Last Update : 26-April-2012, Thursday

 
દિલ્હીની વાત
 

સોનિયા ગાંધી સામે ખતરો
કોંગ્રેસના સુપ્રિમો સોનિયા ગાંધી સામે ખતરાની ઘંટડી વાગી રહી છે. પ્રથમવાર એવું થયું છે કે સત્તાધારી પક્ષના સાંસદો સસ્પેન્ડ થયા છે. લોકસભામાંથી સસ્પેન્ડ થયેલા આ સાંસદો તેલંગણા તરફી હતી. બીજી તરફ આ સસ્પેન્શનનો વિરોધ સરકારના સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપી કરી રહ્યા છે. આ ઉપરાંત ચાર પ્રધાનોએ પ્રધાનપદું છોડીને પક્ષના સંગઠ્ઠનમાં કામ કરવાની તૈયારી બતાવી હોવાથી પક્ષના માળખામાં પણ ફેરફાર કરવો પડશે. આ બધી વાતો નવી અચોક્કસ સ્થિતિ તરફ દોરી જાય છે. હવે તો દરેક એ જોઇ રહ્યા છે કે તેલંગણાની મુદ્દાની તલવાર યુપીએ સરકાર પર ક્યાં સુધી લટકતી રહે છે. કોંગ્રેસ માટે ચિંતાની વાત એ છે કે જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તે રાજ્યોમાં કોંગ્રેસની જુથબંધી મોટાપાયે ચાલે છે. આમ સોનિયા ગાંધી પર ટેન્શન વધતું જાય છે.
જૂથબંધી ડામવા પ્રયાસો...
જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એવાં રાજ્યોમાં કોંગ્રેસની જૂથબંધી ડામવા કોંગ્રેસ કેટલાક ફેરફારો કરવા વિચારી રહી છે. કહેવાય છે કે મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતનો હવાલો સંભાળનાર મોહન પ્રકાશ પાસેથી થોડી જવાબદારીઓ લઇ લેવમાં આવશે જ્યારે બિહાર અને પંજાબનો હવાલો સંભાળનાર ગુલચૈનસિંહ પાસેથી કામ લઇ લેવાશે કેમકે પક્ષે પંજાબમાં નબળો દેખાવ કર્યો છે.
કોંગી માળખામાં ફેરફાર
કોંગ્રેસના માળખામાં એક ફેરફાર આવી ગયો છે. આંધ્ર પ્રદેશનો બેવાર હવાલો સંભાળી ચૂકેલા કેન્દ્રીય પ્રધાન વ્યાલાર રવિને ફરી એકવાર આંધ્રનો હવાલો સોંપાયો છે. વિધાનસભાની ૧૮ બેઠકો માટેની પેટા ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી તે હવાલો સંભાળશે. તાજેતરમાં આંધ્રમાં યોજાયેલી પેટા ચૂંટણીઓ દરમ્યાન રાજ્યનો હવાલો સંભાળનાર ગુલામનબી આઝાદથી મોવડીમંડળ નારાજ છે એમ જણાયું હતુ. મુખ્યપ્રધાન કિરણકુમાર રેડ્ડી સામે દિન પ્રતિદિન નારાજગી વધતી જાય છે કે બળવા તરફ દોરી જશે. પેટા ચૂંટણીઓ પછી કોંગ્રેસ નેતાગીરી બદલશે એમ મનાય છે.
કોંગી રાજ્યોમાં નારાજગી
રાજસ્થાન કોંગ્રેસના બળવાખોર નેતાઓએ દિલ્હીની કેટલીક મુલાકાતો લીધી છે અને મુખ્યપ્રધાન અશોક ગેહલોત સામે ફરિયાદ કરી છે. આ બળવાખોર નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેને મળ્યા હતા. એવી જ રીતે મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણથી અપસેટ છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન વિજય બહુગુણા સામે બળવાખોરોએ બાંયો ચઢાવતા તે રાજકીય સ્થિરતા ગુમાવી રહ્યા છે. એવી જ રીતે હરિયાણામાં પણ સ્થિરતા નથી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડાથી દલીતો નારાજ છે. તેમને આગળ વધવાની તક મળતી નથી એવી તેમની ફરીયાદ છે.
સુષ્માથી નારાજ ભાજપી નેતાઓ
કોંગ્રેસના તેલંગણા તરફી સાંસદોના સસ્પેન્શન અંગે સરકારે લીધેલાં પગલાં સુષ્મા સ્વરાજે ટેકો આપતા ભાજપના સીનિયર નેતાઓ છંછેડાયા છે. આ નેતાઓ એટલા માટે છંછેડાયા છે ક અલગ તેલંગણાને ભાજપ ટેકો આપી રહ્યાં છે. આ નેતાઓ યાદ અપાવે છે કે લાલકૃષ્ણ અડવાણીએ તેલંગણા ક્ષેત્રમાં જાહેરસભાઓ પણ યોજી છે. ગયા મહિને યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે એક બેઠક પણ મેળવી છે.
મહિલાઓને પ્રિય 'નેનો'
સોસાયટી ફોર ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સે કરેલા એક સર્વે અનુસાર વધુને વધુ મહિલાઓ 'નેનો કાર'તરફ આકર્ષાઇ રહી છે. નેનોનો ઉપયોગ કરતી મહિલાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. લુક અને ડિઝાઇનમાં કરાયેલો ફેરફાર તેમજ બળતણના ઓછા વપરાશના કારણે મહિલાઓ નેનો ખરીદવા તરફ વળી છે..
ઇઝરાયલી ફૂડ ફેસ્ટિવલ
૨૭ એપ્રિલથી એક અઠવાડિયાનો ઇઝરાયલી ફૂડ ફેસ્ટીવલ રાજધાનીમાં શરૃ થઇ રહ્યો છે. ઇઝરાયલના ડિપ્લોમેટીક સોર્સના જણાવ્યા અનુસાર ભારત- ઇઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોને ૨૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે તેની ઉજવણીના એક ભાગ રૃપે ફૂડ ફેસ્ટીવલ છે. અઠવાડિયા દરમ્યાન કલ્ચરલ પ્રોગ્રામ પણ રખાયા છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved