Last Update : 26-April-2012, Thursday

 

પાંડવોની વીર માતા કુન્તીએ ભગવાન પાસે નિરંતર વિપત્તિ અને દુઃખ પ્રાપ્તિની માગણી કરી!

- વિચાર વીથિકા

 

‘વિપદઃ સન્તુ નઃ શશ્વત્‌ તત્ર તત્ર જગદ્‌ગુરો ।
ભવતો દર્શનં ત્યસ્યાદપુનર્ભવ દર્શનમ્‌ ।।’
હે જગદ્‌ ગુરુ! અમારા પર સદાય વિપત્તિઓ જ આવતી રહે, કેમકે આપના દર્શન વિપત્તિમાં જ થાય છે અને આપના દર્શન આ સંસારના દર્શનનો નાશ કરનારા છે. એટલે કે દર્શન આ સંસારના દર્શનનો નાશ કરનારા છે. એટલે કે આપના દર્શન કરે છે તે માનવી સંસારના આવાગમનના ચક્રાવામાંથી છૂટી જાય છે!’ આ શબ્દો છે પાંડવોની માતા કુન્તીના જે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને સ્તુતિ કરતા કહ્યા હતા.
આપણે ત્યાં શાસ્ત્રોમાં પાંચ દેવીઓને ‘નિત્ય કન્યાઓ’ માનવામાં આવી છે એમાં મહારાણી કુન્તી પણ છે. તે વસુદેવની બહેન હતી અને ભગવાન શ્રીકૃષ્ણની ફોઈ. મહારાજ કુન્તિભોજ સાથે એમના પિતાને મિત્રતા હતી. એમને કોઈ સંતાન નહોતું એટલે એમને દત્તક આપવામાં આવ્યા હતા. એ કુન્તિભોજની પુત્રી બન્યા એટલે કુન્તી તરીકે ઓળખાયા. બાળપણમાં તે સાઘુ-સંતોની ખૂબ સેવા કરતા. ઘરમાં જે કોઈ અતિથિ-સાઘુ આવે તેમની ભક્તિભાવથી સેવા-સુશ્રૂષા કરતા. એકવાર એમને ત્યાં મહર્ષિ દુર્વાસા આવ્યા. અને ચોમાસાના ચાર મહિના એમના ઘેર જ રહ્યા. કુન્તીએ તેમની પણ એ જ પ્રકારે સેવા કરી. તેનાથી પ્રસન્ન થઈ ત્યાંથી જતી વખતે દુર્વાસાએ તેમને એક મંત્ર આપ્યો અને કહ્યું - ‘સંતાનની કામનાથી તું જ કોઈ દેવતાનું સ્મરણ કરશે તે એ જ સમયે એના તેજથી તારા પુત્ર રૂપે જન્મશે અને તારો કન્યા ભાવ નષ્ટ નહીં થાય.’
દુર્વાસા મુનિના ગયા પછી કુન્તીએ કિશોર અવસ્થાના કુતૂહલથી એ મંત્ર ઉચ્ચારી સૂર્ય દેવનું આહ્‌વાન કર્યું. એનાથી સૂર્યદેવ પધાર્યા અને એમના તેજથી એક તેજસ્વી બાળક ઉત્પન્ન થયું. કુંવારી માતા થવાના અપયશથી બચવા કુન્તીએ તેને નદીમાં વહાવી દીઘું અને એક સારથિને મળતા તેણે તેને પુત્રરપે ઉછેર્યું. તે જ દાનેશ્વરી કર્ણ. મહારાજ પાણ્ડુ સાથે તેમના લગ્ન થયા. પાણ્ડુ રાજપાટ છોડીને વનમાં ચાલ્યા ગયા. વનમાં જ એમને ધર્મ, ઈન્દ્ર અને પવન દેવના અંશથી યુધિષ્ઠિર, અર્જુન અને ભીમની ઉત્પત્તિ થઈ અને પાણ્ડુની બીજી પત્ની માદ્રીને અશ્વિનીકુમારોના અંશથી નકુળ અને સહદેવ જન્મ્યાં. મહારાજ પાણ્ડુનો સ્વર્ગવાસ થઈ ગયા બાદ માદ્રી એમની સાથે સતી થઈ. એટલે બાળકોની સંભાળ રાખવા કુન્તી જીવિત રહ્યા.
દુર્યોધને પાંચે પાણ્ડવોને લાક્ષાગૃહમાં બાળી નાંખવાનું ષડયંત્ર રચ્યું ત્યારે માતા કુન્તી પણ તેમની સાથે હતા. ભૂગર્ભ માર્ગે તે સહીસલામત નાસી ગયા પછી કુન્તીએ તેમની ખૂબ સંભાળ લીધી હતી અને તેમનામાં સંસ્કાર અને શિક્ષણ સાથે શૂરવીરતાનું પણ સીંચન કર્યું હતું.
કુન્તી દયાળુ હતાં તે સાથે શૂરવીર પણ હતાં. જ્યારે દ્યૂતમાં યુધિષ્ઠિર હારી ગયા અને બાર વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ પછી પણ દુર્યોધન પાણ્ડવોને કશું પણ આપવા તૈયાર ન થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દૂત બની હસ્તિનાપુર આવ્યા. દુર્યોધનને બહુ સમજાવ્યો, પણ તે માન્યો જ નહીં. તેણે સ્પષ્ટ કહી દીઘું ઃ ‘સૂચ્યગ્રં નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ - હે કૃષ્ણ! સોયની અણી જેટલી જગ્યા પણ હું પાણ્ડવોને યુદ્ધ કર્યા વિના નહીં આપું!’ તે પછી શ્રીકૃષ્ણ કુન્તી પાસે આવ્યા અને એમને કહેવા લાગ્યા - હવે આ સ્થિતિમાં તમે તમારા પુત્રોને શો સંદેશ આપવા માંગો છો? તે વખતે માતા કુન્તીએ અત્યંત વીરતાપૂર્વક કહ્યું હતું -
‘યદર્થં ક્ષત્રિયા સૂતે તસ્ય કાલોડયમાગતઃ -
ક્ષત્રિયાણી જે સમય માટે પુત્રનો જન્મ
આપે છે તે સમયે - એટલે કે યુદ્ધ કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે. મારા પુત્રોને કહી દેજો, યુદ્ધમાં શૂરવીરતાથી લડીને તે પોતાનો અધિકાર પ્રાપ્ત કરે.’ આ હતો એક વીરમાતાએ પોતાના પુત્રોને કરેલો આદેશ!
પછી મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. કૌરવોની અઢાર અક્ષૌહિણી સેનાનો સંહાર થયો. ઘૃતરાષ્ટ્રના સો પુત્રોનું મરણ થયું. ગાંધારી પુત્રહીન બની ગઈ. તે રડતી રડતી યુદ્ધ મેદાન પર ગઈ. કુન્તી તેમને સમજાવીને ત્યાંથી લઈ ગયા. એને સાંત્વન આપ્યું અને ધીરજ બંધાવી. કુન્તીએ સદાય દુઃખ વેઠ્યું. એમના જીવનમાં વિપત્તિઓનો વરસાદ વરસતો જ રહ્યો. એમ છતાં એમણે વિપત્તિને દુઃખરૂપે ન લીધી. તે તો એમ જ માનતા -
‘વિપદો નૈવ વિપદઃ સમ્પદો નૈવ સંપદઃ ।
વિપદ્વિસ્મરણં વિષ્ણોઃ સંપન્નારાયણ સ્મૃતિઃ ।।
વિપત્તિ વાસ્તવમાં વિપત્તિ નથી અને સંપત્તિ સંપત્તિ નથી. ભગવાનનું વિસ્મરણ થવું એ જ વિપત્તિ છે અને એમનું સ્મરણ થયા કરવું એ જ મોટી સંપત્તિ છે.’ આમ કુન્તીને ભગવાનનું વિસ્મરણ કદી થયું નહીં એટલે એ સદાય મનથી સુખી જ રહ્યાં. ભગવાનના સ્મરણને એમણે શ્રેષ્ઠ સંપત્તિ માની લીધી.
- દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved