Last Update : 26-April-2012, Thursday

 
ભક્તિમય જીવન દ્ધારા દિવ્ય જીવનની ઝાંખી...
 

 

ૠષિકેશ ભૂમિના સંત (સ્વ) સ્વામી શિવાનંદ એક સમર્થ સિદ્ધ મુનિ હતા. સમગ્ર જીવન એમણે આત્મકલ્યાણમાં ગાળ્યું અને સૌને એમણે દિવ્ય-જીવનની ઝાંખી પણ કરાવી. દિવ્ય જીવનની ખૂબ સરળ, છતાં પણ સચોટ વ્યાખ્યા એમણે આપી છે. તે કહે છે ઃ ‘ઈશ્વરના હાથા બનીને રહેવું એ દિવ્ય-જીવન છે. દિવ્ય-જીવન માટે સાધના ખૂબ જરૂરી બને છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને તેના તરફથી શ્રદ્ધા- ભક્તિથી આપણું જીવન દિવ્ય બને છે. દિવ્ય જીવનની ઝાંખી કર્યા પછી સંસારની બધી સંપત્તિ વ્યર્થ જણાય છે. બાળક જ્યારે અણસમજુ હોય અને નાનું હોય ત્યારે તેને રમકડાં ખૂબ ગમે છે અને તેના તરફ તેને ખૂબ રૂચિ પણ હોય છે, પણ જ્યારે એ જ બાળક મોટું થાય છે અને તેનામાં પરિપકવતા આવે છે ત્યારે તેને તેજ રમકડાં તુચ્છ જણાય છે. તેનું અજ્ઞાન દૂર થાય છે અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે... એવું આપણા અજ્ઞાનનું. દિવ્ય-જીવનની ઝાંખી થયા પછી, સંસારની માયાનું આવરણ હઠી જાય છે.
દિવ્ય-જીવનનો મર્મ સમજવા જેવો છે. ૠષિઓ અને શાસ્ત્રો કહે છે કે માણસનું અંતિમ ઘ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. પૂ. ગાંધી બાપુ કહેતા કે ‘હું પાણી વિના જીવી શકું પણ ઈશ્વર વિના ન જીવી શકું.’ આવી એમની ઈશ્વર પ્રત્યે પ્રબળ શ્રદ્ધા હતી. પૂ. ગાંધી બાપુ કહેતા ઃ ‘‘સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે તેવો તે અલ્પ બની રહે છે.’’ પ્રભુ ભક્ત સદાય ખૂબ નમ્ર હોય છે. તેનામાં અહંનો છાંટો પણ નથી હોતો. આથી જ પૂ. બાપુ સદાય કહેતા ‘સત્ય એજ ઈશ્વર છે’... સત્ય અને ઈશ્વર જુદા નથી. ‘બ્રહ્મસૂત્ર’નું એક સુંદર સત્યસ્વરૂપ વાક્ય છે ઃ ‘‘અથાતો બ્રહ્મ જિજ્ઞાસા’’ બ્રહ્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય- જિજ્ઞાસા જન્મે, તે પણ સદ્‌ભાગ્ય કહેવાય. ‘બ્રહ્મ’ એટલે જ પરબ્રહ્મ પરમાત્મા- સમગ્ર વિશ્વનો સર્જનહાર. જે સમગ્ર બ્રહ્માંડને નિયંત્રિત રાખે છે.... નિયમબદ્ધ રાખે છે. આવી એક પરમ શક્તિની અનુભૂતિ કરવી, જે અનુભૂતિ સાધકને પરમ શાંતિનો દિવ્ય અનુભવ કરાવે. યાદ રાખવા જેવું પરમ સત્ય તે છે- શાસ્ત્ર પ્રમાણે- પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા અંદર પડેલી જ છે, તેને બહાર લાવવાનો પુરૂષાર્થ કરવો જોઇએ. આ માટે આગળ કહ્યું તેમ જિજ્ઞાસુની જિજ્ઞાસા જ્યારે વઘુ તીવ્ર બને ત્યારે સાધકના અંતરમાં છૂપાયેલી દિવ્યતા બહાર આવે અને તે વઘુ ને વઘુ આ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરે. દિવ્યતા પ્રગટ્યા પછી જે તે વ્યક્તિનું પરિવર્તન થઇ જાય છે. તેનામાં દૈવી ગુણો વઘુ પ્રગટે છે અને આસુરી વૃત્તિઓ અદ્રશ્ય થાય છે. આ કઇ રીતે? સ્વામી શિવાનંદ કહે છે આ માટે સાધકે સત્ય, અહંિસા અને પવિત્રતાને જીવનમાં વણવી પડે. દિવ્યતા ત્યારે જ પ્રગટે જ્યારે મૂલ્યોને જીવનમાં ઉતારાય.
પૂજ્ય મહાત્મા ગાંધી એક સામાન્ય માણસ હતા, પણ જ્યારથી એમને સત્યમાર્ગનો ખ્યાલ આવ્યો ત્યારથી ‘સત્યને’ એમણે જીવનમાં વણી લીઘું. તેઓ શ્રદ્ધાપૂર્વક માનતા કે ‘સત્ય એજ પરમેશ્વર’. આપણું સમગ્ર જીવન સત્યમય હોવું જ જોઇએ. સત્યનો પ્રભાવ જ જુદો હોય છે... જે વ્યક્તિ સત્યમય અને મૂલ્યનિષ્ઠ જીવન જીવે છે, તેનો પ્રભાવ બીજા પર પડે જ. ‘સત્યમય’ જીવન જ વ્યક્તિના જીવનને દિવ્ય બનાવે.
- દિવ્યજીવન માટે ભક્તિમય જીવનની ખૂબ જરૂર છે, જે દ્વારા ભક્તની ભક્તિ વઘુ દ્રઢ બને છે અને તેનામાં રહેલા સદગુણો પણ વિકસે છે, અને આ રીતે તેનું જિતેન્દ્રિય મન ઈશ્વરમય બને છે, જે તેને દિવ્યતા તરફ લઇ જાય છે. આપણા સંતોએ અને શ્રદ્ધાવાન ભક્તોએ આ માર્ગ જ બતાવ્યો છે. યાદ રહે, આમાં કોરી બુદ્ધિ ન ચાલે, તર્ક પણ નહિ, પણ પરમશક્તિમાં શ્રદ્ધાયુક્ત એકરૂપ બનવાની પૂર્ણ તૈયારી... એકલવ્ય જેવી દ્રઢ સંકલ્પ શક્તિ. સંતો અને શાસ્ત્રો કહે છે કે ઈશ્વરનું નિત્ય શ્રદ્ધાપૂર્વક નામ-સ્મરણ કરતા રહી પ્રભુનું પ્રાર્થના કરવાથી પણ દિવ્યજીવનની ઝાંખી કરી શકાય.. એક ક્ષણ એવી આવે જ્યારે દ્રઢ થયેલું તમારું મન પ્રભુના સ્મરણમાં લીન બની જાય અને તમે આજુ બાજુની બધી દુનિયા પણ ભૂલી જાવ... મીરાની જેમ તેણે કહ્યું ઃ ‘‘મને મારો રામજી ભાવે રે, બીજો કોઇ નજરે ન આવે રે...’’ તેને બધે રામ સિવાય કંઇ દેખાતું જ નથી. મહર્ષિ અરવંિદને જેલમાં પણ બધા ‘કૃષ્ણ’ જ દેખાયા! કેમ? એમના જીવનની દિવ્યતાને લીધે એમને સમગ્ર વિશ્વ ઈશ્વરમય જણાયું. અરે, રામકૃષ્ણ તો એમ કહે છે, ‘‘આપણાં દીન-દરિદ્ર બાંધવોની નિઃસ્વાર્થ સેવા એજ ખરેખર પ્રભુ-સેવા છે.. ભક્તિ છે, કારણ કે ઈશ્વર આવા લોકોમાં પણ છે જ!! આ પણ દિવ્ય જીવનનો જ માર્ગ છે- જે તમારા જીવનને ધન્ય બનાવે છે. મોટે ભાગે આપણી પ્રાર્થનામાં દુન્યવી સુખની માગણી જ હોય છે, ‘‘હે પ્રભુ, મને સુખ આપ... બઘું જ સુખ.’’ શું ઈશ્વર નથી સમજતો કે આ માગણીમાં કોરો સ્વાર્થ જ હોય છે. ‘‘આ મલ્યા પછી પણ ઘણા લક્ષ્મીપતિઓ મનના દરિદ્ર બની જતા હોય છે.... આ સાચી ભક્તિ નથી. ‘ગીતા’ અને ‘ઉપનિષદ’ની દ્રષ્ટિએ તો સાચો ભક્ત તે છે કે કોઇ ભોગ્ય પદાર્થની ઈચ્છા વિના અને બીજી કોઇ વસ્તુને જાણવાની ઈચ્છા વિના પ્રભુ ભજનમાં લીન રહેવું, અને ‘આજ મારું કર્તવ્ય છે’ એમ માનીને ભક્તિ કરવી, તે જ્ઞાની ભક્ત કહેવાય. યાદ રહે કે જ્ઞાની ભક્તિમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય હોય છે. આવા ભક્તો ધર્મનિષ્ઠ અને મૂલ્યનિષ્ઠ હોય છે. મહર્ષિ અરવંિદ કહે છે ‘‘દુનિયા પ્રભુનો નાટ્યમંચ છે, તમારા દ્વારા એને જે ખેલ કરવા- કરાવવાના હોય તે કરવા દો.’’ બઘું તેને સોંપો. બઘું તેની ઈચ્છાથી બની રહ્યું છે. રખેને માનતા કે આપણે સંસારથી દૂર થઇને જીવવાનું છે. ના, એમ નહીં. શાસ્ત્રો કહે છે, ‘‘સંસારમાં રહો, તમારે ભાગે જે ફરજ સ્વરૂપે આવે તેનો સ્વીકાર કરો અને સાથે સાથે પ્રભુભક્તિ પણ કરો. પ્રભુથી વિમુખ બનનાર દિવ્યતાના પંથે જઇ શકતો નથી... બસ, તે જન્મોજન્મ અંધકારમાં અથડાય છે. સાચું સુખ તો જીવનને ભક્તિમય બનાવીને દિવ્યપંથે આગળ વધવામાં જ છે. આજ માર્ગે આપણી જીવનયાત્રા મંગલમય બની રહેશે.. જે તેમને દિવ્યતાની ઝાંખી કરાવશે. ।। હરિઃ ૐ ।।
- શશિકાંત લ. વૈદ્ય

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved