Last Update : 26-April-2012, Thursday

 

વૉડાફોનના દાવા અંગે નાણા મંત્રાલયની ચોખવટ
હચીસન ડીલ પર વેરો ચુકવવાની નોટિસ વોડાફોનને અપાઈ હતી

આવકવેરા ખાતાએ માર્ચ ૨૦૦૭માં જ વોડાફોનને આ અંગે સલાહ આપી હતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
હચીસન કરારના સંદર્ભે ભરવાપાત્ર ટેક્સ અંગે જાણ કરાઇ નહોતી તેવા વૉડાફોનના દાવાનો જવાબ આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે બ્રિટિશ ટેલિકોમ કંપનીને નોટિસની નકલ પૂરી પાડવામાં આવી હતી.
હચીસન એસ્સારને વૉડાફોને ખરીદી લીધી હતી પણ તે અગાઉ પાંચમી એપ્રિલ, ૨૦૦૭ના રોજ કંપનીએ કરવેરા વિભાગને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ''સંલગ્ન પક્ષોને અમે ચૂકવવાપાત્ર ટેક્સ અંગેની જાણ કરતાં પત્રની નકલ પૂરી પાડી છે.''
વૉડાફોને ગઇકાલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હચીસનને ચૂકવણી કરતી વખતે તંત્ર તરફથી તેને ટેક્સ અંગે કોઇ જાણકારી આપવામાં આવી નહોતી. આ સંદર્ભે નાણા સચિવ આર એસ ગુજરાલની ટિપ્પણીને પણ વૉડાફોને 'ખોટી' ગણાવી હતી. આવકવેરા વિભાગે ૨૦૦૭ના માર્ચ મહિનામાં હચીસન એસ્સાર લી. સાથએની ૧૧.૨ અબજ ડૉલરની ડીલ વખતે કરવેરા રોકી રાખવાની વૉડાફોનને સલાહ આપી હતી. આ કરાર મે ૨૦૦૭માં થયો હતો જ્યારે ટેક્સની માગણી માર્ચ ૨૦૦૭માં કરાઇ હતી.
આવકવેરા વિભાગે માર્ચ ૨૩, ૨૦૦૭ના રોજ મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે આ કરાર દ્વારા ચૂકવવાપાત્ર થતાં ટેક્સના ચોક્કસ આંકડા અંગે વૉડાફોન જૂથ અને હચીસન ટેલિગુ્રપ આવકવેરા કાયદા ૧૯૬૧ની કલમો ૧૯૫(૨) અને ૧૯૭ અંતર્ગત આકારણી અધિકારીને અરજી કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વૉડાફોન યુકેની કંપની છે અને વિભાગે કરવેરાના ચોક્કસ આંકડાના સંદર્ભે હચીસન એસ્સાર લી.ને પત્ર / નોટીસ મોકલી હતી. અને હચિસન એસ્સાર લી.એ પણ સંલગ્ન પક્ષોને તેની નકલો પૂરી પાડી હતી. ટેક્સ અંગે હચીસન એસ્સારને સંપૂર્ણ જાણકારી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved