Last Update : 26-April-2012, Thursday

 

રાષ્ટ્રપતિપદ માટેની હરીફાઇ

દેશના બંધારણીય વડા, લશ્કરની ત્રણે પાંખના સુકાની અને પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ ભારતીય લોકશાહીમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. પરંતુ તેમના હોદ્દાની સર્વોચ્ચતા મોટે ભાગે શોભા પૂરતી જ છે. તેમની સરખામણી કુટુંબના એવા વડીલ સાથે કરી શકાય, જેમની ઉંમરને કારણે તે ઘરના મુખ્ય માણસ ગણાય, પણ ઘરમાં કોઇ તેમને ગણતું કે ગણકારતું ન હોય. તેમ છતાં, રાષ્ટ્રપતિપદના હોદ્દાનું મહત્ત્વ ટક્યું હોય અને એ પદ હાંસલ કરવા માટે જોરદાર પ્રયાસ થતા હોય તો તેનું મુખ્ય કારણ છેઃ સરકાર રચવાની બાબતમાં રાષ્ટ્રપતિને મળેલો બંધારણીય અધિકાર.
ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી મળતા વિજયના જમાનામાં રાષ્ટ્રપતિનું ખાસ મહત્ત્વ ન હતું. કારણ કે તેમાં ચોખ્ખી બહુમતીથી જીતનારને સરકાર રચવા આમંત્રણ આપવામાં કશી અવઢવ ન હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ દાયકાથી શરૃ થયેલા ખીચડી સરકારોના યુગમાં રાષ્ટ્રપતિની ભૂમિકા નિર્ણાયક બને છે. ચૂંટણીનાં પરિણામ જાહેર થાય અને કોઇ પણ એક પક્ષને ચોખ્ખી બહુમતી ન મળી હોય ત્યારે કયા પક્ષને કે કયા મોરચાને સરકાર રચવા નિમંત્રણ આપવું, એ રાષ્ટ્રપતિએ નક્કી કરવાનું હોય છે. એ વખતે રાષ્ટ્રપતિપદે પક્ષના વફાદાર બિરાજમાન હોય તો, તેમની વફાદારીનો સીધો ફાયદો એ પક્ષના મોરચાને મળી જાય છે અને સામા પક્ષને કોઇ દેખીતા કારણ વિના, હાથમાં આવેલી સત્તા છિનવાઇ જતી લાગે છે.
વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામ મિશ્ર આવશે, એ અત્યારથી ધારી લેવાયું છે. એ સ્થિતિમાં સરકાર બનાવવા માટે યુપીએને આમંત્રણ આપવું કે એનડીએને, એ રાષ્ટ્રપતિએ નક્કી કરવાનું થાય. તેને ધ્યાનમાં રાખીને આગામી રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી થશે એ રાજકીય ગરમાગરમીનો મુદ્દો બન્યો છે. પાકાં કોંગ્રેસી એવાં પ્રતિભા પાટીલની મુદત જુલાઇમાં પૂરી થાય છે. તેમના કાર્યકાળમાં રાષ્ટ્રપતિનો હોદ્દો ઉજળો બને એવાં કોઇ કામ થયાં નથી કે એવા કોઇ નિર્ણય લેવાયા નથી. લોકસભા-રાજ્યસભાના અધ્યક્ષ કે દેશના રાષ્ટ્રપતિ આદર્શ રીતે પક્ષીય રાજકારણથી પર અને પક્ષના હાઇકમાન્ડના રીમોટ કન્ટ્રોલની અસરથી મુક્ત હોવા જોઇએ. પરંતુ પ્રતિભા પાટીલ કદી એવી છાપ ઊભી કરી શક્યાં નથી.
ઊલટું, તેમની મુદત પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે તેમની તરફ બે આંગળી-ચીંધામણાં થયાં છે. એક મુદ્દો પૂણેની લશ્કરી છાવણીમાં તેમને પાંચ એકર જમીન ફાળવવા અંગેનો છે. ત્યાં બંધાઇ રહેલા તેમના ભવ્ય આવાસ નિમિત્તે બે જૂનાં મકાન તોડવાનો વિવાદ પણ ચાલે છે. રાષ્ટ્રપતિપદની ગરીમાને અસર કરે એવી બીજી માહિતી રાષ્ટ્રપતિના વિદેશપ્રવાસના ખર્ચ અંગેની છે. માહિતી અધિકાર હેઠળ જાહેર થયેલી માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિની વિદેશયાત્રાઓ પાછળ રૃ.૨૦૫ કરોડનો જંગી ખર્ચ થયો છે. ભારત જેવા દેશના રાષ્ટ્રપતિને આવા ભપકા શોભે કે કેમ, એવો સવાલ ચોક્કસપણે થઇ શકે છે. તેમના પૂર્વસૂરિમાં રાજેન્દ્રપ્રસાદ જેવા ગાંધીયુગના નેતાઓ સાદગીને વરેલા હતા. એનડીએના બિનરાજકીય ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ બનેલા ટેકનોલોજિસ્ટ ડો.અબ્દુલ કલામ પણ તેમની સાદી જીવનશૈલી માટે જાણીતા બન્યા હતા.
રાષ્ટ્રપતિના હોદ્દા સાથે જે ગરીમાની કલ્પના કરવામાં આવી છે, તેને અનુરૃપ ઉમેદવારો દેશમાં નથી એવું તો કેમ કહેવાય? પણ રાષ્ટ્રપતિપદું બીજી ઘણી બાબતોની જેમ રાજકારણનો જંગ બની ગયું હોવાથી, તેમાં ઉમેદવારની લાયકાતને બદલે બીજાં પરિબળ મહત્ત્વનાં બની રહે છે. વર્તમાન રાષ્ટ્રપતિની જગ્યા કોણ લેશે, એની અત્યારે ચાલતી અટકળોમાં રાજકીય અને બિનરાજકીય નામોની મોટી રેન્જ જોવા મળે છે. વિધાનસભા, લોકસભા અને રાજસભાના સભ્યોના મતથી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. દેશની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે, કોંગ્રેસ કે ભાજપ કોઇ પાસે એટલા મત નથી કે તે બીજા પક્ષોની ઉપરવટ જઇને પોતાનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે મૂકી શકે. આ બન્નેએ પ્રાદેશિક પક્ષોની દયા પર રહેવાનું છે અને 'સર્વસંમતિ'ના નામે નીચી મૂછ રાખીને, પ્રાદેશિક પક્ષોએ સૂચવેલાં નામમાંથી સૌથી ઓછું પ્રતિકૂળ નામ પસંદ કરવાનું છે.
પ્રાદેશિક પક્ષોમાં સમાજવાદી પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસ સૌથી મજબૂત છે. સમાજવાદી પક્ષના મુલાયમસિંઘ પોતે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર મનાય છે. (અગાઉ આ હોદ્દા માટે ડો.અબ્દુલકલામનું નામ પણ મુલાયમસિંઘે જ સૂચવ્યું હતું.) ભાજપ અને એનડીએના બીજા સાથી પક્ષો આ નામ બાબતે એકમત હોઇ શકે છે. પરંતુ એનસીપીના શરદ પવારે બિનરાજકીય ઉમેદવાર માટે ભાર મૂક્યો છે. એવાં નામમાં ગાંધી પરિવારની અત્યંત નજીક ગણાતા સામ પિત્રોડાથી માંડીને 'ઇન્ફોસીસ'ના નારાયણમૂર્તિનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે ઉમદા કામગીરી અને સ્વતંત્ર મિજાજનો પરચો આપી ચૂકેલા ગોપાલકૃષ્ણ ગાંધી આ બધામાં જુદા તરી આવે એવા ઉમેદવાર છે, પણ પોતાના સ્વાર્થની ગણતરી ગણતા રાજકીય પક્ષો ગોપાલકૃષ્ણ ગાંધી જેવા સાચકલા માણસ માટે કેટલા તૈયાર થાય એ સવાલ છે. આખરી પસંદગી પહેલાં હજુ ઘણા ઉતારચઢાવ આવવાન બાકી છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved