Last Update : 26-April-2012, Thursday

 
વાપીમાં નગરપાલિકાની સામાન્ય સભા ૨૦ મીનીટમાં સમાપ્ત !
વાપીમાં ઠેર-ઠેર પડેલા ખાડા પૂરવાની માંગણી સિવાય કોઇપણ મુદ્દે વિશેષ ચર્ચા વગર ત્રિમાસિક સામાન્ય સભા આટોપી લેવાઇ
વાપી, બુધવાર
વા૫ી નગરપાલિકાની આજરોજ મળેલી ત્રિમાસિક સામાન્ય સભા કોઈપણ જાતની વિશેષ ચર્ચા વિચારણા કર્યા વિના માત્ર ૨૦ મિનિટમાં સંપન્ન થઈ ગઈ હતી. બેઠકમાં વિકાસના જુદા જુદા કામો અંગે ચર્ચા વિચારણા કરાયા બાદ ઠરાવ કરાયા હતા. વિરોધપક્ષના નેતાએ કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ વોર્ડોમાં કામો થવા જોઈએ એમ જણાવ્યું હતું. જયારે ભાજપના એક સભ્યએ વેરા વધારવાને બદલે શહેરમાં ઠેરઠેર ઢાંકણાં વિનાની ગટરો પર ઢાંકણા મૂકવા, રોડ વાઈન્ડિંગ અને ખોદવામાં આવેલા ખાડા પુરવાની કામગીરીને અગ્રિમતા આપવા રજૂઆત કરી હતી.
વાપી પાલિકાના સભાખંડમાં આજે બપોરે ૩ વાગ્યે પાલિકા પ્રમુખ પારૃલબેન દેસાઈની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં સન ૨૦૧૧-૧૨ના રજૂ કરાયેલા વાર્ષિક હિસાબો ચર્ચા કર્યા વિના સર્વાનુમતે મંજુર કરાયા હતા. આ ઉપરાંત પાલિકા હદ વિસ્તારમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ તથા એજન્ડા ઉપરના જુદા જુદા કામો અંગે ચર્ચા બાદ સર્વાનુમતે મંજુર કરી ઠરાવ કરાયો હતો.
આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે પાલિકા પ્રમુખને શાસક અને વિરોધ પક્ષના તમામ સભ્યોના વોર્ડોમાં ભેદભાવ વિના વિકાસના કામો થવા જોઈએ એવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભાજપના સભ્ય હંસરાજ ભાનુશાલીએ વેરા વધારવાને બદલે શહેરમાં ઠેરઠેર ઢાંકણાં વિનાની ગટરો પર ઢાંકણા મૂકવા, રોડ વાઈન્ડિંગ અને ઠેરઠેર ખોદવામાં આવેલા ખાડા પુરવા અંગેની કામગીરીને અગ્રિમતા આપવી જોઈએ અને લોકોને પડતી મુશ્કેલી અંગે ધ્યાન આપવા જણાવ્યું હતું.
પાણી સમિતીના ચેરમેન હાર્દિક શાહે પાણીના થઈ રહેલા દુર્વ્યય અને બુસ્ટર મોટર દ્વારા પાણી ખેચવાની પ્રવૃત્તિને ડામવા મીટર પ્રથા દાખલ કરવા સભામાં દરખાસ્ત કરી હતી. જો કે કોંગ્રેસના સભ્ય પીરૃમકરાણીએ વાપી પાલિકા હદ વિસ્તારનાં લોકોને પુરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળે તો આપો આપ મોટરથી પાણી ખેચવાની પ્રવૃત્તિ બંધ થઈ જશે. સાથે સાથે સભ્યએ વાપી પાલિકાનો પુનરાવર્તિત વિકાસ નકશો તાત્કાલિક તૈયાર કરવા પણ રજૂઆત કરી હતી. પાલિકાની આજરોજ મળેલી ત્રિમાસિક સામાન્ય સભા કોઈપણ જાતની વિશેષ ચર્ચા વિના માત્ર ૨૦ મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved