ચિદમ્બરમ રાજીનામુ આપે, પુત્રની તપાસ થાય ઃ સુબ્રમણ્યમ્ સ્વામી

 

- વડાપ્રધાનને પત્ર લખ્યો

 

- ત્રણ પાનાનાં પત્રમાં સીબીઆઇ તપાસમાં પુત્રને આવરી લેવાની અપીલ

 

નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2012

જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મનમોહનસિંઘને એક પત્ર લખ્યો છે કે નાણામંત્રી ચિદમ્બરમની સાથે તેમના પુત્ર કાર્તીને પણ સીબીઆઇ તપાસમાં આવરી લેવામાં આવે. જેનાથી ચકચાર મચી ગયો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ લગાવ્યો છે કે કાર્તી ચિદમ્બરમનો સંબંધ 2G ગોટાળાની દોષિત કંપનીઓ સાથે હતા અને તેનાથી જે નાણાંની કમાણી કરી તે નાણા કાર્તિએ વિદેશ મોકલી દીધા છે.

વડાપ્રધાનને લખેલી ચિઠ્ઠીમાં સ્વામીએ આરોપ લગાવ્યો છે કે કાર્તીની કંપની એડવાન્ટેજ સ્ટ્રેટજિક કંસલ્ટિંગે એરસેલ ટેલિવેન્ચરમાં 26 લાખ રૂપિયા લગાવ્યા હતા. એરસેલ ટેલિવેન્ચર ત્યારથી શિવશંકરનની કંપની હતી. કાર્તીની કંપનીના એરસેલમાં નાણાં લગાવાયાના કેટલાંક મહીનાઓ બાદ જ મલેશિયાની મેક્સિસે એરસેલમાં 4 હજાર કરોડમાં 74 ટકાનો હિસ્સો ખરીદ્યો.