Last Update : 27-April-2012, Friday

 
ખાંડમાં મિશ્ર હવામાન ઃ ઘરઆંગણે સૂસ્ત વલણ ઃ વિશ્વ બજારમાં ૬૦૦ ડોલર નજીક પહોંચેલા ભાવો
 

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ડિમાન્ડ ઠંડીગાર રહી હતી. ભાવો સૂસ્ત ટોને બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. હાજરમાં ભાવો કિવ.ના રૃ.૨૯૦૨થી ૨૯૫૫ તથા સારાના રૃ.૩૦૨૨થી ૩૧૨૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૮૬૦થી ૨૯૧૦ તથા સારાના રૃ.૨૯૬૦થી ૩૦૫૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૬૦થી ૨૯૬૦ તથા સારાના રૃ.૨૯૦૫થી ૩૦૫૫ બોલાઈ રહ્યા હતા. જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૧૦૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, બ્રાઝિલમાં ઉત્પાદન અંદાજો ઘટાડાતાં વિશ્વ બજારમાં ખાંડના ભાવો તાજેતરના ૧૧ મહિનાના તળિયાની સપાટીથી વધી આવ્યાના સમાચારો હતા. લંડન બજારમાં બુધવારે રિફા. વ્હાઈટ સુગરના ભાવો ઓગસ્ટ વાયદાના ૪.૨૦ ડોલર વધી ૫૮૬.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાલુ બજારે ભાવો વધી ૫૯૦ ડોલર થયા હતા.
હિન્દુસ્તાન ઝીંકે જસત, સીસાના ભાવો રૃ.૧૧૦૦થી ૨૧૦૦ વધાર્યા ઃ કોપરમાં ઘટતો જતો સ્ટોક
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપરમાં હવામાન મિશ્ર રહ્યું હતું. જયારે અન્ય ધાતુઓ શાંત રહી હતી. હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવો ટનના રૃ.૧૧૦૦ તથા સીસાના રૃ.૨૧૦૦ વધાર્યાના સમાચારો હતા. કેડમિયમના ભાવો પણ કિલોદીઠ રૃ.૨ વધારાયા હતા. મુંબઈ હાજર બજારમાં આજે કિવ.ના ભાવો કોપર વાયર બારના રૃ.૧૦૦ વધી રૃ.૫૧૨૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ની બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રાસ સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૧૦૫૦ ટન ઘટયો હતો અને ત્યાં ૩ મહિનાના વાયદાના ભાવો ૮૧૯૭ વાળા ૮૨૫૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ટીન, નિકલ, જસત, સીસા તથા એલ્યુ.ના ભાવો શાંત રહ્યા હતા. લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ટીનના ૨૨૧૭૫ ડોેલર, નિકલના ૧૭૯૦૬ ડોલર, એલ્યુ.ના ૨૦૮૦ ડોલર, જસતના ૨૦૧૮ ડોલર તથા સીસાના ૨૧૦૪ ડોલર રહ્યા હતા. ત્યાં આજે ટીનનો સ્ટોક ૧૫ ટન વધ્યો હતો જયારે સીસાનો સ્ટોક ૧૨૫૦ ટન, જસતનો ૧૦૦ ટન, એલ્યુ.નો ૯૩૨૫ ટન તથા નિકલનો ૯૬ ટન ઘટયાના સમાચારો હતા.
રૃમાં નિકાસ અંગે દિલ્હીમાં સોમવારની મિટિંગ પર નજર ઃ ન્યુયોર્ક બજારમાં પડેલા ગાબડાં
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો સૂસ્ત અથડાતા રહ્યા હતા. ઉત્પાદક મથકોએ સ્પોટ પર મિલોની નવી ખરીદી નહિંવત રહી હતી જો કે સીસીઆઈની ખરીદી જળવાઈ રહ્યાના નિર્દેશો હતા. ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો ૪૭, ૬૬ તથા ૩૬ પોઈન્ટનો નવો ઘટાડો બતાવતા હતા. ત્યાં બે દિવસમાં ભાવો ૧૫૧ પોઈન્ટ તૂટયા હતા. દરમિયાન, ઘરઆંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૩૫૦૦થી ૩૪૨૫૦ રહ્યા હતા જયારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૪૫૦૦ રહ્યા હતા. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો નીચામાં ફરધર પાકના માલોના રૃ.૨૭૫૦૦થી ૨૯૦૦૦ તથા સારા માલોના રૃ.૩૨૫૦૦થી ૩૩૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ જાતવાર નીચામાં રૃ.૩૩૦૦થી ૩૩૫૦ તથા સારાના રૃ.૩૫૫૦થી ૩૬૧૦ રહ્યા હતા. રૃની વધઉ નિકાસ છૂટ આપવી કે નહિં એ માટે હવે દિલ્હીમા સોમવાર તા.૩૦મી એપ્રિલે મળનારી મિટિંગ પર બજારની નજર રહી છે.
કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ કોટન કોર્પોરેશન (સીસીઆઈ) દ્વારા વ્યુહાત્મક રિઝર્વ સ્ટોક ઊભો કરવા ૨૫ લાખ ગાંસડીની ખરીદી કરવાની ટેક્સટાઈલ મંત્રાલયની દરખાસ્તના પગલે દેશ જાણે ૧૯૮૦ના દાયકાના અંતભાગ અને ૧૯૯૦ના દાયકાના આરંભના ભાગ જેવા લીબરલાઈઝેશન પૂર્વેના સમય તરફ ધકેલાઈ રહ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે! આ દરખાસ્તે આશ્ચર્ય જન્માવ્યું હોવાનું એસો.ના અધ્યક્ષ ધીરેન શેઠે જણાવ્યું હતું. આવો સ્ટોક ઊભો કરી મિલોને રૃ પૂરો પાડવાનો વ્યુહ હકીકતમાં ચીનની નકલ કરી અપનાવવામાં આવ્યો છે પરંતુ આ વ્યુહ યોગ્ય નથી કારણ કે ભારત તથા ચીનમાં પ્રવર્તતી સ્થિતિઓમાં તફાવત રહેલો છે. એવું તેમણે જણાવ્યું હતું. ચીનમાં રૃના પુરવઠાની જબ્બર ખાધ રહે છે જયારે ભારતમાં પુરવઠો વ્યાપક સરપ્લસમાં રહેતો હોય છે. ભારતમાં મિલોને રૃનો જથ્થો સહેલાઈથી મળી રહે છે. હકીકતમાં ૨૫ લાખ ગાંસડી ખરીદવા માટે રૃ.૫૦૦૦ કરોડની જંગી રકમ ઊભીા કરવી પડે તેમ છે. આની ઉપર વેર હાઉસિંગ તથા વ્યાજનો ખર્ચ વાર્ષિક રૃ.૫૦૦ કરોડનો વધુ ભોગવવો પડે તેમ છે. આ ઉપરાંત ભાવોની વધઘટના કારણે થતું નુકસાન પણ સીસીઆઈના ભોેગવવું પડશે. મિલો હાલ નાણાંભીડ અનુભવે છે. અને મિલોને આવી સ્થિતિમાંથી ઉગારવા બેંકો મારફત ધિરાણ વધારવું જરૃરી છે. સીસીઈઆઈ મારફત જંગી જથ્થો ઊભો કરવો એ આ વાતનો વ્યાજબી ઉકેલ નથી એવું એસો.ને જણાવ્યું હતું. સીસીઆઈ દ્વારા રૃનો જથ્થો ઊભો કરવાની દરખાસ્ત અંગે સરકારે ફેર વિચારણા કરવી જરૃરી હોવાનું એસો.એ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved