમાં ઘટાડો કોટન તેજ કોમડેક્સ ૮.૨૯ પોઈન્ટ વધી ૩૯૬૪.૭૭

મુંબઇ, તા.૨૬
એમસીએક્સ પર આજે સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં વેપાર ઓછા હતા. આજે ૩,૪૦,૩૭૭ સોદામાં રૃ.૧૭,૯૧૭.૯૩ કરોડ (ગઈકાલે રૃ.૧૯,૬૧૬.૧૨ કરોડ)નો ધંધો થયો હતો, જેમાં સોના-ચાંદીનો હિસ્સો ગઈકાલનાં રૃ.૧૦,૨૧૮.૨૮ કરોડ પરથી ઘટી રૃ.૮,૮૮૫.૪૧ કરોડનો રહ્યો હતો.
દરમિયાન, એક્સચેન્જે જવના હવે પછી શરૃ થનાર વાયદાના તમામ કોન્ટ્રેક્ટની ખરીદ બાજુના તેજીનાં ઓળિયાં પર રોકડ સ્વરૃપે ૨૦ ટકા વિશેષ માર્જિન ૨૭ એપ્રિલને શુક્રવારથી અમલી બનાવવાની જાહેરાત કરી છે. આથી જવના કોન્ટ્રેક્ટ પર પ્રારંભિક માર્જિન અથવા સ્પાનની ગણતરી પ્રમાણેના માર્જિન, એ બંનેમાંથી જે વધુ હોય તે અને ખરીદ બાજુ પર રોકડ સ્વરૃપે ૨૦ ટકા વિશેષ માર્જિન લાગુ પડશે.
સોનામાં આજે ૫૬,૬૭૪ સોદામાં રૃ.૪,૪૦૪.૧૪ કરોડનાં ૧૫,૨૪૧ કિલો (ગઈકાલે રૃ.૫,૮૧૧.૩૦ કરોડનાં ૨૦,૧૭૯ કિલો)ના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧,૨૮૧ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૪૪૮.૫૩ કરોડનાં ૧૧,૯૨૮ કિલો, મિની વાયદામાં રૃ.૯૧૦.૯૫ કરોડનાં ૩,૧૫૮ કિલો, ગિનીમાં રૃ.૨૫.૬૬ કરોડનાં ૮૯ કિલો અને પેટલમાં રૃ.૧૮.૯૮ કરોડનાં ૬૬ કિલોનાં કામ થયાં હતાં.
ગઈકાલે ઢીલા રહેલા સોનાના વાયદામાં આજે પુન સુધારાનો સંચાર થયો હતો. વાયદા રૃ.૩૦થી રૃ.૧૧૧ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ જૂન વાયદો રૃ.૪૩ વધી રૃ.૨૮,૮૮૩ અને ઓક્ટોબર સૌથી વધુ રૃ.૧૧૧ વધી રૃ.૨૯,૬૫૮ રહ્યા હતા. મિની વાયદા રૃ.૩૦થી રૃ.૭૭ જેટલા વધ્યા હતા. મિની મે વાયદો રૃ.૭૭ વધી રૃ.૨૮,૭૭૨, ગિનીનો એપ્રિલ વાયદો રૃ.૪૦ વધી રૃ.૨૩,૨૦૩ અને પેટલનો એપ્રિલ વાયદો રૃ.૫ વધી રૃ.૨,૮૪૪ રહ્યા હતા. ગિનીના વાયદા રૃ.૩૫થી રૃ.૪૬ની રેન્જમાં વધ્યા હતા.
ચાંદીમાં આજે ૯૦,૬૨૩ સોદામાં રૃ.૪,૪૮૧.૨૭ કરોડની ૮૦૪.૯૨૪ ટન (ગઈકાલે રૃ.૪,૪૦૬.૯૪ કરોડની ૭૮૯.૩૮૫ ટન) ચાંદીનો વેપાર થયો હતો. આમ ચાંદીમાં ગઈકાલ કરતાં થોડા અંશે કામ વધ્યાં હતાં. ચાલુ વાયદામાં રૃ.૩,૦૨૨.૨૪ કરોડની ૫૪૩.૪૩૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૧૧૭.૯૦ કરોડનાં ૨૦૦.૪૫૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૪૧.૧૩ કરોડની ૬૧.૦૪૯ ટન ચાંદીનો વેપાર થયો હતો. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ આજે ૧,૧૨૮.૧૯૭ ટનનો હતો.
ચાંદીના બધા વાયદામાં આજે સર્વાંગી સુધારો હતો. વાયદા રૃ.૬૮થી રૃ.૩૬૬ની રેન્જમાં વધ્યા હતા. આજે લાંબી મુદતના વાયદામાં સુધારો વધુ હતો. ચાલુ વાયદામાં મે રૃ.૧૨૨ વધી રૃ.૫૫,૩૧૬ અને ડિસેમ્બર સૌથી વધુ રૃ.૩૬૬ વધી રૃ.૬૦,૪૩૩ રહ્યા હતા. ચાલુ નવેમ્બર વાયદો રૃ.૨૭૭ વધી રૃ.૫૮,૫૪૩ હતો. મિની વાયદામાં એપ્રિલ રૃ.૧૧૬ વધી રૃ.૫૫,૩૨૬, ઓગસ્ટ માત્ર રૃ.૬૮ વધી રૃ.૫૮,૪૧૧ અને નવેમ્બર રૃ.૨૧૦ વધી રૃ.૬૦,૩૫૩ રહ્યા હતા. માઈક્રો વાયદા રૃ.૬૯થી રૃ.૧૨૩ની રેન્જમાં વધ્યા હતા. એપ્રિલ વાયદો રૃ.૧૧૮ વધી રૃ.૫૫,૨૨૭ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં કલાઈ અને એલ્યુમિનિયમને બાદ કરતાં તાંબુ, નિકલ, સીસું અને જસતના વાયદામાં એકતરફી તેજી હતી. તાંબાના વાયદા રૃ.૩થી રૃ.૩.૧૫, નિકલના રૃ.૭.૮૦થી રૃ.૧૨.૯૦, સીસાના ૫૦ પૈસાથી ૯૫ પૈસા અને જસતના ૪૫ પૈસાથી ૭૦ પૈસા જેટલા વધ્યા હતા. કલાઈનો એપ્રિલ વાયદો રૃ.૩.૫૦ ઘટી રૃ.૧,૧૧૨.૫૦ હતો, જ્યારે એલ્યુમિનિયમના વાયદામાં ૫ પૈસાથી ૧૫ પૈસાની મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૧થી રૃ.૨૫ની અને બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૧થી રૃ.૯૧ની મિશ્ર વધઘટ હતી. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૨૫ ઘટી રૃ.૫,૪૭૯ બંધ હતો, જ્યારે દૂર ડિલિવરી ઓક્ટોબર વાયદો રૃ.૮ વધી રૃ.૫,૬૯૧ થયો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૧ વધી રૃ.૬,૨૯૦ બંધ હતો. નેચરલ ગેસમાં રૃ.૧.૯૦થી રૃ.૩.૯૦નો સુધારો હતો. ક્રૂડ તેલમાં રૃ.૨,૪૭૪.૪૫ કરોડનાં ૪૫,૦૫,૨૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૪.૧૩ કરોડનાં ૨૨,૫૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૫૨૦.૩૫ કરોડનાં ૪,૪૭,૦૧,૨૫૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૨.૭૦થી રૃ.૪.૧૦ નરમ હતા. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૩.૩૦ ઘટી બંધમાં રૃ.૬૧૯.૯૦ રહ્યો હતો. એલચીના વાયદા રૃ.૫.૭૦થી રૃ.૨૧.૮૦ સુધર્યા હતા. એલચી મે વાયદો સૌથી વધુ રૃ.૨૧.૮૦ વધી રૃ.૧,૧૨૭.૩૦ થયો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૬થી રૃ.૧૩.૫૦ અને તારકેશ્વર વાયદા રૃ.૩.૯૦થી રૃ.૧૦.૭૦ની રેન્જમાં ઘટયા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૬ ઘટી રૃ.૧,૦૬૮ અને તારકેશ્વર મે વાયદો રૃ.૩.૯૦ ઘટી રૃ.૮૯૦.૯૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલમાં રૃ.૧.૯૦થી રૃ.૭૧.૭૦ની મિશ્ર વધઘટ હતી. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૭૦.૫૦ ઘટી બંધમાં રૃ.૧,૬૯૩ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો રૃ.૧૪.૬૦ના સુધારા સાથે રૃ.૭૪૨.૮૦ થયો હતો. કોટનના ચારેય વાયદા રૃ.૬૦થી રૃ.૧૨૦ જેટલા વધ્યા હતા. કોટન એપ્રિલ વાયદો રૃ.૬૦ વધી રૃ.૧૬,૯૮૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૨૨૫.૧૫ કરોડનાં ૩૫,૭૨૦ ટન, એલચીમાં રૃ.૭૩.૫૯ કરોડનાં ૬૪૬ ટન, બટેટા-આગ્રામાં રૃ.૨૨.૭૧ કરોડનાં ૨૦,૬૪૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૨.૧૬ કરોડનાં ૨,૩૪૦ ટન, મેન્થા તેલમાં રૃ.૭૦.૮૦ કરોડનાં ૪૬૯ ટન, કપાસમાં રૃ.૪.૧૦ કરોડનાં ૧,૧૫૨ ટન અને કોટનમાં રૃ.૬૮.૩૮ કરોડનાં ૩૯,૫૦૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૮.૨૯ પોઈન્ટ વધી ૩૯૬૪.૭૭ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૩૨.૩૭ પોઈન્ટ વધી ૫૦૦૭.૦૮, એનર્જી ઈન્ડેક્સ ૪.૪૩ પોઈન્ટ વધી ૩૫૭૨.૦૫ અને એગ્રી ઈન્ડેક્સ ૩૩.૭૦ પોઈન્ટ ઘટી ૩૪૫૮.૫૧ રહ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved