પાકિસ્તાનનાં વડાપ્રધાનને 20 સેકન્ડની અનોખી સજા ફટકારાઇ

 

- કોર્ટની અવમાનના માટે દોષિત સાબિત થયા

 

 

- વડાપ્રધાને સહયોગી પાર્ટીઓની બેઠક બોલાવી

 

 

નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2012

 

 

પાકિસ્તાનનાં વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને NRO કોર્ટે અવમાનના કેસમાં દોષિત સાબિત કરતા તેમને કોર્ટ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધીન સજા ફટકારી હતી. જેમાં તેમણે ગણીને 20 સેકન્ડ સુધીની અનોખી સજા મળી હતી. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતાં જ તેમની સજા પૂર્ણ થઇ ગઇ હતી.

 

 

કોર્ટે સજા ફટકારતા તેઓ હવે સંસદના સભ્ય ન રહી શકે. જોકે ગિલાનીને સજાનો ચૂકાદો મળતા તેમણે કહ્યું હતું કે આ સજા યોગ્ય નથી.

 

 

બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાન વડાપ્રધાન ગિલાનીએ સહયોગી પાર્ટીઓની બેઠક બોલાવી છે.

જ્યારે પાકિસ્તાનનાં સૂચના મંત્રીએ જણાવ્યું છે કે કાયદા ઘડનારાઓને જ કાયદા તોડવાનું ટાઇટલ આપી દોષિત કરાર કરવા તે યોગ્ય નથી. દેશના લોકતંત્રનું આ અપમાન છે.