શાઝહાન પદમશીનો નવા લુકમાં દર્શકોએ સ્વીકારતાં અભિનેત્રી ખુશ

 

- પહેલી જ વાર બિકીની પહેરી હોવાથી તે થોડી નર્વસ જરૃર હતી

 

 

- મને નવા નવા અનુભવો લેવા ગમે છે

 

મુંબઇ, તા. ૨૫

 

શાઝહાન પદમશીને કારકિર્દી દરમિયાન પ્રથમ વખત 'હાઉસફૂલ ટુ' માટે બિકિની ટોપ્સ પહેરવાનું કહેતા તે ગભરાઇ ગઇ હતી. ' જેવું મેં સાંભળ્યું કે મારે બિકિનિ ટોપ પહેરવા પડશે ત્યારે મને પોતાને શંકા થઇ હતી. પછીથી મને યાદ આવ્યું કે મૂળ ફિલ્મ 'હાઉસફૂલ'માં સાજીદખાને દીપિકા પદુકોણે અને લારા દત્તાના બિકિનિમાં સુંદર દ્રશ્યો લીધા હતા. પાણીમાં ગીત ગાતા દર્શાવેલું એ દ્રશ્ય ફિલ્મની ' હોટેસ્ટ પળ' સાબિત થઇ હતી.મારું શૂટિંગ પણ સાજીદે એ પ્રકારે જ કર્યું હતું. લોકોને મારો આ દેખાવ ગમ્યો હતો અને હું તેમને આકર્ષી શકી તેનો મને આનંદ છે. જોકે આ દ્રશ્યને અનુરૃપ થવા માટે મેં ં મારા શરીરને સુડોળ કરવા ઘણી મહેનત કરી હતી,'' તેમ શાઝહાન પદમશીએ જણાવ્યું હતું.

 

'' 'દિલ બચ્ચા હૈ જી'માં મને દર્શકોએ સીધી સાદી યુવતીના પાત્રમાં ે જોઇ હતી તેથી તેઓ મને આ નવા અવતારમાં સ્વીકારશે કે નહીં તેનો મને ભય હતો.પરંતુ હવ ેએ ડર મીકળી ગયો છે. ઉપરાંત એક એકટર તરીકે પણ, મારે વિવિધ પાસાઓ પર હાથ અજમાવો જરૃરી હતો. મને નવા નવા અનુભવો લેવા ગમે છે. ''

 

તેનો આ નવો લુક તેને ત્રણ-ત્રણ ફિલ્મ અપાવવામાં મદદરૃપ થયો છે. આઇરોક ફિલ્મસના સિદ્ધાર્થ જૈન જેઓ ' રાગિની એમએમએસ'થી લોકોમાં પરિચિત થયા છે અને તેમની આગામી ફિલ્મ 'રોક ધ શાદી' છે.તેની સાથે શાઝહાને ફિલ્મો સાઇન કરી છે. શાઝહાનની પ્રથમ ફિલ્મ ' ડિસ્કો વેલી' છે જેનું શૂટિંગ આગામી મહિનામાં શરૃ થવાની વકી છે.રસપ્રદ બાબત તો એ છે કે ી હિરોઇન તરીકેની તેની આ પ્રથમ પ્રથમ સોલો ફિલ્મ હશે. '' હા, અને આ એક ગાંડું સાહસ છે,'' એમ શાઝહાન કબૂલે છે. '' આ એક 'ક્યુટ' ફિલ્મ બનશે. જેમાં મિત્રોની ટોળકી ે 'ડિસ્કો વેલી' નામની પાર્ટીમાં જઇ રહી છે.