Last Update : 26-April-2012, Thursday

 
ભગવાનની કૃપા સહેલાઇથી મેળવવાનો માર્ગ પુષ્ટિમાર્ગ !

પુષ્ટિ માર્ગ એટલે ભગવત કૃપાનો માર્ગ !
ઠાકોરજી જીવનું કલ્યાણ કરવા સામે દોડી આવે છે તે પુષ્ટિ માર્ગ !
પુષ્ટિ એટલે કૃપા. કૃપા વીના ચાલે જ નહિ. સંસારની નૈયા ચલાવવા ભગવાનની કૃપા જરૂરી છે. પ્રભુની કૃપા ન હોય તો કંઈ બને નહિ.
પુષ્ટિ માર્ગ આવો કૃપાનો માર્ગ છે.
એક વખત તમોએ ઠાકોરજીનું શરણ આશ્રય સ્વીકારો એટલે ચંિતા કરવાની જરૂર નથી આ માર્ગમાં ફક્ત ઠાકોરજીનું જ બાલકૃષ્ણલાલનું શરણ સ્વીકારી તેમને જ વળગી રહેવાનું હોય છે. દોરા, ધાગા અન્ય દેવ-દેવીઓનું આ માર્ગમાં સ્થાન નથી.
વંદન-પ્રણામ દેવદેવીઓને થાય પણ શરણ શ્રીજીબાવાનું જ રખાય એકને ભજો અન્યને આદર આપો.
હ્ય્ઝઢટ્રર્ંથ હ્ય્છશ્ન ેંઝપ્‌ઊંદ્વથ ળળ
ભગવાન (સિદ્ધાંત મુક્તાવલી) ગ્રંથમાં જણાવે છે કે ઠાકોરજી પોતાના પ્રમેય બળથી જ જીવનો ઉદ્ધાર કરે છે.
પુષ્ટિમાર્ગ - કલ્યાણનો માર્ગ છે જનહિતનો માર્ગ છે. ‘સેવા’નો માર્ગ છે. પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે. દાનતા અને વૈષ્ણવતાનો માર્ગ છે. દીન દુઃખી પ્રત્યે કરૂણા રાખો. ગાયોની સેવા કરો. દાન કરો દૈત્ય માર્ગ અપનાવો.
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કદાપિ ફળની આશા ન રાખે ઠાકોરજીની સેવા દ્વારા પ્રભુનો અનુગ્રહ થાય જ - કૃપા અવશ્ય થાય.
અહીં ઠાકોરજીનૈ ચિત્ત-મન અને ઇન્દ્રીયો આપવાની છે. કંઈ માંગવાનું તો છે જ નહિ.
ઠાકોરજી એ જ પુર્ણાનંદ છે અહીં સેવા કરવાથી, આનંદ ના જીવનમાં ફૂવારા પ્રકટે છે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં આસા કરે છે.
પ્રભુ માહાત્મ્યના સાન સહિત સુદ્રઢ અને સૌથી વઘુ સ્નેહ જ્યારે પ્રભુમાં થાય ત્યારે ભક્તિ થઈ કહેવાય.
ઘરમાં રહીને જ પ્રભુની પ્રાપ્તિ થાય છે પ્રભુને ભજવા માટે ઘર છોડવાની ક્યાં જરૂર છે ? દૈનિક જીવન ઠાકોરજીની પ્રસન્નતા માટે કરો પ્રભુ ! જરૂર હાથ પકડી લેશે.
‘મન સદા ઠાકોરજીમાં રાખવું’ એ જ પુષ્ટિ સંદેશ છે. આ કરવાથી જીવનની અહંતા મમતા છૂટી જશે.
પુષ્ટિ માર્ગ એટલે ભારતીય સંસ્કૃતિની અસ્મીતાની સ્નેહની ધારા વહેવડાવાનો માર્ગ. પુષ્ટિ માર્ગના મહાન આચાર્ય શ્રી ગુસાંઈજી એ રાષ્ટ્રને હવેલી સંગીત. અષ્ટસખાના ૨૦,૦૦૦ પદો દ્વારા આપ્યું છે. અષ્ટસખા આજે વ્રજ ભાષાનું ઘરેણું બન્યું છે. ‘રાગ’નો સંગીતના પ્રાધાન્યમાં પ્રચાર કર્યો છે. ચિત્રકલા પીંછવાઈ અને હસ્ત ચિત્રો દ્વારા વ્યાપક રાષ્ટ્રમાં ફેલાવો કર્યો છે. કીર્તન અન્નકુટ અને કુનવાટા રાજભોગ દ્વારા અનેક સામગ્રી દ્વારા નવીન પાક શાસ્ત્ર, સમાજને અર્પણ કરેલું છે. ઉત્સવોનો મહિમા સમજાવ્યો છે.
પુષ્ટિમાર્ગના વૈષ્ણવો ઉત્તમ ભોગ દ્વારા પ્રભુને સાત્વિક સામગ્રી ધરાવે છે. પ્રભુની સેવામાં ઉત્તમ સામગ્રી જ ધરાવાય છે.
વૈષ્ણવને મોક્ષમાં રસ નથી તે તો ઠાકોરજીની ઉત્તમ સેવા સદાય ઇચ્છે છે પોતાના ઘરમાં જ બિરાજતા ઠાકોરજી એ જ તેનું સર્વસ્વ છે ઘરના ઠાકોરજીને તે પોતાનું ‘ગોકુળ’ માને છે આજ તેનું વ્રજ છે.
પુષ્ટિમાર્ગ સમસ્ત સમાજની રક્ષા કરી છે શુદ્રો પણ વૈષ્ણવો બન્યા છે. અહીં કોઈ જ્ઞાતિ ભેદ નથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય અનેક લોકોને બ્રહ્મ સંબંધ આપી દીક્ષા આપી છે. શ્રી મહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો તમામ જ્ઞાતિમાંથી આવેલાં છે.
સાચો સમાજવાદ શ્રી મહાપ્રભુજીએ વર્ષો પહેલાં સ્થાપિત કર્યો છે, તે કળિયુગના સાચા સમાજ સુધારક બન્યા છે.
આ માર્ગને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાંઇજી શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજી જેવા આચાર્યોએ શણગારી ભારતને સાચો વૈષ્ણવધર્મ કયો છે તેની જાણકારી આપી છે.
શ્રી કૃષ્ણઃ શરણં મમ
આ અષ્ટાક્ષર મંત્ર આ માર્ગનો મુળ મંત્ર છે.
આ મંત્ર સર્વ મંગલ કરનારો છે.
આ મંત્રની માળા કરનારનો ભવસાગર પાર થાય જ અંતે પ્રભુ ગોલોકધામમાં નિવાસ કરાવે તેને યમની યાતના સ્વીકારવી ન પડે. પ્રભુ અંતે પાર્ષદોને મોકલે છે.
પુષ્ટિમાર્ગમાં ભગવાન કૃષ્ણે જે શરણાગતિનો માર્ગ અર્જુનને બતાવ્યો તે મુખ્ય છે. પ્રભુની શરણાગતિ એજ તરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. મહાપ્રભુજી પણ એ જ કહે છે કે બઘું છોડી શ્રીજીબાવાનું શરણ સ્વીકારો તે તમારા યોગશ્રેમની ચંિતા જરૂર કરશે. ભગવાનને જે ગમે જે રીતે ઠાકોરજી પ્રસન્ન થાય તેમ વર્તવું. હ્ય્ઝઢદ્વહલ્શપ્ છિંદ્વલ્હ્લ ળળ પ્રભુને અનુકૂળ થઈને રહેવું.
પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીના વંશમાં બિરાજતા ગોસ્વામી વંશજો જ ગુરૂસ્થાને છે અન્ય કોઈને ગુરૂ ન બનાવવા ‘બ્રહ્મસંબંધ’ની દીક્ષા તેઓની પાસેથી જ લેવાય.
જે સ્વરૂપ પુષ્ટ કરાવી આપે તેજ વૈષ્ણવના ‘ઠાકોરજી’ અન્ય દેવી-દેવને ઘરના મંદિરમાં ન પધરાવાય.
પુષ્ટિ વૈષ્ણવે કંઠી તિલક કરવાં જોઈએ. કંઠી અનિવાર્ય છે. કંઠી સાક્ષાત્‌ ઠાકોરજીનું સ્વરૂપ છે. તેના દર્શનથી લાભ થાય. પુષ્ટિ માર્ગમાં ચિત્તમાં હંમેશ ભગવદ્‌ પ્રેમ સંપાદન કરવો જોઈએ. પછી પ્રેમ આવૃત્ત ચિત્ત સર્વત્ર બિરાજમાન ભગવાનને જાતે જ શોધી લેશે.
બ્રમનો જીવ સાથે સંબંધ એ બ્રમસંબંધ છે. પ્રભુ જીવને એકવાર શરણે લે પછી તેનો કદાપિ ત્યાગ કરતા નથી તે વૈષ્ણવ જીવનને અંત સુધી પડખે રહે છે. જીવના પાંચ દોષોની નિવૃત્તિ થાય છે.
પુષ્ટિમાર્ગ વૈષ્ણવને સદાય નૈતિક ફરજનું ભાન કરાવતો રહે છે.
ધર્મ એટલે જ્ઞાન-કર્મ અને ઠાકોરજીની સેવાનો સરવાળો.
આજ ‘પુષ્ટિધર્મ’ છે. વૈષ્ણવતાનો દિવ્ય સંદેશ પુષ્ટિમાર્ગ આપે છે.

 
Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved