Last Update : 26-April-2012, Thursday

 

અલ્પ કાળના જીવનમાં ભારતના આઘ્યાત્મિક જગતમાં જ્ઞાનનાં અજવાળાં પાથરી જનાર આદિ શંકરાચાર્ય

- વિમર્શ
 

ભારતના આઘ્યાત્મિક જગતમાં લગભગ બારસો વર્ષ પૂર્વે એક તેજસ્વી સિતારાનો ઉદય થયો પણ તે અલ્પકાળ માટે તત્ત્વાલોકને અજવાળીને કાળની ગર્તમાં વિલીન થઇ ગયો. તેણે પાથરેલાં જ્ઞાનનાં અજવાળાં હજુ આજેય તત્ત્વજગતને પ્રકાશિત કરી રહ્યાં છે. બહુમુખી દિવ્ય પ્રતિભા ધરાવતી વ્યક્તિ તે જગદ્‌ગુરુ આદ્ય શંકરાચાર્ય. તેમના જન્મ સમયે ભારતનું આઘ્યાત્મ જગત ઘણું અસ્ત-વ્યસ્ત હતું. લોકો અંધશ્રદ્ધામાં અટવાતા હતા. યજ્ઞોમાં ધર્મને નામે હંિસાએ પ્રવેશ કર્યો હતો. તેવા સમયે લોકોને આશાના કિરણ સમો હોય તો તે પ્રચલિત ભક્તિ માર્ગ હતો.
શંકરાચાર્યનો જન્મ કેરાલામાં પૂર્ણા નદીને કિનારે આવેલા બ્રાહ્મણોના ગામ કાલડીમાં થયો હતો. તેમના દાદા વિદ્યાધિરામ એક કર્મકાંડી બ્રાહ્મણ હતા. તેમના પિતા શિવગુરુ શિવના ઉપાસક હતા. પુત્રપ્રાપ્તિ માટે શિવગુરુએ શિવની આરાધના કરી હતી. કહે છે કે શિવે, શિવગુરુને સ્વપ્નમાં આવીને પૂછ્‌યું હતું કે તારે જ્ઞાની પણ અલ્પ આયુષ્ય વાળો પુત્ર જોઇએ છે કે અજ્ઞાની પણ લાંબા આયુષ્ય વાળો. શિવગુરુએ જ્ઞાની પુત્રની માગણી કરી હતી અને તેમને ત્યાં એવા જ જ્ઞાની પુત્રનો જન્મ થયો. તેના આગમનથી માતા-પિતાને ઘણો આનંદ થયો તેથી તેનું નામ શંકર રાખવામાં આવ્યું.
બાળપણથી જ શંકરની તીવ્ર મેધાની પ્રતીતિ થવા લાગી હતી. જાણે કે તે બાળક જ્ઞાન લઇને જ આવ્યો હતો. સ્હેજમાં તેને ઉપનિષદોના શ્વ્લોકો કંઠસ્થ થઇ ગયા હતા. શ્વ્લોકોનું તે જે તત્ત્વઘટન કરતો તેનાથી પંડિતો પણ આશ્ચર્ય પામતા હતા. પરંતુ આવા સમર્થ પુત્રનું સુખ શિવગુરુના ભાગ્યમાં ઝાઝું ન હતું. શંકર ત્રણ વર્ષનો થતામાં તો તેઓ મૃત્યુ પામ્યા. તેમ છતાંય પરંપરા પ્રમાણે માતાએ શંકરને પાંચમે વર્ષે ઉપનયન સંસ્કાર આપ્યા અને તેનું બ્રહ્મચારી જીવન શરૂ થયું.
નાની વયે વેદો અને ઉપનિષદોના શ્વ્લોકો બોલતા અને તેનું અર્થઘટન કરતા શંકરની કીર્તિ તે પ્રદેશના રાજા સુધી પહોંચી ગઇ અને રાજાએ તેને મળવા બોલાલ્યો. બાળક શંકરનો સામાન્ય દેખાવ જોઇ રાજાને તેની વિદ્વત્તા માટે સંદેહ થતાં શંકરે કહ્યું ઃ ‘‘ભલે હું બાળક રહ્યો પણ મારી સરસ્વતી (વિદ્યા) બાળક નથી. મને અત્યારે પાંચમું વર્ષ ચાલે છે પણ હું ત્રણ લોકનું વર્ણન કરી બતાવીશ.’’ શંકરની વાતોથી અને વિદ્વત્તાથી પ્રભાવિત થયેલા રાજાએ શંકરનું બહુમાન કરીને તેને વિદાય કર્યો. શંકરના બાળજીવનની આસપાસ કેટલીય ચમત્કારિક વાતો ગૂંથાયેલી છે તેમાં એક વખત આપણે ન પડીએ તો પણ તેની અપૂર્વ મેધાશક્તિનો તો સ્વીકાર કરવો જ પડે.
થોડાક સમયમાં તો શંકર સન્યસ્તની દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ પોતાના એક મેવ આધાર સમા શંકરને માતા સંમતિ આપતી નથી. પણ એક દિવસ પૂર્ણા નદીમાં સ્નાન કરતા શંકરનો પગ મગર પકડીને ખેંચવા લાગે છે. તે સમયે શંકર માતાને કહે છે કે જો તું મને સન્યસ્ત લેવાની હા પાડે તો મગર મને છોડી દેશે. અને આ સંજોગોમાં માતા શંકરને સન્યાસી થવા દેવાની હા પડે છે. વાતની તથ્યતામાં આપણે ન પડીએ તો પણ તેમાં શંકરની સન્યાસી થવાની તીવ્ર ઝંખના તો વર્તાય છે. શંકરને સન્યસ્ત લેવાની સંમતિ તો આપી પણ માતામાં મનમાં એક ઈચ્છા રહી જાય છે કે તેની અંત્યેષ્ટિ પુત્ર વિના કોણ કરશે. શંકર માને વચન આપે છે કે તે ગમે ત્યાં હશે ત્યાંથી માના અંત સમયે માની પાસે આવી જશે. શંકરે આ વચન નિભાવ્યું હતું અને મરણશય્યા ઉપર પડેલ માને ઉપદેશ આપી સાન્ત્વના આપી હતી. અને માની અંતિમ વિધિ પણ તેમણે પોતાને હાથે કરી હતી. તે માટે તેમને સાંપ્રત રીત-રિવાજોની સામે પડવું પડ્યું હતું.
શંકર સંન્યાસી થઇને ગુરુની શોધમાં દેશાટને નીકળે છે. નર્બદા કિનારે આવેલી એક ગુફામાં તેમને ગોવંિદાચાર્ય મળે છે. તેમને તેઓ ગુરુપદે સ્થાપે છે. તેમની પાસેથી તેમને ઉપનિષદનાં ચાર સૂત્રો મળે છે ઃ તત્ત્વમસિ; પ્રજ્ઞાન બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ અને અહં બ્રહ્માસ્મિ. જે તેણે સ્થાપેલી ચાર જ્ઞાનપીઠોના મંત્ર તરીકે આપ્યાં હતાં. શંકર પાછળથી પોતે સ્વયં કાંચનકોટિમાં રહે છે ત્યારે તેના મંત્ર તરીકે તેઓ ‘ૐ નત્‌ સત્‌’ રાખે છે.
શંકરના પરમગુરુ (ગુરુનાથ ગુરુ) ગૌડપાદાચાર્ય હતા જેમણે અજાતિવાદનો સિદ્ધાંત પ્રચલિત કર્યો હતો જેના ઉપર બૌદ્ધ ધર્મની અસર વર્તાતી હતી. શંકરને પણ તેમના પ્રતિસ્પર્ધીઓ ઘણીવાર પ્રચ્છન્ન બુદ્ધ કહેતા હતા.
શંકરે ઉપનિષદ આધારિત ‘બ્રહ્મસત્વ - જગન્મિથ્યા’ની ઘોષણા કરતાં કેવલા દ્વૈતના સિદ્ધાતનું પ્રતિપાદન કર્યું. તેને જ્ઞાનીજનોએ વધાવી લીધો. જગત મિથ્યા છે એ કથન સાપેક્ષ છે. શંકરે વ્યવહારિક અર્થમાં જગતનો સ્વીકાર કર્યો છે પણ બ્રહ્મની અપેક્ષાએ તે ક્ષણભંગૂર છે- પરિવર્તનશીલ છે માટે તેને મિથ્યા કહ્યું છે. શંકર કહે છે ઃ બ્રહ્મ એક અને અદ્વૈત છે- ત્યાં શું ઉત્પન્ન થાય અને શું નાશ પામે? કોણ બંધનમાં હોય અને કોણ મુક્ત થાય? આત્મા એક નિરુપાધિક યથાર્થ સત્તા છે એ વેદાન્ત વચનનો શંકરે વિસ્તાર કર્યો. તેમ છતાંય શંકરે ઈશ્વર પ્રણિધાન આવશ્યક માન્યું છે. ભક્તિની મહત્તા સ્વીકારી શંકરે વિવિધ સ્તૂતિઓ અને સ્તોત્રો દ્વારા ઈશ્વરની આરાધના કરી છે.
શંકરાચાર્યે હંિદુ ધર્મનું શુઘ્ધિકરણ કરીને તેને સુવ્યવસ્થિત કર્યો. તે સમયમાં
સમાજમાં અનેક દેવોની પૂજા પ્રચલિત હતી. તેને બદલે તેમણે પાંચ દેવોની પૂજા દાખલ કરી પંચાયતનની વ્યવસ્થા કરી. પંચાયતનમાં તેમણે વૈશ્નવ, શૈવ, શાકત, સૌર અને ગાણપત્ય- એમ પાંચ દેવોની પૂજાનો સમન્વય સાધી બતાવ્યો. આ તેમનું મોટું પ્રદાન છે.
આમ બત્રીસ વર્ષના અલ્પ આયુષ્યકાળમાં ભારતભરમાં ફરીને જ્ઞાનનાં અજવાળાં પાથરી હંિદુધર્મને સુગ્રથિત કરી, પાખંડ-વ્હેમ અને હંિસાનો ઘ્વંસ કરીને કેવલા દ્વૈતને તત્ત્વજગતના શિખર ઉપર આરૂઢ કરી શંકરાચાર્ય બ્રહ્મલીન થઇ ગયા. આટલા અલ્પ કાળમાં તેમણે ભારતની ચારેય દિશાઓમાં ધર્મનો જે વિસ્તાર કરી કેવલા દ્વૈતનો ઝંડો ફરકાવ્યો તેને તેમનો દિગ્‌વિજય કહે છે. શંકરાચાર્યે જ્ઞાનની જે ગંગા વહેવડાવેલી તેના જળનું પાન કરીને તત્ત્વ જગતમાં આજેય તેની તૃષા છીપાવે છે.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved