Last Update : 27-April-2012, Friday

 

એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી

સેન્સેક્ષનો આરંભિક ૬૭ પોઇન્ટનો ઘટાડો અંતે ૨૧ પોઇન્ટ ઃ શનિવારે શેરબજારોમાં દોઢ કલાકનું ખાસ ટ્રેડીંગ સત્ર યોજાશે
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત આજે ઇન્ડેક્ષ બેઝડ નિરસતા વચ્ચે સાંકડી વધઘટે થયો હતો. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં વિપ્રોએ ગઇકાલે અપેક્ષાથી નબળા પરિણામ અને આવક અંદાજો રજૂ કર્યા બાદ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ રેટીંગ એજન્સી દ્વારા ભારતના ઓવરેઇન રેટીંગ આઉટલૂકને સ્ટેબલથી ડાઉનગ્રેડ નેગેટીવ કર્યાના મિશ્ર પ્રત્યાઘાતે શેરબજારોમાં ગઇકાલે અફડાતફડી બાદ આજે ટ્રેડીંગનો આરંભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં કોલ ઇન્ડિયા, જિન્દાલ સ્ટીલ, ટીસીએસ, આઇટીસી, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસમાં આકર્ષણે પોઝિટીવ થયો હતો. યુ.એસ. ફેડરલ રીઝર્વના ગઇકાલે પોઝિટીવ નિવેદન અને હોમ સેલના આંકડા પાછળ એશીયાના બજારોની આજે મજબૂતી પાછળ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૫૧.૨૯ સામે ૩૯.૭૩ પોઇન્ટ ઉપર ૧૭૧૯૧.૦૨ મથાળે ખુલ્યા બાદ સાંકડી વધઘટે અથડાતો રહી ગેઇલ ઇન્ડિયા, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ભારતી એરટેલ, હિન્દાલ્કો, ટાટા પાવર, વિપ્રો, ડીએલએફ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાલી સાથે પીએસયુ બેંકો, પાવર કંપનીઓના રેટીંગને એસએન્ડપી દ્વારા ડાઉનગ્રેડ કરવાની નેગેટીવ અસરે બેંકિંગ- પાવર શ ેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ઘટીને ૧૭૧૦૦થી ૧૭૧૧૦ નજીક આવી ગયો હતો. જે બે-તરફી સાંકડી વધઘટ બતાવતો રહી ૧૭૧૭૦થી ૧૭૧૮૦ આસપાસ આવી બપોરે બે વાગ્યા નજીક ૧૭૧૯૩.૨૫ની ઉંચાઇએ પહોંચી જઇ ફરી છેલ્લા કલાકની નરમાઇમાં ૬૦થી ૬૨ પોઇન્ટ ઘટી આવ્યા બાદ અંતે ૨૦.૬૨ પોઇન્ટ ઘટીને ૧૭૧૩૦.૬૭ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ નીચામાં ૫૧૨૫ મહત્વનો સપોર્ટ ઃ તૂટવાના સંજોગોમાં મોટી ખાનાખરાબી! ૫૨૬૦ પ્રતિકાર
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૦૨ સામે ૫૨૧૪.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૨૧૫.૬૦ થઇ બે-તરફી સાંકડી વધઘટમાં નીચામાં ૫૨૭૯થી ઉપરમાં ૫૨૦૮ની રેન્જમાં અથડાતો રહી અંતે ૧૩ પોઇન્ટ ઘટીને ૫૧૮૯ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્પોટમાં હવે નીચામાં ટેકનીકલી ૫૧૨૫ મહત્વનો સપોર્ટ હોવાનું અને આ લેવલ નીચે બંધ આવવાના સંજોગોમાં મોટી ખાનાખરાબીની શક્યતા બતાવાઇ રહી હતી. જ્યારે ટ્રેડરો માટે ઉપરમાં ૫૨૬૦ બંધ આવ્યા પછી જ તેજીનો વેપાર ગોઠવવાનું ટેકનીકલી ધ્યાન બતાવાઇ રહ્યું હતું.
ફરી શુક્રવાર આવ્યો ઃ આજે નિફ્ટી ૫૮૦૦ કે ૪૫૦૦? ગત શુક્રવારે ૮૪૫ પોઇન્ટની ઉથલપાથલ થઇ હતી
ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત આજે સાંકડી વધઘટે થયો હતો. નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૨૮૭૫૨૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૪૬૫ કરોડના ટર્નઓવરે ૫૧૯૮.૬૦ સામે ૫૨૨૧.૧૫ ખુલી નીચામાં ૫૧૭૪.૯૫ થઇ છેલ્લે ૫૧૮૯.૨૦ નજીક સેટલ થયો હતો. નિફ્ટી મે ફ્યુચર ૨,૧૦,૩૨૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૪૯૪ કરોડના ટર્નઓવરે ૫૨૩૪.૫૫ સામે ૫૨૨૩.૨૫ ખુલી ઉપરમાં ૫૨૪૬.૩૦ અને નીચામાં ૫૨૦૬.૫૫ થઇ અંતે ૫૨૧૬.૮૫ રહ્યો હતો.
નિફ્ટી ૫૦૦૦નો પુટ ૪૬.૧૫થી ૫૦.૨૫ થઇ ૪૭ ઃ ૫૪૦૦નો કોલ ૫૧.૨૦થી તૂટી ૪૦.૨૫
નિફ્ટી મે ૫૦૦૦નો પુટ ૪૬.૧૫ સામે ૪૩.૫૫ ખુલી નીચામાં ૪૧.૧૦થી ઉપરમાં ૫૦.૨૫ થઇ છેલ્લે ૪૭ હતો. જ્યારે નિફ્ટી મે ૫૪૦૦નો કોલ ૫૧.૨૦ સામે ૫૨ખુલી ઉપરમાં ૫૨.૫૦થી નીચામાં ૩૮.૯૦ સુધી તૂટીને અંતે ૪૦.૨૫ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૭૦.૯૫ સામે ૬૭ ખુલી નીચામાં ૬૪.૬૦થી ઉપરમાં ૭૭.૩૫ થઇ છેલ્લે ૭૩.૬૦ હતો.
૧૧ બેંકો- નાણા સંસ્થાઓના રેટીંગ આઉટલૂક ડાઉનગ્રેડ ઃ સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ ઘટયા
સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતના ક્રેડિટ આઉટલૂકને ડાઉનગ્રેડ કર્યા સાથે ભારતની ૧૧ બેંકો, નાણા સંસ્થાઓના રેટીંગ આઉટલૂકને પણ ડાઉનગ્રેડ કરાયા છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડિયન બેંક, એક્સીસ બેંક, યુનીયન બેંક, એચડીએફસી બેંક, આઇડીબીઆઇ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, આઇડીએફસી, બેંક ઓફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેંકનો સમાવેશ છે. જેની નેગેટીવ અસરે બેંકિંગ, ફાઇનાન્સ કંપનીઓના શેરોમાં નરમાઇ હતી. સ્ટેટ બેંક રૃા. ૧૨.૫૦ ઘટીને રૃા. ૨૧૫૯.૨૦, કેનરા બેંક રૃા. ૨૨.૫૦ ઘટીને રૃા. ૨૧૫૯.૨૦, કેનરા બેંક રૃા. ૨૨.૫૦ ઘટીને રૃા. ૪૩૮.૫૦, પીએનબી રૃા. ૨૮.૭૫ ઘટીને રૃા. ૮૪૮.૭૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૯.૩૦ ઘટીને રૃા. ૩૨૯, યશ બેંક રૃા. ૯.૩૦ ઘટીને રૃા. ૩૫૭.૧૦, એચડીએફસી બેંક રૃા. ૫.૯૦ ઘટીને રૃા. ૫૪૧, એક્સીસ બેંક રૃા. ૮.૭૦ ઘટીને રૃા. ૧૦૮૬.૨૦, અલ્હાબાદ બેંક રૃા. ૮.૮૦ ઘટીને રૃા. ૧૬૪.૯૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૧૦.૪૦ ઘટીને રૃા. ૨૩૩.૨૫, સિન્ડિકેટ બેંક રૃા. ૪.૧૫ ઘટીને રૃા. ૯૮.૩૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૯.૮૯ પોઇન્ટ ઘટીને ૧૧૬૬૬.૨૩ હતો.
એનએચપીસી રેટીંગ આઉટલૂક ડાઉનગ્રેડે ઘટયો ઃ જીએમઆર ઇન્ફ્રા, લેન્કો, અદાણી પાવર ઘટયા
પાવર- કેપિટલ ગુડઝ કંપનીઓના રેટીંગ આઉટલૂકને પણ એસ એન્ડ પીએ ડાઉનગ્રેડ કરવાની નેગેટીવ અસરે શેરોમાં વેચવાલી હતી. એનએચપીસી ૫૦ પૈસા તૂટી રૃા. ૧૮.૭૦, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧.૮૫ તૂટીને રૃા. ૨૬.૬૦, લેન્કો ઇન્ફ્રા. ૭૦ પૈસા ઘટીને રૃા. ૧૩.૮૦, અદાણી પાવર રૃા. ૨.૨૦ ઘટીને રૃા. ૬૩.૩૫, રિલાયન્સ પાવર રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૧૦૨.૧૫, રિલાયન્સ ઇન્ફ્રા., રૃા. ૯.૧૦ ઘટીને રૃા. ૫૧૭.૧૦, સિમેન્સ રૃા. ૫.૬૫ ઘટીને રૃા. ૭૭૩.૦૫ રહ્યા હતાં.
આઇટી શ ેરોમાં એપ્રિલના અંતે આંશિક કવરીંગ ઃ ટીસીએસ, ઇન્ફોસીસ વધ્યા ઃ વિપ્રો ઘટયો
આઇટી- સોફ્ટવેર શેરોમાં વિપ્રો, ટીસીએસ સહિતમાં ગઇકાલે વેચવાલી બાદ આજે એપ્રિલ વલણના અંતે આંશિક શોર્ટ કવરીંગ સાથે લેવાલી જોવાઇ હતી. ટીસીએસ રૃા. ૧૯.૭૦ વધીને રૃા. ૧૧૯૨, ઇન્ફોસીસ રૃા. ૯.૪૦ વધીને રૃા. ૨૩૫૮.૨૦, રહ્યા હતા. જ્યારે વિપ્રો રૃા. ૬.૪૦ ઘટીને રૃા. ૪૦૩.૭૫, ટેક મહિન્દ્રા રૃા. ૨૧.૭૦ વધીને રૃા. ૭૦૯.૨૦, એમ્ફેસીસ રૃા. ૨.૬૫ વધીને રૃા. ૬૩૬.૮૦ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૨૨.૩૬ પોઇન્ટ વધીને ૫૫૦૨.૨૬ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બાયબેક સાથે ટેલીકોમ ફેવરે શ ેરમાં વધતી લેવાલી ઃ રૃા. ૯ વધીને રૃા. ૭૪૫
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગત અઠવાડિયે શુક્રવારે ચોથા ત્રિમાસિકના અપેક્ષીત નબળા પરિણામ છતાં કંપનીની તેના ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી સાથે રીટેલ ક્ષેત્રે વિસ્તરણ, મૂડી રોકાણ વધારતા રહેવાની યોજના અને તાજેતરમાં ટેલીકોમ ક્ષેત્રે નવેસરથી લાઇસન્સ ફાળવણીના બેઝ રેટ ઊંચો રાખવામાં આવતા કંપનીની તરફેણમાં નિર્ણયના અહેવાલ અને શેરમાં કંપનીના બાયબેક સપોર્ટે શેર રૃા. ૯.૧૦ વધીને રૃા. ૭૪૫.૪૫ રહ્યો હતો.
શનિવારે શેરબજારોમાં ખાસ દોઢ કલાકનું ટ્રેડીંગ સત્ર
કેપિટલ માર્કેટ, સિક્યુરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ સ્કીમ એફએન્ડઓ સેગ્મેન્ટ માટે બીએસઇ, એનએસઇમાં ૨૮, એપ્રિલ ૨૦૧૨ના શનિવારે સ્પેશ્યલ ટ્રેડીંગ સત્ર યોજાશે જેમાં એનએસઇમાં સવારે ૧૧ઃ૧૫ વાગ્યાથી બપોરે ૧૨ઃ૪૫ વાગ્યા સુધી અને બીએસઇમાં સવારે ૧૧ઃ૧૫ વાગ્યાથી બપોરે ૧૨ઃ૪૫ વાગ્યા સુધી ટ્રેડીંગ યોજાશે. આ સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રનું સેટલમેન્ટ ૩૦, એપ્રિલ, ૨૦૧૨ના સોમવારે થશે.
ઓટો શેરોમાં એપ્રિલના અંતે તેજીનું ઓળીયું હળવું થયું ઃ હીરો મોટોકોર્પ, બજાજ ગબડયા
ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં તેજીના વળતા પાણી થઇ એપ્રિલ વલણના અંતે તેજીનું ઓળીયું હળવું થતાં હીરો મોટોકોર્પ રૃા. ૭૦.૬૦ તૂટીને રૃા. ૨૧૬૬.૯૦, બજાજ ઓટો રૃા. ૪૪.૧૫ ઘટીને રૃા. ૧૬૧૦, ટાટા મોટર્સ રૃા. ૧.૯૦ ઘટીને રૃા. ૩૧૧.૯૫, મારૃતી સુઝુકી રૃા. ૪.૨૫ ઘટીને રૃા. ૧૩૭૮, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૨.૩૫ ઘટીને રૃા. ૪૭૭ રહ્યા હતા. અલબત્ત અશોક લેલેન્ડ રૃા. ૧ વધીને રૃા. ૩૨, ભારત ફોર્જ રૃા. ૪.૮૫ વધીને રૃા. ૩૧૮.૭૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૮૮.૬૬ પોઇન્ટ ઘટીને ૧૦૫૧૪.૦૪ રહ્યો હતો.
ટાટા કોમ્યુ., આઇડીયા સેલ્યુલર, કોટક મહિન્દ્રા બેંક, યુનાઇટેડ સ્પિરીટ, રૃચી સોયામાં તેજી
નિરસ બજારમાં પસંદગીના 'એ' ગુ્રપના વધનાર શેરોમાં રૃચી સોયા રૃા. ૬.૪૫ ઉછળીને રૃા. ૮૯.૯૦, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા. ૯.૨૫ વધીને રૃા. ૧૫૯.૭૫, યુનાઇટેડ સ્પિરીટ્સ રૃા. ૪૩.૮૫ ઉછળીને રૃા. ૭૮૨.૪૦, ટાટા કોમ્યુનિકેશન્સ રૃા. ૧૧.૦૫ વધીને રૃા. ૨૩૫.૧૫, આઇડીયા સેલ્યુલર રૃા. ૩.૨૦ વધીને રૃા. ૮૩.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૯.૭૦ વધીને રૃા. ૫૮૪, કોલ ઇન્ડિયા રૃા. ૯.૭૫ વધીને રૃા. ૩૫૯.૪૦, એલ એન્ડ ટી ફાઇનાન્સ હોલ્ડિંગના પરિણામે રૃા. ૧ વધીને રૃા. ૪૪.૮૫, ઇન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ ત્રીમાસિક પરિણામ પાછળ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૬૨.૪૦ રહ્યા હતાં.
FII ની રૃા. ૩૭૬ કરોડના શેરોની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ગુરુવારે કેશમાં રૃા. ૩૭૬.૦૮ ંકરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૩૩૫૬.૭૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૩૭૩૨.૮૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૬૩.૪૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૪૯૧.૪૨ કરોડના શ ેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૪૨૭.૯૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
યુ.એસ.માં બેરોજગારીના આંકડા પૂર્વે સાવચેતી ઃ યુરોપમાં ફુત્સી વધ્યો ઃ અન્ય બજારોમાં નરમાઇ
યુ.એસ.માં આર્થિક ચિત્ર સુધરી રહ્યું હોવાથી યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન બેન એસ. બર્નાકે વધુ સ્ટીમ્યુલસની શક્યતા નકારતા યુ.એસ.માં ગઇકાલે ડાઉ જોન્સની ૮૯ પોઇન્ટની તેજી બાદ આજે બેરોજગારીના દાવાના આંકડા જાહેર થતાં પૂર્વે સાંજે ડાઉ જોન્સ ફ્યુચર ૯ પોઇન્ટની નરમાઇ હતી. યુરોપના બજારોમાં પણ સાંજે લંડનનો ફુત્સી ૧૦ પોઇન્ટના સુધારા સામે અન્ય દેશોના બજારોમાં ૧૫થી ૩૦ પોઇન્ટની નરમાઇ હતી. એશીયામાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૯૫૬૧.૮૩, હોંગકોંગનો હેંગસેંગ ૧૬૩.૪૨ પોઇન્ટ વધીને ૨૦૮૦૯.૭૧ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved