Last Update : 26-April-2012, Thursday

 

S&Pએ નેગેટિવ રેટિંગ આપતાં સેન્સેક્સમાં માત્ર આઠ જ મિનિટમાં ૧૫૫ પોઈન્ટનું ગાબડું
ભારતનું કથળતું આર્થિક ચિત્ર ઃ શેરબજાર તૂટયું

વિદેશી ધિરાણ મોંઘું બનશે ઃ નાણાકીય સ્થિતિ ન સુધરે અને રાજકીય વાતાવરણ વધુ બગડશે તો ડાઉનગ્રેડ કરવા ધમકી

(એજન્સી) મુંબઈ, તા. ૨૫
રેટિંગ્સ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારત માટેનું આઉટલુક સ્થિરમાંથી બુધવારે ઘટાડીને નેગેટિવ કર્યું હતું. રાજકોષિય સ્થિતિમાં મંદ સુધારા અને કથળી રહેલા આર્થિક નિર્દેશાંકોને આ માટે કારણભૂત ગણાવાયા છે. બહારી સ્થિતિ કથળવાનું ચાલુ રહેશે તો ભારતની ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કરવાની તક ૩૩ ટકા રહેલી છે એમ રેટિંગ્સ એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી સ્ટાર્ન્ડડ એન્ડ પુઅર્સ (એસએન્ડપી) દ્વારા ભારતના આઉટલૂકને ડાઉનગ્રેડ કરાતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો નિરાશ થઈ જતા તેઓએ આજે રૃા. ૩૪૧ કરોડની વેચવાલી હાથ ધરી હતી.
રાજકોષિય સ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી બે વર્ષમાં ભારતના રેટિંગને ડાઉનગ્રેડ કરવાની પણ એસ એન્ડ પીએ ચીમકી આપી છે. ઈન્વેસ્ટમેન્ટ અને આર્થિક વિકાસ મંદ પડયો છે જ્યારે કરન્ટ એકાઉન્ટ ખાધ વધી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૩માં વિકાસ દર ૫.૩૦ ટકા રહેવાની ધારણાં મૂકી છે. ભારત સરકાર ''પ્રતિકૂળ રાજકીય વાતાવરણ ''નો સામનો કરી રહી છે અને રાજકોષિય ખાધ ઘટાડવાના પગલાં લેવાશે તો રેટિંગ સ્થિર બનાવી શકાશે. રેટિંગ

 

પોલિસી પેરાલિસિસથી ડાઉનગ્રેડિંગઃ ભાજપ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
રાજયસભાના વિપક્ષી વડા અરૃણ જેટલી એ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રના સંકેતો ખરેખર વિચલીત કરી દે તેવા છે. ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ ઘટશે તો તેનાથી આંતર રાષ્ટ્રીય રોકાણ વધુ દુર્ગમ બનશે. સરકારની નિર્ણય લેવાી ક્ષમતાનો અભાવ અને શાસનની અવ્યવસ્થાને કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

S & Pની ચેતવણી અર્થહીનઃ વિશ્લેષકો
મુંબઇ, તા. ૨૫
અર્થશાસ્ત્રીઓએ અને વિશ્લેષણકારોએ પ્રત્યાઘાતી અને સંદર્ભ વિહોણો ગણાવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ઇકોનોમિક રિસર્ચનાં વડા બિન્દ્રા જાગીરદારે જણાવ્યું હતું કે અત્યારે તો કોઇ તાત્કાલિક મુશ્કેલી છે જ નહીં. તે અંગે ચિંતા જરૃર છે પરંતુ અત્યારે તે અંકન (રેટિંગ) અપ્રસ્તુત છે.

 

ભારતના ભાવિ સામે તેની સરકાર જ મોટા અવરોધરૃપઃ મૂડી'ઝ
(પી. ટી. આઈ.) નવી દિલ્હી, તા. ૨૫
ભારતનો વિકાસ થઈ રહ્યો છે પણ તેની ક્ષમતા પ્રમાણે નહીં કારણ કે ભારતમાં અર્થતંત્ર પર રાજકારણનું વજન વધુ છે એમ મૂડી'ઝ એનાલિટિક્સે જણાવ્યું હતું. દેશની સરકાર વેપાર પ્રવૃતિઓ સામે સૌથી મોટી અવરોધક છે. એમ મૂડી'સ એનાલિટીકસ સીનિયર ઈકોનોમિસ્ટ ગ્લેન લેવિને જણાવ્યું હતું. એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતના રેટિંગને સ્ટેબલમાંથી નેગેટિવ જાહેર કર્યા બાદ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે 'ગભરાવાની જરૃર નથી.' સંસદના વર્તમાન સત્રમાં ભારત કેટલાક નાણાંકીય સુધારા પસાર કરવા ધારે છે. સ્થિતિ કદાચ મુશકેલ હોઈ શકે પરંતુ આપણે તેને પહોંચી વળી શકીશું, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ભારત માટેનું આઉટલુક ઘટાડાયા બાદ ભારતના બોન્ડ યીલ્ડસ વધ્યા હતા જ્યારે રૃપિયો અને શેરબજારમાં ઘટાડો થયો હતો.
ભારતના ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડ ૪ બેઝિસ પોઈન્ટ વધીને ૮.૬૩ ટકા થઈ ગયા હતા જ્યારે રૃપિયો ડોલર સામે ઘટીને ૫૨.૬૪ થઈ ગયો હતો જે રેટિંગ આવવા પહેલા ૫૨.૪૮ રૃપિયા હતો. દરમિયાન એસ એન્ડ પીના આ નિર્ણય પર બોલતા અર્થશાસ્ત્રીઓએ સરકારે હવે જાગવાની જરૃર હોવાના મત વ્યકત કર્યા હતા. અર્થશાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે, દેશની નબળી ઋણ સ્થિતિ અને મંદ ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણને જોતાં આમ થવાનું નિશ્ચિત જ હતું. સબસિડી ઘટાડવાના પગલાં લેવામાં સરકાર ફરી નિષ્ફળ ગઈ છે.
અન્ય અર્થશાસ્ત્રી એ. પ્રસન્નાએ જણાવ્યું હતું કે, એસ એન્ડ પીના પગલાંથી મને આશ્ચર્ય નથી થયું. રાજકોષિય સ્થિરતા અને સુધારા માટેની તક ગુમાવી દીધી છે.
એસ એન્ડ પીના આ પગલાંથી હવે સરકાર જાગશે અને નવા સુધારા જાહેર કરશે અથવા જે જાહેર કરાયા છે તેનો અમલ કરશે, એમ સીનિયર ઈકોનોમિસ્ટ અરુણ સિંહે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ફન્ડામેન્ટલ્સ નબળા પડી રહ્યા છે માટે રેટિંગ એજન્સીના આ પગલાંમાં કોઈ આશ્ચર્ય નથી, રૃપિયો અને બોન્ડમાં ઘટાડાને કારણે બજાર પર આની નકારાત્મક અસર જોવા મળી શકે છે એમ અન્ય એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
દરમિયાનમાં ભારતની વધતી જતી રાજકોષીય ખાદ્ય સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ રોકાણના પ્રતિકૂળ બનતા વાતાવરણના મુદ્દાને ધ્યાનમાં લઈને રેટિંગ એજન્સી એસએન્ડપી દ્વારા ભારતના સોવેરીન ક્રેડિટ આઉટલૂકને સ્ટેબલ પરથી ડાઉનગ્રેડ નેગેટીવ કર્યું હતું. આ ઉપરાંત પ્રવર્તમાન સ્થિતિમાં સંખ્યાબંધ કંપનીઓના આઉટલૂકને ડાઉનગ્રેડ કરાતા શેરબજાર પર તેની ગંભીર અસર જોવા મળી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગેવાન કંપનીઓના પરિણામોની જાહેરાતને અનુલક્ષી સામાન્ય વધઘટે અથડાતો હતો. પરંતુ, એસએન્ડપીએ કરેલી જાહેરાતના પગલે સેન્સેક્સમાં ઈન્ટ્રાડે માત્ર આઠ મિનિટમાં જ ૧૫૫ પોઈન્ટનું ગાબડું નોંધાતા તે ૧૭૦૫૨ પર ઉતરી આવ્યો હતો. જે પાછળથી શોર્ટ કવરીંગે બાઉન્સ થયો હતો. વિપ્રોના નબળા ગાઈડન્સની પણ બજાર પર અસર હતી.
ભારતના આઉટલૂકને ડાઉનગ્રેડ કરાતા એફઆઈઆઈના માનસ પર વિપરીત અસર થવા પામી હતી. એફઆઈઆઈએ આજે રૃા. ૨૧૭૬.૬૪ કરોડની ખરીદી કરી હતી અને ૨૫૧૭.૪૮ કરોડની વેચવાલી હાથ ધરતા નેટ રૃા. ૩૪૦.૮૪ કરોડના શેર વેચ્યા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે પણ એફઆઈઆઈએ રૃા. ૮૩૯.૨૦ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved