Last Update : 26-April-2012, Thursday

 

વિવેકા બાબાજી, ગૌતમ વોરા અને સિમરન સૂદના પ્રણયત્રિકોણનો કરુણ અંજામ

વિવેકા બાબાજી અને ગૌતમ વોરા વચ્ચેની નવી બહાર આવેલી તસવીરો ઉપરથી પુરવાર થાય છે કે તેઓ એકબીજાના ગાઢ પ્રેમમાં હતા

હિન્દી ફિલ્મો, મોડેલિંગ, આઈપીએલની પાર્ટીઓ અને મુંબઈના શ્રીમંતોની જિંદગીમાં સપાટી હેઠળ શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ સ્ટોક બ્રોકર ગૌતમ વોરા, મોડેલ સિમરન સૂદ અને અપરાધી વિજય પલાંદેની કથા ઉપરથી આવે છે. પંજાબના કે બંગાળના કોઈ ગામડેથી એક્ટ્રેસ બનવા આવેલી ખૂબસૂરત હસીનાઓ બોલિવૂડમાં ટોચ ઉપર પહોંચવામાં નિષ્ફળ જાય ત્યારે મોડેલિંગની દુનિયામાં ઝંપલાવે છે અને હાઈ પ્રોફાઈલ કોલ ગર્લ બની જાય છે. આ યુવતીઓના દેહનું શોષણ કરવા અને તેને ઉપવસ્ત્ર તરીકે રાખવા શહેરના શ્રીમંત નબીરાઓ તૈયાર હોય છે. પૈસાની લાલચમાં આ યુવતીઓ ક્રાઈમ સિન્ડિકેટનો સાથ આપવા તૈયાર થઈ જાય છે. આ યુવતીઓના પ્રેમમાં ભાન ભૂલેલા શ્રીમંત નબીરાઓ જાણ્યે અજાણ્યે અન્ડરવર્લ્ડના હાથા તરીકે કામ કરે છે. આ રીતે ખૂબસૂરત યુવતીઓના શોખમાં ઉન્મત્ત બનેલા સ્ટોક બ્રોકર ગૌતમ વોરા હત્યાના આરોપી વિજય પલાંદેને મદદ કરવાના આરોપ હેઠળ જેલની હવા ખાઈ રહ્યા છે. બે વર્ષ અગાઉ જાણીતી મોડેલ વિવેકા બાબાજીએ પોતાના બાંદરા ખાતેના ફ્લેટમાં આપઘાત કર્યો ત્યારે સુસાઈડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે ગૌતમ વોરાને કારણે તે આપઘાત કરે છે. પોલીસે એ વખતે ગૌતમ વોરાની ધરપકડ કરી હતી પણ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયો હતો. હવે પોલીસને લાગે છે કે ગૌતમ વોરાએ વિવેકા બાબજીને પડતી મૂકીને સિમરન સૂદની સાથે ડેટિંગ ચાલુ કર્યું તેને કારણે હતાશામાં આવીને વિવેકા બાબાજીએ આપઘાત કર્યો હોય તેવું પણ બની શકે છે.
વિજય પલાંદેએ અરુણ ટિક્કુની નિર્દયતાથી હત્યા કરી અને કરણ કક્કડની હત્યામાં પણ તેનો હાથ હોવાનું જણાઈ રહ્યું છે. વિજય પલાંદે અને સિમરન સૂદ પતિ-પત્ની હતાં, પણ વિજય પલાંદે સિમરનનો ઉપયોગ શ્રીમંત વેપારીઓને ફસાવવા અને તેમને લૂંટી લેવા માટે કરતો હતો. સિમરન સૂદ ગૌતમ વોરાના સંપર્કમાં આવી ત્યારે તેણે વિજય પલાંદેની ઓળખાણ પોતાના ભાઈ કરણ સૂદ તરીકે કરાવી હતી અને ગૌતમ વોરાએ આ વાત માની પણ લીધી હતી. અરુણ ટિક્કુની હત્યાના કેસમાં વિજય પલાંદેની ધરપકડ કરવામાં આવી એ રાતે સિમરન સૂદે ગૌતમ વોરાનો સંપર્ક સાધીને કહ્યું હતું કે તેનો ભાઈ મુશ્કેલીમાં છે અને તે થાઈલેન્ડ જવા માંગે છે. ગૌતમ વોરાએ સિમરનની વાત સાચી માનીને વિજય પલાંદેને દક્ષિણ મુંબઈની હોટેલમાં આશરો આપ્યો હતો અને થાઈલેન્ડ જવા માટે નાણાં પણ આપ્યા હતા. હકીકતમાં એ વખતે વિજય પલાંદે પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો હતો અને થાઈલેન્ડ નાસી જવા માંગતો હતો. આ વાતની ગૌતમ વોરાને જાણ હતી તો પણ તેણે વિજય પલાંદેને મદદ કરી હતી.
ગૌતમ ખુશાલચંદ વોરાની ઉંમર હજી ૩૪ વર્ષની છે. ઈ.સ. ૨૦૧૦માં તેમના પિતાનું અવસાન થયું તે પછી તેઓ પોતાની મમ્મી સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી કંપની યુએલજેકે સિક્યુરિટીઝના માલિક બન્યા છે. મુંબઈના નેપિયન્સી વિસ્તારના એક પોશ એપાર્ટમેન્ટમાં તેઓ રહે છે. શેર બજારમાં ઓફફ માર્કેટ ટ્રેડિંગના તેઓ નિષ્ણાત ગણાય છે. શેર બજારમાં ભારે ઉથલપાથલ થાય ત્યારે ટીવીની બિઝનેસ ચેનલો એક્સપર્ટ એપિનિયન માટે ગૌતમ વોરાનો સંપર્ક સાધતી હોય છે. અમુક અખબારમાં શેર બજાર વિશેની કોલમ પણ તેઓ લખે છે. તેમનો શોખ બોલિવૂડની ખૂબસૂરત યુવતીઓ સાથે મૈત્રી કેળવવાનો અને કુશાંદે પાર્ટીઓનું આયોજન કરવાનો છે.
ઈ.સ. ૨૦૧૦માં જાણીતી મોડલ વિવેકા બાબજીએ પોતાના બાંદરાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો ત્યારે તેની પથારી પાસેથી પોલીસને એક ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું, ''યુ કિલ્ડ મી, ગૌતમ વોરા.'' આ ચિઠ્ઠીના આધારે પોલીસે ગૌતમ વોરાની ધરપકડ કરી હતી. પોલીસને એવી માહિતી મળી હતી કે વિવેકા બાબાજીએ આપઘાત કર્યો તેના થોડા કલાકો પહેલાં તેનો ગૌતમ વોરા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી ગૌતમ ફ્લેટ છોડીને ચાલ્યો ગયો હતો અને વિવેકાએ આપઘાત કર્યો હતો. ગૌતમ વોરાએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે વિવેકા માત્ર તેની મિત્ર હતી અને તેમની વચ્ચે કોઈ પ્રેમસંબંધો નહોતા. પોલીસે ગૌતમ વોરાને છોડી દીધા હતા. તાજેતરમાં એક અંગ્રેજી સાપ્તાહિકે ગૌતમ વોરાના વિવેકા બાબજી સાથેના ઉત્તેજક ફોટાઓ છાપ્યા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે તેમના સંબંધો બહુ આગળ વધી ગયા હતા.
અરુણ ટિક્કુની હત્યામાં સંડોવાયેલા વિજય પલાંદેને પોલીસ અદાલતમાંથી લોક-અપમાં લઈ જતી હતી ત્યારે છટકી ગયો હતો. લોકલ ટ્રેન પકડીને એ ચર્ચગેટ તરફ રવાના થયો હતો. રસ્તામાં તેણે ગૌતમ વોરાનો સંપર્ક કર્યો હતો અને પોતે થાઈલેન્ડ જવા માંગે છે, એવી રજૂઆત કરી હતી. ગૌતમ વોરા પોતાની કાર લઈને તેને મરીન લાઈન્સ સ્ટેશને લેવા આવ્યો હતો. વિજય પલાંદેને એ ચર્ચગેટની હોટેલ ગોડવિનમાં લઈ ગયો હતો, જ્યાં વિજય પલાંદે નાહ્યો હતો. ગૌતમ વોરાએ આ હોટલમાં અગાઉથી રૃમ બૂક કરી રાખી હતી. ગૌતમ વોરા વિજય પલાંદે માટે નવાં કપડાં પણ લઈ આવ્યો હતો. વિજય પલાંદેએ કપડાં બદલ્યાં તે પછી ગૌતમ વોરા હોટેલમાંથી ચાલ્યો ગયો હતો. જોકે વિજય પલાંદે પાછો પકડાઈ ગયો હતો. તેને કસ્ટડીમાંથી ભાગવામાં મદદ કરનારા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં જાણીતું નામ છે. અનેક જાણીતા ક્રિકેટરો પણ તેને ઓળખે છે. સિમરન સૂદે વિજય પલાંદેની ઓળખાણ આ ક્રિકેટરો સાથે કરાવી હતી. વિજય પલાંદે ક્રિકેટની મેચ ઉપર સટ્ટાના રેકેટમાં પણ સંડોવાયેલો હતો. કરણ કક્કડ સાથે મળીને તેઓ ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હતા અને કમાયા પણ હતા. સિમરન સૂદ જ ગૌતમ વોરાને આઈપીએલની પાર્ટીઓમાં લઈ જતી હતી. અહીં સિમરને ગૌતમની મુલાકાત અનેક ખૂબસૂરત સ્ત્રીઓ સાથે કરાવી હતી. ગૌતમ વોરા થોડો સમય આ સ્ત્રીઓ સાથે ડેટિંગ કરતો અને પછી તેમને છોડી દેતા હતા. તેનો ખૂબસૂરત સ્ત્રીઓ સાથે ફોટાઓ પડાવવાનો પણ ભારે શોખ હતો. સંભવ છે કે બે વર્ષ અગાઉ ગૌતમ વોરાએ વિવેકા બાબાજીને પડતી મૂકીને સિમરન સાથે ડેટિંગ ચાલુ કર્યું હોય તેથી વિવેકાએ તેની ઉપર લગ્ન કરવાનું દબાણ કર્યું હોય. ગૌતમ લગ્ન કરવાનો ઈનકાર કરતાં વિવેકાએ આત્મહત્યા કરી હોય. તાજેતરમાં વિવેકા બાબજીની ગૌતમ વોરા સાથેની નિકટની તસવીરો મળી આવી છે તેને કારણે પોલીસ વિવેકા બાબાજીની આત્મહત્યાના કેસમાં ગૌતમ વોરાની સંડોવણીની નવેસરથી તપાસ કરે તેવી પણ સંભાવના છે.
વિજય પલાંદે સિમરનનો પતિ છે તો પણ તેણે સિમરનના ગૌતમ વોરા સાથેના સંબંધોનો ક્યારેય વિરોધ કર્યો નહોતો. ગૌતમ વોરા વિજય પલાંદેને નિયમિત પૈસા આપતો હતો. વિજય પલાંદે પોલીસ કસ્ટડીમાંથી ભાગીને થાઈલેન્ડ નાસી જવા માંગતો હતો ત્યારે પણ ગૌતમ વોરાએ તેને પૈસાની મદદ કરી હતી. વિજય પલાંદે માટે થાઈલેન્ડની ટિકિટની વ્યવસ્થા પણ ગૌતમ વોરાએ કરી હોય તેવી સંભાવના છે. ગૌતમ વોરા અમેરિકાની યુનિવર્સિટીમાં એમબીએ થઈને મુંબઈ આવ્યો હતો. તેના પરિવાર પાસે અઢળક સંપત્તિ છે, પણ સિમરન સૂદ સાથેના સંબંધોને કારણે તે વિજય પલાંદે જેવા અપરાધીના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે સિમરન સૂદની ધરપકડ કરી તે પછી તેણે સિમરનના મોબાઈલ ફોનનો રેકોર્ડ તપાસ્યો તો જણાયું કે તેણે ગૌતમ વોરાને કુલ ૧,૭૦૦ ફોન કર્યા હતા. આ ફોનના આધારે પોલીસે ગૌતમ વોરાની ધરપકડ કરી હતી.
પોલીસે સ્ટોક બ્રોકર ગૌતમ વોરાની ધરપકડ કરી તે પછી તેણે પોતાના બચાવમાં કહ્યું હતું કે એ કોઈ વિજય પલાંદેને ઓળખતો નથી પણ કરણ સૂદને ઓળખે છે, જેને સિમરન પોતાનો ભાઈ ગણાવે છે. ગૌતમ વોરા કહે છે કે કરણ સૂદ પોલીસની કસ્ટડીમાંથી નાસ્યો છે, એવી પણ તેને જાણ નહોતી. સિમરને ગૌતમ વોરાને એટલું જ કહ્યું હતું કે તેનો 'ભાઈ' તેના ધંધાને કારણે મુશ્કેલીમાં છે અને થાઈલેન્ડ જવા માંગે છે. પોલીસે વિવેકા બાબજીની આત્મહત્યાના કેસમાં પણ ગૌતમ વોરાની પૂછપરછ કરી છે. સિમરન સૂદના વિજય પલાંદે અને ગૌતમ વોરા ઉપરાંત અન્ય પુરૃષો સાથે પણ સંબંધો હતા. હકીકતમાં સિમરનના અભિનેતા અનુજ ટિક્કુ સાથેના સંબંધોના ચક્કરમાં જ તેના પિતા અરુણ ટિક્કુની હત્યા થઈ હતી. સિમરનના કરણ કક્કડ સાથેના સંબંધોના ચક્કરમાં કરણનું અપહરણ કરીને તેની હત્યા કરી નાંખવામાં આવી હોવાની સંભાવના છે.
પોલીસને હજી કરણ કક્કડનો મૃતદેહ હાથમાં નથી આવ્યો ત્યાં સુધી પોલીસ આ કેસને હત્યાનો કેસ માનવા તૈયાર નથી.
બોલિવૂડમાં સેક્સ, ક્રાઈમ અને સંપત્તિનું કનેક્શન બહુ લાંબા સમયથી ચાલ્યા કરે છે. તેમાં હવે ક્રિકેટની રમત અને તેમાં રમાતા સટ્ટાનું તત્ત્વ ભળ્યું છે. 'ફેશન' ફિલ્મમાં જાણીતી મોડેલોની અંગત જિંદગી આબેહૂબ દર્શાવવામાં આવી છે. સિમરન સૂદ, ગૌતમ વોરા, વિવેકા બાબાજી, કરણ કક્કડ અને અરુણ ટિક્કુની કહાણી ફિલ્મની કથાને પણ ટપી જાય તેવી છે. આ કહાણીમાં હજી ઘણાં રહસ્યો ઉકેલાવાના બાકી છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved