Last Update : 26-April-2012, Thursday

 
હું તો આઠ સમા કેરી ઝાંખી કરું રે પ્રભુના દર્શન આઠ સમાના કરવાથી શો ફાયદો ?
 

- ધક્કામુક્કી, પડાપડી, દોડાદોડી થાય છે છતાં મંદિર કે હવેલીમાં લોકો દર્શન કરવા કેમ જાય છે ?

- પ્રભુ રક્ષક, પાલક, પ્રેરક, આપણા શુભેચ્છક, ચંિતક, ફલદાતા અને જનક છે

ઠાકોરજીના દર્શનથી પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. દર્શનથી ચિત્તમાં પ્રસન્નતા જન્મે છે, શ્રઘ્ધા વધે છે. આધિદૈવિક આનંદની પ્રાપ્તિ કરાવે છે. ‘‘પ્રાતસમે શ્રી વલ્લભ સુતકા’’, ઉઠત હિ રસના લિજીયે નામ, આનંદકારી પ્રભુ મંગલાકારા, અશુભ હરન જન પૂરન કામ, ઈહલોક પરલોક કે બંઘુ, કોકહિ સકે તિહાસો ગુણગાન । ‘નંદદાસ’ પ્રભુ રસિક સિરોમનિ, રાજ કરો શ્રી ગોકુલધામ ।। પ્રભુના દર્શન લૌકીક અને પરલોકના બંધનમાંથી મુક્તિ આપી સહાય કરે છે. ‘કૃપા’ એ પ્રભુનો પ્રસાદ છે. કૃપા એ પ્રભુના આશીર્વાદ છે. પ્રભુ કૃપા કરે તો સંસારમાં કોઈ વસ્તુની કામના ન બને. પ્રભુની કૃપા મેળવવા, તેમનું સાંનિઘ્યની જરૂર છે. દર્શન ‘કૃપા’ વધારે.
લૌકીક જગતમાં કોઈને ફેરો ખાઈએ તો તે આભાર વ્યક્ત કરે છે પછી આ તો ‘પ્રભુ’ના દરબારનો ફેરો છે. સફળ કેમ ન બને? જીવ અનન્ય ભાવથી પ્રભુ સાથે એકમય થાય તો જીવન સફળ થઈ જાય. જીવન મંગલમય બને.
પોતાના આરાઘ્ય દેવની ભક્તિ અનન્ય ભાવથી કરવાથી ચંિતામાંથી મુક્તિ મળે છે. ઠાકોરજી પૂર્ણ પુરૂષોત્તમ છે. પુર્ણની ભક્તિ-દર્શન છોડી અન્યત્ર ભટકવાથી શું વળે?
ઘરમાં જો ઠાકોરજી હોય તો, ઘર એક મંદિર બને છે તો મંદિરમાં તો જગતનો નાથ બિરાજે છે. ત્રિભુવનનો નાથ છે.
પ્રભુ પ્રત્યેની ભક્તિ નિષ્કામ હોય અનન્યતાવાળી હોય દ્રઢ શરણાગતિ વાળી હોય, સંપુર્ણ સમર્પણવાળી હોય અને ‘દર્શન’માં સમર્પણ અને પ્રભુ મેળવવાની ઈચ્છા હોય તો પ્રભુ જરૂર ફળ આપે જ. ઠાકોરજીના ચરણારવંિદની ભક્તિ એટલે કથા શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવા મુખારવંિદની ભક્તિ એટલે ભગવદ્‌ સેવાનો પ્રકાર દર્શન એ ભગવદ્‌ સેવાનો પ્રકાર છે. દર્શન ફળ આપે જે તેમાં શ્રઘ્ધા જરૂરી છે.
ગોપીજનોના જેવા સર્વાત્મા ભાવથી પ્રભુની સેવા કરે ત્યારે તે સ્વતંત્ર ભક્તિ કહેવાય. તેમાં ફળની આશા નથી. ખાસ સમજવાની જરૂર છે કે જગતમાં સર્વત્ર સર્વરૂપે શ્રી હરિ જ છે. પ્રભુની ઈચ્છા વિના ઝાડનું પાંદડુ હાલી નથી શકતું. શ્રી હરિ જ તેમની ઈચ્છા મુજબ જ કરે છે. દરેક કાર્ય ધર્મ અને અધર્મનો વિચાર કરીને કરવું. શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખી આ શ્રય કરી દર્શન કરવાં. જીવનની સમવિષમ પરિસ્થિતિમાં તેમનામાં અવિશ્વાસ કરી આશ્રય છોડવો નહિ. શ્રી હરિ જ આખરે અંતે એક માત્ર સહારો છે. સમસ્ત જગત શ્રી હરિને આધિન છે તો શ્રી હરિને આપણે કેમ આધિન ન થવું ? પ્રભુ અલયામી છે વળી વિવેકથી પુર્ણ છે. કોને, કેટલું, ક્યા સમયે ક્યાં આપવું શું લેવું, શું છીનવી લેવું ? એ બઘું જાણે છે પ્રભુ પાસે માંગણીઓનું લીસ્ટ ન મુકાય? આજના માણસો વારંવાર બોલે છે કે ‘જેવી પ્રભુની ઈચ્છા’ પણ પ્રભુને આધીન થવામાં અવગણના કેમ કરે છે?
મદારીની ઈચ્છા પ્રમાણે માંકડું નાચે, માંકડાની ઈચ્છા મુજબ મદારી કંઈ ન કરે તે સમજવાની ખાસ જરૂર છે. હવેલીઓમાં પ્રભુના દર્શન આઠ સમાના થાય છે.
હું તો આઠ સમાની ઠાકોરજીની ઝાંખી કરૂ રે... અષ્ટસમા મા
મંગલા ઃ મંગલાના દર્શન કરવાથી મંગલ આપણું થાય છે. મંગલા મુખી સર્વદા સુખી થાય છે. પ્રાતકાળે મંગલાના દર્શન કરવાથી આખો દિવસ મંગલ બને છે. શુભ થાય છે.
શૃંગાર ઃ શૃંગાર દિવ્યતા આપે છે. પ્રભુના શૃંગાર ચિત્તને પ્રસંદતા આપે છે. ગોલોકધામની અંતે પ્રાપ્તિ કરાવે છે.
ગ્વાલ ઃ ગ્વાલના દર્શનથી પ્રતિષ્ઠા વધે છે.
રાજભોગ ઃ ‘‘રાજભોગ’’ જીવનને તૃપ્તિ આપે છે. ભાગ્યની વૃદ્ધિ કરાવે છે. પ્રભુ કોઈ દિવસે ભૂખ્યા ન સુવાડે એ રાજભોગનો ભાવ છે.
ઉત્થાપન ઃ ઉત્થાપન જીવનને ઉત્થાન તરફ લઈ જાય ઉત્સાહ ઉમંગ વધારે છે.
ભોગ ઃ ભોગ દર્શન પ્રભુમાં ભરોસો વિશ્વાસ ભક્તિ જગાવે છે.
આરતી ઃ આરતી જીવનને તારતી છે. પ્રભુની આરતી આરામ આપે છે. આરતી એ કૃપાનો પ્રસાદ છે.
શયનદર્શન ઃ શયનના દર્શન શાંતિ આપે રાત્રે પ્રભુ જીવની રક્ષા કરે. શયન શાંતિ અર્પે.
પ્રભુના દર્શન કરી મંગલ શરૂઆત કરી માણસે ક્રમ શરૂ કરવો જોઈએ... ‘‘અબ સોંપદિયા ઈસ જીવનકા, સબ ભાર તુમ્હાર’’ હાથો મેં,
હૈ જીત તુમ્હારે હાથોમેં, ઔર હાર તુમ્હારે હાથો મૈં,
મુઝમે તુઝમે બસ ભેદ યહાં, મૈં નર હું તુમ નારાયણ હો.
મૈં હું સંસાર કે હાથોમેં, સંસાર તુમ્હારે હાથો મેં.
પ્રભુનો આધાર જ જીવનમાં ‘ખપનો’ છે લાખો લોકો ડાકોર દર્શન માટે પગપાળા જાય છે. નાથદ્વારામાં દર્શન માટે પડાપડી, ધક્કામુક્કી થાય છે. છતાંય દર્શનીયાઓ પોતાની ‘શ્રઘ્ધા’ ટકાવી રાખે છે.
સંત પુનિતની રસના છે ઃ- તન-મનના તાપ બુઝાવે, હરિશરણે જો આવે, ત્રાસી રહેલા સંસારી સૌ જીવડા, શાંતિના ધોધમાં ન્હાવે, હરિશરણે જો આવે.
પુનિત પ્રભુ કેરૂ શરણું છે એવું.
અભય પદને પામે જો હરિદર્શન જાયે.
‘પરમાત્મા’ શબ્દમાંથી ચોવીસ અવતારા નીકળે છે.
પ = પાંચ
ર = બે
મા = સાડા ચાર
ત્મા = આઠ (અર્ધો)
છેલ્લે સાડા ચાર = ૨૪ આવા ‘પરમાત્મા’ના દર્શન ફળ કેમ ન આપે ?

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved