Last Update : 26-April-2012, Thursday

 
કામરેજમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં પાંચના મોત

બે તરૃણો, બે યુવાન અને સુરતના એક આધેડનું ટ્રકચાલકોની બેદરકારીભરી ઝડપને કારણે મોત થયા

બારડોલી, બુધવાર
કામરેજ તાલુકામાં વિતેલા ૨૪ કલાકમાં અલગ અલગ ૪ માર્ગ અકસ્માતમાં ૪ યુવાન સહિત ૫ જણાંના મોત નીપજયા હતા. માર્ગ અકસ્માતમાં ટ્રકચાલકોની ઝડપ ૪ જણાં માટે કાળ બની છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કામરેજ તાલુકામાં ચાર માર્ગ અકસ્માતના બનાવ નોંધાયા છે. જેમાં પ્રથમ બનાવમાં આખાખોલ ગામે પારસી ફળિયામાં રહેતા મીતેષ નેરૃભાઇ વસાવા (ઉ.વ. ૧૮) ગતરોજ પોતાની મોટરસાયકલ પર ઘઉંનું દરણું લઇને મિત્ર સુખદેવ ભરતભાઇ વસાવા (ઉ.વ. ૧૭) સાથે ઘલા જવા નીકળ્યા હતા. દરમિયાન ઘલાથી કરજણ જતા રોડ પર ધોરણપારડી ગામની સીમમાં એક ટ્રક ઉભેલી હતી. જે ટ્રકની પાછળ મીતેષ વસાવાએ પોતાની મોટરસાયકલ ઉભી રાખી હતી. તે સમયે સાંજે ૬ વાગે પાછળથી પૂરઝડપે આવેલી ટ્રક (નં. જીટીટી-૬૫૨૬)ના ચાલકે મીતેષ વસાવા અને સુખદેવને ઉભેલી મોટરસાયકલ સાથે અડફટે લેતા મીતષ વસાવાનું સ્થળ પર મોત નીપજયું હતું. જયારે સુખદેવનું સારવાર દરમિયાન આજે બુધવારે સવારે મોત નીપજયું હતું. અકસ્માતના બનાવ અંગે નેરૃભાઇ વસાવાએ ટ્રકચાલક વિરૃદ્ધ ગુનો નોંધાવતા કામરેજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં સુરતના કતારગામ ખાતે રહેતા બાલુભાઇ મોહનભાઇ જસાણી (ઉ.વ. ૫૭) ગતરોજ પોતાની મોટરસાયકલ (નં. જીજે-૫-એસી- ૬૧૬૫) લઇને હીરાના કારખાનાના કારીગરને મુકવા માટે કામરેજ ગયા હતા. કામરેજથી બાલુભાઇ જસાણી કીમ જવા નીકળ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવતી ટ્રક (નં. જીજે-૫-એયુ- ૪૬૬૮)ના ચાલકે કામરેજ ગામની સીમમાં બાલુભાઇ જસાણીની મોટરસાયકલને અડફટે લેતા બાલુભાઇનું સ્થળ પર મોત નીપજયું હતું. જયારે ટ્રકચાલક ટ્રક લઇ ભાગી જતા કામરેજ પોલીસે શોધખોળ શરૃ કરી છે.
ત્રીજા બનાવમાં શામપુરા ગામની સીમમાં શૈલેષભાઇ નગીનભાઇ રાઠોડ પોતાની મોટરસાયકલ લઇને જતા હતા તે સમયે સવારે ૧૧ વાગે સામેથી પૂરઝડપે આવતી સીબીઝેડ મોટરસાયકલના ચાલક સુનીલભાઇ નટવરભાઇ પટેલ (ઉ.વ. ૨૦, રહે. કીમ, હીરાપન્ના સોસાયટી, તા. ઓલપાડ)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કરતા સુનીલભાઇ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
ચોથા બનાવમાં ઘલાગામે ને.હા.નં. ૮થી ઘલા ગામે જતા રોડ પર આજે બુધવારે સવારે ૧૧ વાગ્યાના સુમારે રેતી ભરેલી ટ્રક (નં. જીજે-૭-યુ- ૯૪૯૧)ના ચાલકે પૂરઝડપે હંકારીને ટ્રક પલ્ટી ખવડાવીને ટ્રકચાલક ભાગી ગયો હતો. ટ્રકમાં બેઠેલા મેહુલ માનસીંગ કિશોરી (ઉ.વ. ૧૭) રેતી નીચે દબાઇ જતાં સ્થળ પર મોત નીપજયું હતું. અકસ્માતના બનાવ અંગે કામરેજ પોલીસે ભાગી ગયેલા ટ્રકચાલક વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved