Last Update : 26-April-2012, Thursday

 

ગુજરાતની પુષ્ટિ માર્ગની પ્રાચીન બેઠકો !

શ્રી મહાપ્રભુજીનું પ્રાકટય વિ. સંવત ૧૫૩૫ ના ચૈત્ર વદી ૧૧ ના દિવસે થયું હતું. ભારત અને વિશ્વમાં પુષ્ટિ માર્ગની સ્થાપના દ્વારા જગતને વૈષ્ણવતાનો ઉમદા ફેલાવો શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવનકવન દ્વારા આપ્યો છે. જે જમાનામાં ચાલીને પ્રદક્ષિણાક કરવી મુશ્કેલ હતી. રસ્તાઓ કાંટા, ઝાંખરાવાળા અને વિકરાળ હતા ત્યારે તેઓએ દૈવી જીવોના ઉઘ્ધાર માટે પરિશ્રમ કર્યા. ખુલ્લા ચરણારવંિદે ફર્યા.
જયાં જયાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું તે આજે ‘બેઠકજી’ તીર્થ સ્વરૂપો ગણાય છે.
આ બેઠકજીનો સમય વિક્રમ સંવત ૧૬૪૨ થી ૧૬૯૭ નો ગણાય. આમાં શ્રી ગુંસાઇજીના બેઠક ચરિત્રનો સમાવેશ આવી જાય.
આ બેઠકજીના ચરિત્રો પુષ્ટિ માર્ગમાં આપવાનું શ્રેય શ્રી ગોકુલનાથજીના ફાળે જાય છે. (ગ્રંથ દ્વારા)
આજે ૫૦૦ વર્ષના ગાળામાં લાખો વૈષ્ણવોએ આ બેઠકજીના દર્શન કર્યા છે તે તેની મહત્તા સમજાવે છે. અમુક બેઠકોના રસ્તા આજે કઠિન છે.
વર્ષો પહેલાં બેઠકજીની યાત્રા કઠીન હતી. હવે સુવિધાઓ ક્રમશઃ વધવા લાગી છે.
(૧) સુધા સ્વરૂપ (૨) કૃષ્ણ સ્વરૂપ (૩) ગુઢભાવ રૂપે સ્વામીની સ્વરૂપ (૪) કૃષ્ણાસ્થ (કૃષ્ણ મુખારવંિદ) વૈશ્વોનર સ્વરૂપ તાપાત્મક સ્વરૂપ (૬) લીલા મઘ્યપાતી સ્વરૂપ (૭) આશ્રય સ્વરૂપ સન્મુખ સન્મનુલ્યા કૃતિ વાકપતિ સ્વરૂપ.
આ બેઠકજીમાં જતા ભગવદીયોને સ્વરૂપ -દર્શન થાય છે.
જેમ ૮૪ બેઠકો છે તેમ તેમના પ્રિય સેવકો પણ ૮૪ છે. કહેવાય છે કે પોતાનું સ્વરૂપ પોતાના નિર્ગુણ ભક્તોના હૃદયમાં સ્થાપિત કર્યું છે.
શાસ્ત્રમાં ભકિતના ૮૪ પ્રકારના વર્ણન છે. આનું સૂચન સ્વરૂપે આ બેઠકો પણ છે.
આ બેઠકો આધિદૈવીક સ્વરૂપ આઘ્યાત્મિક સ્વરૂપ અને આધિ ભૌતિક સ્વરૂપની ઝાંખી કરાવે છે.
શ્રી બેઠકજી આઘ્યાત્મિક સ્વરૂપે છે.
શ્રી મહાપ્રભુજી બેઠકમાં આચાર્ય સ્વરૂપે બિરાજે છે. તેથી પવિત્ર જગ્યા છે. ‘હવેલી’ની માફક બેઠકજીમાં જતાં પવિત્રતા જરૂરી છે.
ગુજરાતની બેઠકો
ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ, જંબુસર, સાવલી, ગોધરા, ડાકોર, ખંભાત, અલીણા, તગડી જૂનાગઢ, પ્રભાસ પાટણ, ગુપ્ત પ્રયાગ (જુનાગઢ) દ્વારકા મૂલ ગોમતીજી, મોરબી, નારાયણ સરોવર, સિઘ્ધપુર, ખેરાળુ, માધવપુર (સૌરાષ્ટ્ર નવા-નગર (જામનગર)માં બેઠકો આવેલી છે.
અમદાવાદ ઃ
નરોડામાં બેઠકજી છે. અમદાવાદથી ૧૦ કિ.મી. દૂર છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગોપાલદાસને ઘેર બીરાજતા હતા. નરોડામાં પોતાના ભગવદીય સેવક ગોપાલદાસને ભગવદ સ્વરૂપ પધરાવી આપ્યું હતું. ગોપાલદાસભાઈને પોતાના અલૌકિક સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો. બેઠકની સુંદર જગ્યા છે હરિ ગુરૂ વૈષ્ણવની ટહેલ કરે છે.
વડોદરાના પુષ્ઠપીઠાચાર્ય પૂ. ગો. આરકેશલાલજીના માથે બિરાજે છે. નરોડા જવા માટે દર પાંચ મીનીટે બસની વ્યવસ્થા છે. આ માર્ગને ગોપાલદાસે અનેક પુષ્ટિ કીર્તનોની ભેટ આપી છે.
સુરત ઃ
સુરતમાં તાપી નદીને કિનારે છે. શ્રી તાપીજી (તાપી નદી) કથા શ્રવણ માટે સ્વયં સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી આવ્યાં હતાં. પંખો શ્રી મહાપ્રભુજીને નાખતાં હતાં. ગોપીપુરામાં શ્રી ગુસાંઈજીની બેઠકજી પણ છે.
ભરૂચ ઃ
મૂળ ભરૂચનું નામ ભૃગુકુચ્છ તે વખતે હતું. નર્મદા મૈયાના કિનારે બેઠકજી છે. માયાવાદી પંડિતોને શાસ્ત્રાર્થ કરી જીવોને અહીં શરણે લીધા હતા. નર્મદાજીએ સાક્ષાત પધારી શ્રી મહાપ્રભુજીના અંગનો સ્પર્શ કર્યો હતો.
ગોધરા ઃ
વડોદરા - દાહોદ વચ્ચે ગોધરા આવેલું છે. બસ સ્ટેન્ડ પાસે જ બેઠકજી છે.
ગોકુલ નાથજીના મોટાભાઈજી એ પુષ્ટિ શિક્ષા નામનું સુંદર પુસ્તક લખેલું તે જગ્યા અહીં છે. રાણા વ્યાસના ઘરમાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રી બાલ કૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. રાણા વ્યાસને વેણુ ગીત સંભળાવ્યું હતું.
જંબુસર (ભાનુક્ષેત્ર-ડાભા) ઃ
૨૦ વર્ષની વયે શ્રી મહાપ્રભુજી અહીં પધારેલા. ડાભા ગામ ધનદેવી તળાવડી પાસે હતું. આ ગામ મૂળમાં જાબુવાંત બ્રાહ્મણની માલીકીનું હતું. ઇબ્રાહીમ મહમંદ ખેતર ખેડતા હતા ત્યારે ઝારીજી મળ્યા હતાં. ઇબ્રાહીમ આ જોઇ નાચી ઉઠયો હતો. શ્રી મહાપ્રભુજી રાત્રીએ શ્રી હસ્તમાં માળા ધારણ કરી વિહાર કરે છે તેવી ચમત્કારીક ઘટના અનેકને જોવા મળી છે.
ડાકોર ઃ
ગોમતી તળાવને કિનારે ડાકોરના રણછોડરાય મંદિર સામે બેઠકજી છે. આમ તો આ બેઠક શ્રી હરિરાયજીના બેઠક તરીકે ઓળખાય છે. મૂળમાં હરિરાજીના શિક્ષાપત્રો મૂળ પુષ્ટિ માર્ગીય સેવાક્રમ ચાલતો હતો. હવે તેમાં ફેરફાર દેખાય છે. શ્રી મહાપ્રભુજી પધારેલા તેનો ઉલ્લેખ ગ્રંથોમાં છે.
તગડી ઃ
ધંઘુકા તાલુકાના તગડી ગામમાં આ બેઠકજી છે. રેલ્વે કે બસ દ્વારા જવાય છે. રહેવાની પ્રસાદ લેવાની વ્યવસ્થા છે. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી શિશીરકુમારજી મહારાજ (કાંકરોલી) ના માથે બિરાજે છે.
જૂનાગઢ ઃ
ગિરનાર પર્વતની તળેટીમાં રેવતીકુંડના કિનારે પીપળાના વૃક્ષ નીચે છે.
પ્રભાસ પાટણ ઃ
આ તીર્થમાં તીર્થપતિ સોમનાથ મહાદેવજી સામે બિરાજી કથા કરી છે. શ્રી મહાપ્રભુજીને મહાદેવનો શિષ્ય શરણે લેવા વિનંતી કરે છે. પ્રભાસ પાટણ હિરણ્યા નામની નદી વહે છે. ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો હતો. દેહોત્સર્ગ નામનું ધાર્મિક તીર્થસ્થાન છે.
અહીં જ શ્રી મહાપ્રભુજીની બેઠક બાજુમાં આવેલી છે. વેરાવળમાં મોટી હવેલી પણ છે.
ગુપ્ત પ્રયાગનાં બેઠકજી ઃ
વેરાવલથી - દીવ જતાં ઉના ગામ છે. ઉનાથી દેલવાડા જવાય છે. દેલવાડાથી દોઢ માઇલ દૂર પશ્ચિમ દિશામાં ગુપ્ત પ્રયાગ નામનું સ્થળ છે. અહીં બેઠકજી છે.
માધવપુર ઃ
વેરાવળથી પોરબંદરના રાજમાર્ગ ઉપર માધવપુરમાં બેઠકજી છે. કેશોદ નામના રેલવે સ્ટેશનથી માધવપુર જવાય છે. માધવ રાયજી પ્રભુનું મંદિર પણ છ.
રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણે સજોડે સ્નાન કર્યું તે કુંડ છે.
પંિડતારકજીના બેઠક ઃ
જામનગરથી દ્વારકા જતાં ભાટીયા નામનું રેલ્વે સ્ટેશન છે. ત્યાંથી ચૌદ માઇલ પીંડરા નામના ગામમાં બેઠકજી છે. પીંડતારક તીર્થ પીંડરાથી એક માઇલ દૂર છે.
દ્વારકા ઃ
દ્વારકા તીર્થ સ્થાન છે.
શ્રી મહાપ્રભુજી પોતાની ત્રણેય પરિક્રમા વખતે દ્વારકા પધારેલા છે. દ્વારકાધિશ મહાપ્રભુજીને જોઈ ખુશ થયેલા અને પ્રભુએ આશા કરી હતી કે આ ‘ચાતુર્માસ’માં અહીં જ બિરાજો. શ્રી મહાપ્રભુજીએ ચાર માસ રહી સેવા કરી હતી.
બેટ શંખોદ્વાર ઃ
શંખોદ્વાર બેટમાં શંખ નારાયણ ભગવાને વેણુ ગીતનાં સુબોધિજીનું શ્રવણ કર્યું હતું.
ગોપી તળાવ ઃ
દ્વારકાથી ઉત્તર દિશાએ ચૌદ માઇલ દૂર છે. ગોપી તળાવ છે. તળાવના કિનારે બેઠકજી છે.
શ્રી મૂળ ગોમતાજી ઃ
દ્વારકા અને ગોપી તળાવ ત્યાં ગોમતી વચ્ચે ભાવડા નામનું ગામ છે. તળાવના કિનારે બેઠકજી છે.
જામ ખંભાળિયાના બેઠક ઃ
જામ ખંભાળિયા ગામની બહાર કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજેલા અહીં શ્રી મહાપ્રભુજી પ્રેત ને મોક્ષ આપે છે.
જામનગર ઃ
જામનગરમાં નાગમતી નદીના કિનારે બેઠકજી છે. જામતમાચી રાજાને શ્રી મહાપ્રભુજીએ શરણે લીધા હતા.
મોરબી ઃ
મચ્છુ નદિના કિનારે મોરબી છે. નદીના સામે કિનારે બેઠકજી છે.
નારાયણ સરોવર ઃ
ભૂજથી પશ્ચિમ દિશાએ સો માઇલ દૂર છે. શ્રી નારાયણ સરોવર નવનખી બંદરથી નાવ દ્વારા ગાંધીધામ થઇને ભૂજ જવાય છે. ભૂજથી મોટર દ્વારા નારાયણ સરોવર જવાય છે.
ગુજરાતમાં ખેરાળુ (મહેસાણા જિલ્લો) અને શ્રી સિઘ્ધપુર મહેસાણામાં બેઠકજી છે. ગુસાંઇજીની બેઠકો સાવલી ગોધરા અસારવા (અમદાવાદ) છે. હરિરાયજીની બેઠક ડાકોર, સાવલી જંબુસરમાં છે. આ બધી બેઠકો ૫૦૦ વર્ષ ઉપરની છે. બધી જિર્ણોદ્ધાર માંગી લે છે.
- બંસીલાલ જી. શાહ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved