Last Update : 26-April-2012, Thursday

 
વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજને અક્ષયતૃતિયા કહે છે.

 

વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજને અક્ષયતૃતિયા કહે છે. અક્ષય એટલે કોઈ દિવસ ક્ષય ન પામે તેવી. ઘણા અક્ષયને સર્વદા સત્ય કહે છે. સત્ય તો ફક્ત પરમાત્મામાં છે. પરમાત્મા સત્ય છે. કારણ કે પરમાત્મા અખંડ છે અને સર્વવ્યાપક છે તેથી અક્ષયતૃતિયાને ઇશ્વર તિથી કહેવામાં આવે છે. અક્ષય ત્રીજના દિવસે પરશુરામનો જન્મ માતા રેણુકાના ઉદરે થયો છે તેથી વિષ્ણુ પૃથ્વી પર દુષ્ટનો નાશ કરવા અવતાર લીધો. ભગવાન વિષ્ણુના કુલ ચોવીસ અવતાર થયા છે. આ દશ અવતારોમાં દશ અવતારની ભગવાનથી લીલાના કાર્યો થયા છે.
આ દશ અવતારમાં પરશુરામ એક અવતાર છે અંતમાં નથી સ્વધામ ગયા, નથી તેનું મૃત્યુ થયું. ‘રામચરિત માનસ’ લખ્યું છે. મિથિલામાં સીતાજીના સ્વયંવર વખતે પરશુરામ ધનુષ ભાંગવાના સમાચાર સાંભળી મિથિલામાં આવ્યા. શ્રીરામ- લક્ષ્મણ સાથે પરશુરામનો સંવાદ થયો તે સમયે પરશુરામને સાચું સમજાયું. વિષ્ણુનો રામાવતાર થઈ ચૂક્યો છે પોતા પાસેના ધનુષબાણ શ્રીરામને સોંપી પોતે તપ કરવા મહેન્દ્રાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા. પરશુરામની ગણતરી સાત ચિરંજીવીઓમાં થાય છે. તેઓનું યુગ અથવા કલ્પને અંતે પણ મૃત્યુ થતું નથી. તે સાત ચિરંજીવીઓ છે (૧) અશ્વત્થામા, (૨) બલિરાજા, (૩) વ્યાસજી, (૪) હનુમાનજી, (૫) વિભીષણ, (૬) કૃપાચાર્ય, (૭) પરશુરામ.
સુખી આનંદમય વર્ષગાંઠ ઉજવાય અને જીવન આનંદથી ભરપૂર રહે તે માટે આપણા ૠષિઓએ અક્ષય જીવન રહે તે માટે વર્ષગાંઠના દિવસે ઇષ્ટદેવનું પૂજન કરવું ને પેલા સાત ચિરંજીવીઓના સાત દીપક પ્રગટાવી પૂજન કરવાથી સાત ચિરંજીવી, ચિરંજીવી બનવાના આશીર્વાદ આપશે. સાથે એક વધારે આઠમો વિષ્ણુનો દિપક પ્રકટાવી તેનું પૂજન કરી આશીર્વાદ આપી સો વરસના કરશે કેક કાપવાથી કે મીણવાટો કરી ઠારી નાખવાથી આશીર્વાદ નહિ મળે. ચિરંજીવી હોય તે ચિરંજીવી થવાના આશીર્વાદ આપી શકે. વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજને ચિરંજીવી તિથિ પણ કહે છે. અખા ત્રીજને યુગ આરંભનો વિધિ કહે છે.
‘સ્કન્દ પુરાણ’માં કહ્યુ છે કે, ‘વૈશાખ સમાન કોઈ માસ નથી. સત્યયુગ સમાન કોઈ યુગ નથી, વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી, ગંગાજી સમાન કોઈ તીર્થ નથી.’
એક વખત નારદજી દેશારટણ કરતા કરતા મહારાજ અંબરીષના રાજદરબારમાં આવ્યા. રાજાએ નારદજીનું સન્માન કર્યું ચરણ ધોઈ સર્વએ ચરણામૃત લીઘું. મહામુનિને બેસવા આસન આપ્યું. સમાજનો નિયમ એવો છે કે રાજા સાથે રાજાનું મિલન થાય તો રાજની હદ વધારવાની વાત થાય, સામાન્ય માણસ સાથે સામાન્ય માણસનું મિલન થાય તો સુખ-દુઃખના વાવડ પૂછાય. સંત સાથે સંત મળે જીવ અને પરમાત્માના ભેદ- રહસ્ય ખુલે પણ એક સંત મહાત્મા પુરુષ અને બીજો મહાન જ્ઞાની રાજા બંનેનું મિલન થાય તો જગતના અનેક ભેદો ખુલ્લા થાય. પરમ તત્ત્વને પામવાનો માર્ગ મોકળો થાય છે.
સમય જોઈ રાજા અંબરિષે નારદજીને પ્રશ્ન કર્યો ભગવાન વાસુદેવના વ્હાલા ભક્ત એ બતાવો કે બાર મહિનામાં પુણ્ય મેળવવામાં સિદ્ધિ મેળવવામાં સર્વ શ્રેષ્ઠ કયો માસ ?
નારદજી કહે ઃ હે પુણ્યશાળી રાજા વૈશાખ માસને બ્રહ્માજીએ બાર માસમાં ઉત્તમ માસ તથા સિદ્ધ માસ કહ્યો છે. વૈશાખ માસથી બીજો કોઈ માસ ઉત્તમ નથી. બીજો કોઈ મદદગારી માસ નથી જે મનુષ્ય વૈશાખ માસમાં સૂર્યોદય થયા પહેલા સ્નાન કરે છે, જ્યાં સુધી મનુષ્ય વૈશાખ માસમાં ્‌પ્રાતઃકાલમાં જળમાં સ્નાન નહી કરતો હોય, વૈશાખ માસમાં સઘળા તીર્થો, સઘળા દેવતાઓ તીર્થ સિવાયની નદીઓ પવિત્ર તીર્થો, સરોવરો જ્ઞાનવાપી (કુવા) સર્વજગ્યાએ વહેતી નદીઓમાં આવી સર્વ તીર્થોના જળ આવી વસે છે. તેઓ ભગવાન વિષ્ણુના આદેશથી સૂર્યોદય પહેલા છ ઘડી સર્વ જગ્યાના જળમાં આવીને રહે છે.
વૈશાખ સર્વ શ્રેષ્ઠ માસ છે સાથે સાથે શેષનાગની શૈયા ઉપર સૂતેલા વિષ્ણુને અતિ પ્રિય માસ છે. દાન દેવાના સર્વસ્થાનોમાં દાન આપવાથી જે પુણ્ય મળે છે પૃથ્વી ઉપરના સર્વ તીર્થની યાત્રા કરવાથી જે પુણ્ય મળ ેેછે તે સઘળુ પુણ્ય એક પલ્લામાં રાખ્યે બીજી બાજુ વૈશાખમાં એક જ દિવસના સ્નાનના પુણ્ય હજારો ગણું પુણ્ય આપનાર સાબિત થાય છે.
જે માણસને સ્નાન પુણ્ય મળે તે કરતા વૈશાખ માસમાં એક ગામથી બીજે ગામ કાયમી જતા વટેમાર્ગુ માટે પાણીનું પરબ બનાવી આપે છે તે માણસ તમામ પુણ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. વિષ્ણુ તેને પોતાને વૈકુંઠલોક રાખે છે. વૈકુંઠમાં તે મનુષ્ય ઉંચી પ્રતિષ્ઠા મેળવે છે. પ્યાઉ (પરબ) કરવાથી દેવતાઓની પિતૃની તથા ૠષિ- મુનિઓની તરફથી અત્યંત પ્રીતિ મળે છે.
વૈશાખ માસમાં આઠ વાતનો ત્યાગ કરવાનું કહ્યું છે. ૧. શરીર ઉપર તેલ ન ચોળવું, ૨. દિવસનું શયન ન કરવું, ૩. કાંસાના પાત્રમાં ભોજન ન કરવું, ૪. ખાટલા ઉપર સૂવું નહિ, ૫.માંસ વગેરે ખાવું નહિ, ૬. દિવસમાં બે વખત ભોજન કરવું નહિ, ૭. રાત્રિએ ભોજન કરવું નહિ- આટલી વસ્તુનો વૈશાખમાં ત્યાગ કરવો. તે આરોગ્ય માટે અતિ મહત્ત્વનું છે. વૈશાખમાં નદીમાં સ્નાન કરવું અતિ મહત્ત્વનું છે જ નદી સમુદ્રગામી એટલે સીધી સમુદ્રને મળતી હોય સમુદ્ર સાથે સંગમ કરતી હોય તે સર્વ નદી સ્નાનને યોગ્ય છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved