Last Update : 26-April-2012, Thursday

 

કુંતીએ કહ્યું કે વેરના મઘ્યાહ્‌ને મહાભારત અને અસ્તાચળે કુળનો નાશ નિહાળું છું

- આકાશની ઓળખ

 

આંસુનો સાગર અને અનુભવનો ભંડાર એકસાથે કુંતીમાં વસતા હતા. નારીમાં જેમ જીવનનાં દુઃખો સહન કરવાની શક્તિ છે, એ જ રીતે સુખનાં માર્ગો ખોળવાનું ડહાપણ પણ છે. અપાર મનોમંથન પછી કુંતીએ વિચાર કર્યો કે ગુપ્ત રાખેલા ભૂતકાળને જો એ પ્રગટ કરશે, તો મહા ઉલ્કાપાત સર્જાશે. એક સમયે એનું મન પોતાના શિશુને જોવા માટે કેટલું બઘું તડપતું હતું અને એ જ મન એ તરુણને જોયા પછી કેવો ભાવ અનુભવે છે! જંિદગીની સફરમાં ક્યાં કેવો વળાંક આવે છે, એની કોને ખબર છે? એ વળાંક સુખદ નીવડશે કે દુઃખદ બનશે એનો ય ક્યાં કોઇની પાસે અંદાજ છે!
કુંતીએ વિચાર્યું કે જો એ કર્ણજન્મનું ગુપ્ત રહસ્ય પ્રગટ કરે, તો અધિરથ અને રાધાના જીવનમાં કેવો સન્નાટો છવાઇ જશે! જે બીજને વૃક્ષરૂપે મ્હોરતું જોયું છે, એ વૃક્ષ રાતોરાત અન્યત્ર ક્યાંય ચાલ્યું જાય, તો શું થાય? જેના પર લાકડીના ટેકે ચાલતા વૃદ્ધ અધિરથની જીવવાની સઘળી આશાઓ એક પછી એક આગળ ડગ ભરે છે, એ અધિરથના બુઢાપાનો આધાર સાવ ભાંગી જશે. સાગર શોભે છે એની મર્યાદાથી એ જ રીતે આજસુધી જાળવેલી મર્યાદાનો ભંગ કરવો નથી. જો એ કર્ણનો સ્વીકાર કરે, તો પાંડુપુત્રો એને કઇ રીતે જોશે?
અનરાધાર આંસુ સાર્યા પછી શાંત ચિત્તે ઊંડાણથી જીવનને વિચારનારી કુંતીએ મનમાં ગાંઠ વાળી કે કર્ણના જન્મનું રહસ્ય એ રહસ્ય જ રહેવા દેવું. ભૂતકાળની એ પેટી ખોલવી નથી. ખુદ કર્ણને માટે પણ એ જરૂરી છે.
કુંતીનું ડહાપણ વિચારે છે કે જો એવી જાણ થાય કે કર્ણ એ પાંચેય પાંડવોનો જ્યેષ્ઠ બંઘુ છે, તો સૌથી પહેલી ઘટના એ બનશે કે અહંકારી દુર્યોધન કર્ણ પાસેથી અંગદેશનું રાજ આંચકી લેશે. શકુનિ કેટલાય પ્રપંચો ઘડશે અને પોતાના ભાણેજ દુર્યોધનને માટે હસ્તિનાપુરનું રાજ સંિહાસનનો માર્ગ નિર્વિધ્ન કરશે. બહારથી પાંડુપુત્રો પ્રત્યે અતિ વાત્સલ્ય દાખવતા ઘૃતરાષ્ટ્રના હૃદયમાં પાંડુપુત્રો પ્રત્યેનું જે ઝેર છે, તેનો સ્વાદ વીર કર્ણને પણ ચાખવો પડે!
જીવનની ચડતી પડતીની અનુભવી એવી કુંતી સ્વસ્થ થઇને વિચાર કરે છે કે આજ સુધી હૃદય પર પથરો મૂકીને જીવી છું, તો હવે એ જ રીતે પથરો મૂકીને જીવીશ. માત્ર દૂર રહ્યે રહ્યે સૂર્યપુત્ર કર્ણની કુશળતા જાણતી રહીશ.
એવામાં દ્વાર પર મહાત્મા વિદુર આવે છે અને વિદુરને જોતાં જ કુંતી પોતાના ભૂતકાળને આઘો હડસેલીને એમને આવકારી આસન ગ્રહણ કરવા કહે છે. આવી રીતે અવારનવાર વિદુર પાંડુપુત્રો અને માતા કુંતીને મળવા આવતા હતા અને હસ્તિનાપુરના રાજકારણની ચહલપહલથી એમને વાકેફ કરતા હતા. પાંડુપુત્રો પોતાના પિતાના લધુબંઘુ વિદુર પ્રત્યે ઊંડી આસ્થા ધરાવતા હતા અને એમની નિષ્ઠા માટે અગાધ આદર રાખતા હતા.
વિદુર આવતાં જ પાંડુપુત્રો પણ કુંતી પાસે આવીને બેસી ગયા અને પછી તો રાજકારણની ચર્ચા થવા લાગી. મહાત્મા વિદુરે કુંતીને પૂછ્‌યું,‘ભાભી, શસ્ત્રપરીક્ષાએ તો વિના યુદ્ધે વિવાદ સર્જયો છે. આપને શું લાગે છે?’’
કુંતીએ કહ્યું, ‘મને તો એમાં અમંગળ ભાવિના એંધાણ વર્તાય છે. આજ સુધી પ્રજાને એ જાણ નહોતી કે પાંડવો અને કૌરવો એક નથી. પ્રજા તો એમને એકસોને પાંચ માનતી હતી. સો કૌરવો અને પાંચ પાંડવો. પણ આજે પ્રજાને પહેલીવાર અનુભવ થયો કે પાંડવો અને કૌરવો જુદા છે. એમના મન અને વિચાર જુદા છે. એના પક્ષ સાવ ભિન્ન છે. તક મળે, સામસામા દાવ અજમાવવાનું ચૂકતા નથી.’
યુધિષ્ઠીરે કહ્યું, ‘માતા, આથી તો મેં કર્ણ પ્રત્યે કટુવચનો કહેતાં ભીમને વાર્યો હતો. આવી જીભાજોડી જ ભવિષ્યમાં વેરનાં ઝેરનું વાવેતર કરી જાય.’
ભીમસેને કહ્યું, ‘અરે, કોઇ શાસ્ત્રના નીતિનિયમની વિરૂદ્ધ વર્તે અને આપણે મૌન ધારણ કરીને બેસી રહીએ, તે ન ચાલે, મેં ક્યાં કશી નવી વાત કરી છે? મનમાં તો એટલો ગુસ્સો ચડયો હતો કે આ ગદાથી દુર્યોધનને ભોંય પર એવો પછાડી દઉં કે એ ત્યાંને ત્યાં સદાને માટે સૂઇ જાય.’
માતા કુંતીએ કહ્યું, ‘ભીમ, આવેશ કે ઉત્તેજના એ વેર-ઝેર અને કડવાશનાં વૃક્ષનાં ખાતર-પાણી છે. આટલો બધો આવેશ સારો નહીં અને આવી ઉત્તેજના ઉચિત નથી.’
યુધિષ્ઠીરે કહ્યું, ‘હા, એ વાત પણ સાચી છે કે જેવો અર્જુન ધનુર્ધર છે એવો જ ધનુર્ધર કર્ણ છે. આપણે એના વીરત્વને આદર આપવો જોઇએ.’
કુંતીએ કહ્યું, ‘દુર્યોધને આવા વીરને આદર આપીને એને પોતાના પક્ષમાં લીધો. એના પરિણામનો જરા વિચાર કરો. હવે કર્ણ ક્યારેય દુર્યોધનનો સાથ છોડશે નહીં. એના ઉપકારને કારણે જીવનભર એનો ઓશંિગણ બની રહેશે.
રાજનીતિના જ્ઞાતા મહાત્મા વિદુરે કહ્યું, ‘વૃકોદર, આ આખીય વાતનો જરા ઊંડાણથી વિચાર કર. દુર્યોધન કોઇ દાનેશ્વરી નથી કે જે પ્રસન્ન થઇને કર્ણને અંગદેશનું રાજ્ય આપી દે. જે પ્રજાની સંપત્તિનો પોતાના સ્વાર્થ અને હેતુઓ માટે ઉપયોગ કરે છે એવો દુર્યોધન આવું કરે ખરો? પણ આ તો એણે એક કાંકરે બે પક્ષી માર્યા છે.’
ભીમસેને આશ્ચર્યથી પૂછ્‌યું, ‘કાકા, તમારી વાતનો ભેદ હું સમજી શકતો નથી. એ કઇ રીતે?’
‘એક તો કૌરવપક્ષમાં અર્જુનનો સમોવડિયો કોઇ ધનુર્ધર નથી. આ ધનુર્ધરને પોતાના પક્ષમાં લઇને એણે શક્તિનું સમતોલન સાઘ્યું. બીજું એ કે આ રીતે જાતિ કે વર્ણનો મહિમા કરવાને બદલે યોગ્યતાનો પુરસ્કાર કરીને દુર્યોધને વ્યાપક જનસમૂહમાં અનોખી ચાહના મેળવી.’
ભીમ વિચારમાં પડી ગયો. અર્જુનને આ આખીય યોજનામાં પોતાના વીરત્વ સામે પડકાર સંભળાયો. યુધિષ્ઠિરના મનમાં ભવિષ્યનો સંદેહ જાગ્યો કે કદાચ કૌરવો સામે લડવાનું આવે, તો કર્ણ જ સૌથી મોટો કાંટો બની રહે. આવે સમયે કુંતીએ કહ્યું,
‘રંગમંડપની ઘટનાઓએ મારા મનમાં ઘણી વેદના જગાવી છે. આજે કૌરવ અને પાંડવના વેર ખુલ્લા પડી ગયા. પ્રજાજનોમાં પણ કોઇ કૌરવના પક્ષે, તો કોઇ પાંડવોના પક્ષે રહ્યા. એક બાજુ કૌરવો સાથે કર્ણ, શકુનિ અને અશ્વત્થામાં હતા, તો બીજી બાજુ પિતામહ, ભીષ્મ, ગુરુ દ્રૌણાચાર્ય અને કૃપાચાર્ય હતા. મારે મને આ સારા એંધાણ નથી.’
‘ભાભી, આપની વાત સાચી છે. આજ સુધી એક જ કુંળમાં જન્મેલાઓ કોઇપણ ભોગે સ્વ-કુળ પ્રતિષ્ઠા જાળવતા હતા. રામાયણના રામ અને ભરત એ આ ભારતવર્ષના આદર્શ છે. જ્યાં સત્તા કોઇ ભેદ પાડી શકતી નથી. જ્યાં સંિહાસન કોઇ આકર્ષણ ઊભું કરી શકતું નથી.’
કુંતીએ કહ્યું, ‘વિદુરજી, અહીં તો સત્તા એ જ ભેદનું કારણ છે. આવું ન હોય તો દુર્યોધનના મનમાં ભીમની હત્યાનો વિચાર આવે ખરો? સાચું કહું, ક્યારેક મને એવું લાગે છે કે કોઇ એવો સમય આવી રહ્યો છે કે જ્યાં ભાઇ-ભાઇ વચ્ચેના બંઘુ સમર્પણની કથાઓ ગવાતી નહીં હોય, પરંતુ ભાઇ-ભાઇ વચ્ચેના વેરની વાસ્તવિકતા ઘટનાઓ જોવા મળશે.
‘સાચી વાત છે માતા તમારી. આ માનવીના મન એવાં છે કે સ્વર્ગ સર્જે છે અને નર્ક પણ સર્જે છે. એની ઊંચી ભાવના અને ઇષ્ટ વિચારોથી એ ઊંચુ સ્વર્ગ સર્જે છે અને એની નિકૃષ્ઠ ભાવના અને અનિષ્ઠ વિચારોથી એ નિમ્ન નર્ક સર્જે છે.’યુધિષ્ઠિરે કહ્યું.
વિદુરે કહ્યું, ‘ભાભી, રંગમંડપની ઘટનાઓનો સૌથી દુઃખદ અઘ્યાય એ છે કે કર્ણ સદાને માટે દુર્યોધનનો બની ગયો અને પાંડુપુત્રો સાથે સદાને માટે વેર બાંધી લીઘું.’
‘વિદુરજી, આ ઘટનાથી હસ્તિનાપુરની પ્રજાએ કૌરવો અને પાંડવો વચ્ચેના વૈમનસ્યનો ઉષઃકાળ જોયો છે. એના મઘ્યાહ્ને પરસ્પર કેવું મહાભારત ખેલશે એ વિચારે હું ઘુ્રજી ઊઠું છું અને અંતે કુળનો અસ્તાચળ થાય, તેવું ય બને!
‘ભાભી, તમારા મ્ ાુખે આવા અનિષ્ટ વચનો? જીવનના દુઃખોની કસોટીને જેણે સમજણમાં ફેરવી નાખ્યા છે એવા તમે આવું કહો છો?’
‘હા, દિયરજી, જીવનમાં ઘણું દુઃખ જોયું છે. ઘણી વેદના સહન કરી છે. હસ્તિનાપુરના રાજમહેલમાં જેટલા આનંદથી રહી, એટલા જ આનંદથી યુવાનીમાં વાનપ્રસ્થાશ્રમને માણ્યો છે. પણ હવે એમ લાગે છે કે મારા દુઃખની દિશા બદલાઇ છે.’ (ક્રમશઃ)
- કુમારપાળ દેસાઇ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved