Last Update : 27-April-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૦૪-૨૦૧૨, શુક્રવાર
વૈશાખ સુદ છઠ્ઠ- જિનાલય પ્રતિષ્ઠા મહેસાણા
‘ગુજરાત સમાચાર’ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની દ્વિતીય માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
સુરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૦૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૦ મિ. (સૂ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ આદ્‌ર્રા બપોરના ૨ ક. ૫૬ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મેષ, મંગળ - સંિહ, બુધ - મીન, ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા (વ.)- રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર - મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ, રા.દિ.વૈ./૭/ માસ વૈશાખ, તિથિ સુદ છઠ્ઠ ને શુક્રવાર
ચંદન છઠ્ઠ, રામાનુજાચાર્ય જયંતી, સૂર્ય ભરણીમાં ૧૧ ક. ૦૨ મિ.થી સારંગપુર, ભાદરા તથા જૂનાગઢ અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ, કનોડા બહુસ્મરણા માતાનો પાટોત્સવ, સીમંધર સ્વામી જિનાલય પ્રતિષ્ઠાદિન (મહેસાણા).
‘ગુજરાત સમાચાર’ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની દ્વિતીય માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરી સન ૧૪૩૩
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧, રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની કામગીરીમાં, નોકરીના કામમાં આપને વ્યસ્તતા રહે, જૂના સંબંધો, મિત્રતા ઓળખાણ તાજી થાય, આનંદ રહે.

 

વૃષભ ઃ નોકરી- ધંધાના કૌટુંબિક સંબંધ- વ્યવહારમાં મનદુઃખ થાય, ગેરસમજ થાય, ઠપકો મળે, સરકારી- ખાતાકીય- બેંકના વ્યવહારમાં ચંિતા રહે.

 

મિથુન ઃ વિચારોનું સંતુલન જળવાય નહીં, ચક્કર, એસીડીટી, માથામાં દર્દ-પીડાના કારણે નોકરી- ધંધાના કામમાં, રાજકીય કામમાં મુશ્કેલી અનુભવો.

 

કર્ક ઃ નાણાંકીય ખેંચ- ચંિતા, મુંઝવણ તમારા અંગત વ્યવહાર અંગે, નોકરી ધંધાના વ્યવહાર અંગે અનુભવાય, તેલ- ખાંડ, તેલિબીયાના ધંધામાં સંભાળવું.

 

સંિહ ઃ પરિવારના વિવાદ- ઉશ્કેરાટ, ગુસ્સામાં નોકરી ધંધાના કાને અસર પહોંચે નહીં તેની તકેદારી રાખવી, પેટ, આંખ, ગુદામાં તકલીફ જણાય.

 

કન્યા ઃ સાંસારિક પ્રશ્નમાં, અંગત જીવનમાં, પત્ની, પરિવાર, વડીલ વર્ગના કારણે ઉશ્કેરાટ, ગુસ્સો, વિવાદ જણાય, નોકરી ધંધામાં આક્ષેપ- અપયશથી સંભાળવું.

 

તુલા ઃ દેશ- પરદેશના કામમાં માનસિક ચંિતા રહે, સાંસારિક પ્રશ્નમાં પ્રેમ- લાગણીના સંબંધમાં આપના હૃદય- મનને શાંતિ જણાય નહીં.

 

વૃશ્ચિક ઃ આકસ્મિક, ચંિતા ઉપાધિથી શારીરિક માનસિક આર્થિક તકલીફ અનુભવો, બેંક હપ્તાની કે અન્ય નાણાંની ચુકવણીના પ્રશ્ને જાગૃતિ રાખવી

 

ધન ઃ આપના આનંદ- ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

મકર ઃ આપના રોજીંદા કામમાં, નોકરી- ધંધાના કામમાં ચંિતા, ઉચાટ પછી કામ ઉકેલી શકો પરિવારના કામમાં વ્યગ્રતા રહે.

 

કુંભ ઃ પુત્ર- પૌત્રાદિકથી આપને ચંિતા- આનંદ રહે, બહાર જવામાં બહારગામ જવા આવવામાં સંતાનની ચંિતા પરંતુ નોકરી- ધંધાના કામમાં વ્યસ્ત રહો.

 

મીન ઃ કૌટુંબિક પ્રશ્નમાં, મકાન, જમીન, વાહનના પ્રશ્નમાં સગા સંબંધી મિત્રવર્ગના પ્રશ્નમાં આપનું હૃદય-મન ઉચાટ, ઉશ્કેરાટ, ગુસ્સામાં રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૭-૦૪-૨૦૧૨, શુક્રવાર

આજથી શરુ થઈ રહેલું આપનું જન્મ વર્ષ, ખર્ચ ખરીદીનું રહે, પરિવારનો ખર્ચ વધે સંતાન માટેનો ખર્ચ વધવા છતાં સંતાનની પ્રગતિ, સફળતામાં રૂકાવટ જણાય નહીં. આપના નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં નાણાંકીય જવાબદારીવાળા કામમાં ગાફેલ રહેવું નહી તેમજ કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. - વર્ષ દરમિયાન સારા- નબળા ખર્ચા આવ્યા કરે પરંતુ બચતની આવક, આકસ્મિક કોઈની મદદથી તમને કોઈ તકલીફ પડે નહી. - નોકરી- ધંધામાં તમારી મહેનતનું ફળ અન્યને મળતું જણાય. તમને ફાયદો- લાભ ઓછો થાય. - અવિવાહિત વર્ગને વિવા લગ્નની વાતચીત આવે પરંતુ નક્કી થવામાં છેલ્લી ઘડીએ મુશ્કેલી જણાય. - સ્ત્રી વર્ગને પિયર પક્ષની વ્યવહારિક સામાજિક, ધાર્મિક કામની વ્યસ્તતા આવી જાય. વધારાનો ખર્ચ થાય. -વિદ્યાર્થી વર્ગને ભણવામાં પ્રગતિ જણાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પડોશી લલ્લુએ આવીને છગનને કહ્યું, 'અરે, તમે આમ ઘરે શું બેઠા છો ?'
'કેમ શું છે ?' છગને પૂછ્યું.
'અરે, તમારી પત્ની પેલી હાઇવે પરની હોટલમાં તમારા ભાઈ સાથે એક અંધારા ખૂણામાં બેસીને મોજમસ્તી કરી રહી છે...' લલ્લુ બોલ્યો, 'જલ્દી જાવ અને બન્નેને સીધા કરો...'
છગન તરત જ બાઇક લઈને ઉપડયો અને થોડી વારે પાછો આવ્યો. લલ્લુએ પૂછ્યું, 'કેમ, આમ જલદી પાછા આવ્યા ? તેઓ ત્યાં હતા કે નહીં ?'
'હતા ને !' છગને કહ્યું, 'પણ તેં મને નાહકનો દોડાવ્યો... એ મારો ભાઈ નથી... હું તો એને ઓળખતો પણ નથી... મેં એને પહેલી વાર જ જોયો.'
'પણ તારી વાઇફ તો હતી ને ત્યાં ?' લલ્લુએ પૂછ્યું.
'હા હતી ને,' છગને કહ્યું 'હજી બંને ત્યાં જ છે.'

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved