Last Update : 26-April-2012, Thursday

 
 

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

સેકન્ડ લેગની મેચ ૨-૨થી ડ્રો રહેતા ચેલ્સી ૩-૨થી જીત્યું

બાર્સેલોના,તા.૨૫
યુરોપીયન ફૂટબોલની હાઇપ્રોફાઇલ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ લીગમાં ઇગ્લિશ કલબ ચેલ્સીએ સ્પેનની સુપરસ્ટાર ગણાતી બાર્સેલોના કલબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ગત વર્ષની ચેમ્પિયન બાર્સેલોના આઘાતજનક પરિણામ સાથે બહાર ફેંકાયું હતુ. બાર્સેલોનામાં રમાયેલી બીજા લેગની મેચ ૨-૨થી ડ્રો રહી હતી પણ ચેલ્સીએ તેના હોમગ્રાઉન્ડ પરની પ્રથમ લેગની મેચમાં બાર્સેલોનાને ૧-૦થી પરાજય આપ્યો હતો. જેના પરિણાંમે ટુર્નામેન્ટના નિયમ અનુસાર ચેલ્સીનો ઓવરઓલ ૩-૨ની સ્કોરલાઇનથી વિજય થયો હતો. હવે ૧૯મી મે ના રોજ મ્યુનિચ ખાતે ચેમ્પિયન્સ લીગની ફાઇનલ રમાશે. જેમાં ચેલ્સીનો સામનો સ્પેનિશ કલબ રિયાલ મેડ્રિડ અથવા તો જર્મન કલબ બેયર્ન મ્યુનિચ સામે થશેનોઉ કેમ્પ ખાતે યોજાયેલી હાઇવોલ્ટેજ સેમિ ફાઇનલના સેકન્ડ લેગમાં જીતવા માટે બાર્સેલોનાને બે ગોલના અંતરથી જીતવું જરૃરી હતું. સ્થાનિક ચાહકોના જોરદાર સમર્થન વચ્ચે રમવા ઉતરેલા બાર્સેલોનાએ આક્રમક શરૃઆત કરી હતી અને ૩૫મી મિનિટે સર્જીયો બસ્કેટ્સના ગોલને સહારે ૧-૦થી સરસાઇ મેળવી લીધી હતી. જે પછી મેચની ૪૩મી મિનિટે એન્ડ્રે એનિએસ્તાએ ગોલ ફટકારીને બાર્સેલોનાને ૨-૦થી સરસાઇ અપાવી હતી.
જો કે ચેલ્સીએ ગોલ ફટકારવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને પ્રથમ હાફમાં વધારાના સમયમાં સફળતા મેળવી હતી. મેચની ૪૫મી મિનિટે ફ્રેન્ક લામ્પાર્ડના ક્લાસિક ગોલને સહારે સ્કોર ૧-૨ થઇ ગયો હતો. હાઇ ટેમ્પરામેન્ટ ગેમમાં એલેક્સી સાન્ચેઝ પરના ફાઉલ બદલ ચેલ્સીના જોન ટેરીને રેડ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર મોકલી દેવાયો હતો. પ્રથમ હાફમાં જ આખરી પળોમાં ડ્રોગ્બાએ ફાબ્રેગાર પર કરેલા ફાઉલ બદલ બાર્સેલોનાને પેનલ્ટી મળી હતી. જો કે બાર્સેલોનાનો સુપરસ્ટાર મેસી આસાન ગોલ ફટકારી શક્યો નહતો અને તેની પેનલ્ટી કીક પર બોલ ગોલ પોસ્ટને ટકરાઈને બહાર આવી ગયો હતો.
મેચની અંતિમ પળોમાં ૯૦મી મિનિટે ફર્નાન્ડો ટોરેસે ગોલ ફટકારીને મેચ બરોબરી પર લાવી દીધી હતી અને ચેલ્સીને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. નોંધપાત્ર છે કે ટોરેસે ગત સપ્તાહે જ કહ્યું હતુ કે, ફૂટબોલમાં દરેક વખતે મજબુત ટીમ જ જીતે તેવું નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved