Last Update : 26-April-2012, Thursday

 
ભારતને સપ્તાહમાં જ પ્રતીકાત્મક જવાબ
પાકિસ્તાને અણુક્ષમતા યુક્ત મિસાઇલ હત્ફ-૪નું કરેલું સફળ પરીક્ષણ

મિસાઇલની પ્રક્ષેપણ શક્તિમાં ૨૫૦ કિલોમીટરનો કરાયેલો વધારો

(પીટીઆઇ) ઇસ્લામાબાદ,તા.૨૫
હવે, પાકિસ્તાને પણ અગાઉની મિસાઇલ રેન્જની પ્રક્ષેપણશક્તિમાં સુધારા કરીને આજે અણુક્ષમતાયુક્ત હત્ફ-૪ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ભારતમાં ગમે ત્યાં રહેલા લક્ષ્યાંક પર નિશાન સાધી શકશે.
પાકિસ્તાની લશ્કરે મિસાઇલની ચોક્કસ રેન્જ જાહેર કરી નથી પરંતુ સૂત્રોના મતાનુસાર હત્ફ-૪ મિસાઇલની પ્રક્ષેપણશક્તિ ૭૫૦ કિલોમીટરથી વધારીને ૧૦૦૦ કિલોમીટર કરાઇ છે.
અણુ અને પરંપરાગત શસ્ત્રોનું વહન કરવા માટે સક્ષમ આ મિસાઇલ ભારતના ઊંડાણના વિસ્તારોમાં લક્ષને પાડી શકશે.
લશ્કરી નિવેદનમાં જણાવાયું છે કે શાહીન-૧ એ તરીકે પણ જાણીતી આ મિસાઇલ હત્ફ-૪નું પરીક્ષણ સફળતાપૂર્વક કરાયું છે. મિસાઇલની રેન્જ અને ટેકનીકલ પરિબળોમાં સુધારા કરાયા છે. મિસાઇલનો ઇમ્પેક્ટ પોઇન્ટ સમુદ્રમાં હતો.
પાકિસ્તાને ભારતને ઠીકઠીક અગાઉથી માહિતી પૂરી પાડીને કહ્યું હતું કે એના પ્રદેશ પર થઇને ઉડનારા વિમાનોને યોગ્ય ચેતવણી આપી છે.
પ્રમુખ અસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ હત્ફ-૪ ના સફળ પરીક્ષણ બદલ વૈજ્ઞાાનિકો તથા લશ્કરી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મહાનિયામક લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) ખાલિદ કિડવાઇ તથા આર્મી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડનાં વડા જનરલ તારિક નદીમ ગિલાની સાથે અન્ય વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ મિસાઇલના પરીક્ષણ વેળા ઉપસ્થિત રહ્યા હતા.
કિજવાઇએ લક્ષ્યાંકને પાર પાડવામાં મિસાઇલની સચોટતા બાબત વૈજ્ઞાાનિકો અને ઇજનેરોને અભિનંદન પાઠવ્યા હતાં.
એમણે જણાવ્યું કે મિસાઇલના સુધારેલા સ્વરૃપથી પાકિસ્તાનની પ્રતીકાર શક્તિ સુગ્રથિત થઇ છે.
ભારતે અત્યંત શક્તિશાળી અણુક્ષમતા યુક્ત મિસાઇલનું ગઇ તા.૧૯ એપ્રિલે પરીક્ષણ કર્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved