Last Update : 26-April-2012, Thursday

 
૨૦૧૧ના છેલ્લા ત્રિમાસમાં પણ વિકાસદર ઘટયો
બ્રિટન ફરી મંદીના વમળમાં ઃ વર્ષના પ્રથમ ત્રણ માસમાં જીડીપી માત્ર ૦.૨ ટકા

યુરો ઝોનના ૧૭ દેશોમાં વ્યાપેલી મંદીની અસર બ્રિટન પર ઃ ટ્રેઝરી ચીફ

લંડન, તા. ૨૫
બ્રિટનની ઈકોનોમી ફરી પાછી ડબલ-ડીપ-રિસેશનમાં પડી ગઈ છે. ૨૦૦૯ની મંદી પછીની આ બીજી પ્રચંડ મંદી બ્રિટન ઉપર ફરી વળી છે. આ અંગે આજે પ્રસિદ્ધ થયેલા સત્તાવાર અહેવાલો જ જણાવે છે કે, આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં જ બ્રિટનનું અર્થતંત્ર અચાનક જ મંદીમાં ફસાઈ ગયું છે.
'ધ ઓફીસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ'ના જણાવ્યા પ્રમાણે જીડીપી પ્રમાણે ગણતરીમાં લેવાતું ઉત્પાદન ઘટીને ૦.૨ ટકા જેટલું રહ્યું છે. આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં તે પૂર્વેનાં ચરણ (ક્વોટર) કરતાં ઘટી ગયું છે. ૨૦૧૧નાં છેલ્લાં ચરણમાં પણ તે ઘટયું હતું જે તે સમયે ૦.૩ ટકા જેટલું રહ્યું હતું.
આ સંબંધે નિષ્ણાતો જણાવે છે કે, સતત બે ક્વાર્ટર સુધી કોઈ દેશનું અર્થતંત્ર ઋણાત્મક વિકાસ દર્શાવે તો તે દેશ સત્તાવાર રીતે મંદીમાં ફસાયેલો કહી શકાય. પરંતુ આ વર્ષનાં પહેલાં ક્વાર્ટરમાં થયેલો આ ઘટાડો તો ધાર્યો જ ન હતો. વિશ્વ બજારમાં એવી આશા રાખવામાં આવતી હતી કે, બ્રિટનનું અર્થતંત્ર જે પૂર્વે ૦.૧ ટકાનો જ વિકાસદર દર્શાવતું હતું પરંતુ આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં તો બ્રિટનનું અર્થતંત્ર ફરી બેઠું થઈ શકશે.
એમ.બી. કેપિટલ લંડનના ટ્રેડીંગ ડીરેક્ટર માર્કસ બુલુસે કહ્યું હતું કે, સરકાર અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડને એક જબરજસ્ત આંચકો લાગવાની જરૃર જ હતી, જે તેમને લાગી ગયો છે.
બ્રિટનના નાણાપ્રધાન જ્યોર્જ ઓસ્બોર્નનું કહેવું છે કે, યુરો-ઝોનના ૧૭ દેશોને ઘેરી વળેલી દેવાની કટોકટીને બધે જ બ્રિટનનાં અર્થતંત્રને ફરી બેઠું થવામાં મુશ્કેલી ઊભી થઈ છે અને જણાવ્યું છે કે તેઓ દેશની 'બજેટ-ડેફીસીટ' ઘટાડવાની યોજનાને વળગી જ રહેશે.
આ વર્ષના પહેલા ક્વાર્ટરના આંકડાઓ વિગતવાર તપાસીએ તો, બ્રિટનનાં સૌથી મોટાં સેક્ટર, સર્વિસ સેક્ટરમાં થયેલો માત્ર ૦.૧ ટકાનો વધારો બાંધકામ ક્ષેત્રમાં થયેલા ૩ ટકા અને ઉદ્યોગોમાં થયેલા ૦.૪ ટકાના ઘટાડાને સરભર કરવા માટે ઘણો અપૂરતો છે.
આ સંબંધે 'કેપિટલ ઈકોનોમિક્સ'નાં ચીફ ઈકોનોમિસ્ટ વીકી રેડવૂડે તો તેમ જણાવ્યું છે કે બાંધકામ અંગે કરાયેલી ગણતરીઓમાં જ કોઈ ક્ષતિ રહી હોવાનો સંભવ છે. પરંતુ હું સત્તાવાર માહિતીને એક તરફ પણ મૂકી શકું નહીં તેટલું જ નહીં પરંતુ જીડીપી અંગેનું ચિત્ર સત્તાવાર આંકડાઓ કરતાં વધુ સબળ હોય તો પણ અત્યારે જે થોડી ઘણી પ્રગતિ થઈ રહી છે તે ચાલુ જ રહેશે તેની કોઈ ખાતરી નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved