Last Update : 26-April-2012, Thursday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) તામિલનાડુના કુડનકુલમ ખાતે ૧,૦૦૦ મેગવોટના ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું પ્રથમ યુનિટ વીજઉત્પાદન કરવાની તૈયારીમાં છે ત્યારે તે બધી જ વીજળી રાજ્યને આપવાની માગણી કરતો પત્ર વડાપ્રધાનને જીદ્દીલા મુખ્ય પ્રધાન જયલલિતાએ લખ્યો છે.
(2) નોર્વેમાં ઈમોશનલ ડિસકનેક્ટના વિચિત્ર મુદ્દાનો ભોગ બનીને લગભગ એક વર્ષ સુધી બાળકલ્યાણ કેન્દ્રમાં રહ્યા પછી મુક્ત થઈને દેશમાં પરત આવેલાં બે માસૂમ ભૂલકાં ત્રણ વર્ષના અભિજ્ઞાાન અને એક વર્ષની ઐશ્વર્યાનું તેમની માતા સાગરિકા સાથે લાગણીસભર મિલન થયુ હતું.
(3) દિલ્હીમાં એક કેમિકલ ફેક્ટરીના માલિક પાસેથી રૃા. ૨,૦૦૦ની લાંચ લેવા બદલ ૧૯૮૬માં પકડાયેલા અને ૧૯૯૮માં નિવૃત થયેલા ભૂતપૂર્વ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગુલાબ તુલસિયાનીને ગુનેગાર ઠેરવવામાં ૨૬ વર્ષનો સમય લાગ્યો છે, તેમને સાત વર્ષની સજા ફટકારાઈ છે. Justice delayed, Justice denied.
(4) હાઈ પ્રોફાઈલ ઓનર કિલિંગના કેસમાં મૃતક આરુષીની માતા નૂપુર તલવાર વિવિધ અદાલતો સમક્ષ અરજીઓ કરીને વિલંબની નીતિ અપનાવી રહી હોવાથી તેની રિવ્યુ પિટિશનને કાઢી નાખવા માટે સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી.
(5) દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવા હોય તો પાકિસ્તાનની ધરતી પરથી પેદા થતાં ભારત વિરોધી ત્રાસવાદને ખતમ કરવા માટે કડક પગલા લેવાનું જરૃરી છે તેમ પાકિસ્તાની પ્રમુખ આસિફ અલી ઝરદારીને 'રાબેતા મુજબ' વડાપ્રધાન મનમોહન સિંહે કહી દીધુ હોવાનું સંસદને જણાવાયુ હતું.
(6) ઈન્ફર્મેશન ટેકનોલોજી(આઈટી)માં આપણે કેટલાં આગળ છીએ તેનો નિર્દેશ આપતાં હોય તેમ રાજ્યકક્ષાના આઈટી પ્રધાન સચિન પાયલોટે કહ્યુ હતું કે ૨૦૧૨ના પ્રથમ ત્રણ મહિનામાં કુલ ૧૩૩ સરકારી વેબસાઈટનું હેકિંગ થયુ હોવાનો રિપોર્ટ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસપોન્સ ટીમે આપ્યો છે.

આંતરરાષ્ટ્રીય

(1) લોકોના ઈ-મેઈલ હેક કરીને જોવાના આરોપોનો સામનો કરી રહેલાં બ્રિટિશ મિડિયા મુઘલ રૃપર્ટ મર્ડોક લેવેસન ઈન્કવાયરી સમક્ષ હાજર થયા હતાં અને કેટલાંક બ્રિટિશ વડાપ્રધાનો સાથેની વાતચીત દરમિયાન વેપારી હિતો માટે તેમની તરફદારી માગી હોવાનો ઈનકાર કર્યો હતો.
(2) ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની નીતિમાં અમેરિકાએ કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ તેમને સ્પોન્સર કરનારાઓ ખરેખર તેમને શિક્ષણ માટે મોકલે છે કે પછી તેમને કામે લગાડવા અથવા બીજા કોઈ હેતુ લાવે છે તેની ખાતરી વધારે કરીએ છીએ તેમ માંડ માંડ વિઝા આપતા દેસ અમેરિકાએ કહ્યુ છે.
(3) બ્રિટિશ ઈન્ડિયન બિઝનેસમેન અને બ્રિટિશ ઈન્ડિયન ક્રિકેટર્સની પ્રશંસા કરતાં અશ્વેતોને હવે માણસ ગણતા થયેલા યુનાઈટેડ કિંગ્ડમના પ્રિમિયર ડેવિડ કેમેરુને એવી આગાહી કરી છે યુકેને ભારતીય મૂળના બ્રિટિશ ઈન્ડિયન પ્રાઈમ મિનિસ્ટર આપનારી તેમની કન્ઝર્વેટિવ પાર્ટી પ્રથમ હશે.
(4) નેટીઝન્સ રાજી થાય એવા સમાચાર છે. ગુગલે તેની ગુગલ ડ્રાઈવ ચાલુ કર્યાની ઉજવણીના ભાગરૃપે જીમેઈલના વપરાશકારો માટે સ્ટોરેજ કેપેસિટીને બે તબક્કામાં વધારીને વર્તમાન ૭.૫ ગીગાબાઈટ (જીબી)થી ૧૦ જીબી સુધી લઈ જવાનું નક્કી કર્યુ છે અને ભવિષ્યમાં પણ તેમાં ઉમેરો ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved