અમદાવાદના એસ.ટી. સ્ટેન્ડ પરથી ૧૯ એપ્રિલના દિવસે માત્ર ત્રણ વર્ષનો બાળક અયાન મળી આવ્યો હતો. તેને પોલીસે મહિપતરામ રૃપરામ આશ્રમમાં મોકલી આપ્યો હતો. બુધવારે આ બાળકના માતાપિતા ફરહાનુદ્દીન અને માતા હીનાબાનુ અમદાવાદ આવી પહોંચ્યા હતા. પોલીસ બાળકની માતાને આશ્રમમાં લઇ ગયા હતા જ્યાં માતાને જોતાં જ અયાન તેની પાસે પહોંચી ગયો હતો. પોલીસે માનવતાને ધ્યાનમાં રાખીને બાળક અને માતાને આશ્રમમાં સાથે રાખ્યા છે. જ્યારે બાળકના પિતા ફરહાનુદ્દીનને બાળકનું બર્થ સર્ટિફિકેટ લેવા માટે રાજસ્થાન મોકલવામાં આવ્યો છે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)