Last Update : 26-April-2012, Thursday

 
ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી જૈન શાસનની ભક્તિ, જૈન શાસનની પ્રભાવના, જૈન શાસનની ગૌરવગાથાનો ધબકાર
- આંખ છીપ, અંતર મોતી
 

- આચાર્યશ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ પાસે જ્યારે જઈએ ત્યારે કંઈકે કંઈક વાંચતા જ હોય એ વાંચનની છાપ એમના પ્રવચનોમાં ઝળકે.


- આચાર્યશ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ જેવા કડક દેખાતા તેના કરતા બમણી લાગણીશીલ પ્રકૃતિ ધરાવતા હતા. અમે સૌએ લગભગ ચાર ચાતુર્માસ સાથે કર્યા ત્યારે હંમેશા દરેક સમયે સૌની ચંિતા તેઓ કરતા હોય તેવું જોવા મળેલ.

સમય સતત સરકતો રહે છે અને છતાં ય જેની સ્મૃતિ હૃદયમાં હંમેશા પોતાનું સ્થાન જમાવી રાખ તે કદીય વિસરાતા નથી.
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ હૃદયમાં હંમેશા ધબકતી રહે છે.
આચાર્યશ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ એટલે ખમીરવંતુ વ્યક્તિત્વ, જેના રોમરોમમાંથી જૈન શાસનની ભક્તિ, જૈન શાસનની પ્રભાવના, જૈન શાસનની ગૌરવગાથા પ્રગટ થતી જોવા મળે.
આચાર્યશ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ પાસે જ્યારે જઈએ ત્યારે કંઈકે કંઈક વાંચતા જ હોય એ વાંચનની છાપ એમના પ્રવચનોમાં ઝળકે. આચાર્યશ્રીનું પ્રવચન જિનવાણીથી ઉભરાતું હોય તો સાહિત્યની મનોહર છટા સાથે સૌને સંમોહિત કરતું હોય જે સાંભળે તે ડોલે. તેમની ભાષામાં પડકાર અને ખમીર જોવા મળે. તેમની નિર્ભય વાણી સાંભળીને કોઈનો પણ આત્મા થનગની ઉઠે.
સંવત ૨૦૩૨માં અમે સૌ પાલિતાણા તરફ વિહાર કરવા માટે પાલડીના શાંતિવનમાં મહિમાપ્રભ સૂરી ઉપાશ્રયમાં એકઠા થયા. મને તે સમયના મુનિશ્રી શીલચંદ્રવિજયજીને સાથે જોઈને અપાર ખુશી વ્યક્ત કરતા કહ્યું ઃ ‘સાહિત્યના બે માણસો ભેગા થયા. ભાઈ સંભાળીને રહેજો.’
અમે શરમાયા અને હસી પડ્યાં.
તેમના મુગ્ધ હાસ્યમાં અમારા માટે નર્યા આશીર્વાદ પ્રગટતા હતા.
તગડીમાં પૂજ્યપાદ તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી નંદનસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. અમે ચાર સાઘુઓ તેમના દેહ સાથે બોટાદ પહોંચ્યા. શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજ અને મારા ગુરુ મહારાજ પૂજ્ય દુર્લભસાગરજી મહારાજ વગેેેરે બરવાળા થઈને એક દિવસ પછી બોટાજ પધાર્યા ત્યારે મને પડખામાં લઈને એકદમ રડી પડ્યા. કડક દેખાતા આચાર્યશ્રી લાગણીથી કેટલા છલકાતા હતા તે આવા સમયે સમજાય.
પૂજ્યપાદ નંદનસૂરિજી મહારાજની આજ્ઞાથી મારા ગુરુદેવ પ.પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજીને આચાર્યપદ પ.પૂ. આચાર્યશ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અર્પણ થયું તે સમયે તેમણે કરેલા પ્રવચનનો શબ્દે શબ્દ આજે પણ મને યાદ છે. તે સમયે બિનજરૂરી લોકોએ વિવાદ પેદા કરેલો તેના સંદર્ભમાં તેમણે કહ્યું ઃ ‘જે યોગ્ય વ્યક્તિ છે તેને યોગ્ય પદે પહોંચવામાં વચ્ચે બાધા નાખે છે તે પોતાની અયોગ્યતા પુરવાર કરે છે. યોગ્ય વ્યક્તિ પોતાની ક્ષમતાના જોર પર યોગ્ય પદે પહોંચી જ જાય છે. પેલા લોકો પોતાની અયોગ્યતા પુરવાર કરે છે.’
શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ વગેેેરે આગેવાનોએ આચાર્યશ્રીના પ્રવચનની ખૂબ પ્રશંસા કરી.
આચાર્યશ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ જેવા કડક દેખાતા તેના કરતા બમણી લાગણીશીલ પ્રકૃતિ ધરાવતા હતા. અમે સૌએ લગભગ ચાર ચાતુર્માસ સાથે કર્યા ત્યારે હંમેશા દરેક સમયે સૌની ચંિતા તેઓ કરતા હોય તેવું જોવા મળેલ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજની ઉંમર અને અસ્વસ્થ તબિયતને કારણે શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજ વિહારમાં સતત તેમની ચંિતા કરતા હોય તે સમયના મુનિ શ્રી નંદીઘોષવિજયજીને સૂચના આપેલી કે વિહારમાં શ્રી દુર્લભસાગરસૂરિજી સાથે જ તમારે રહેવું. શ્રી નંદીઘોષવિજયજી પૂજ્ય દુર્લભસાગરજી મહારાજનો હાથ પકડીને હંમેશા વિહારમાં ઘ્યાન રાખે. આવી ચીવટ શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ દરેક માટે જાળવે અને જ્યારે સમય આવે ત્યારે કડક પણ એવા જ થાય.(ક્રમશઃંં)
- આચાર્યશ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved