Last Update : 26-April-2012, Thursday

 

ખુદ મ્યુનિ.ચીફ વિજીલન્સ ઓફિસરને ત્યાં પોલંપોલ!
રાજકોટ મહાપાલિકા ઓફિસમાંથી ફરી દારૃની બોટલો મળતા ચકચાર

શિવમ સિક્યુરિટીને નોટિસ છતાં ઘટનાઃ ચોકીદારે કહ્યું ચાવી બીજો લઈ ગયો, એસ્ટેટ ઓફિસરે કહ્યું બીજા ચોકીદારને આવ્યો એટેક!

રાજકોટ,બુધવાર
બે દિવસ પહેલા સોમવારે જેની સિક્યુરિટી માટે મહાપાલિકા લાખોનુ આંધણ કરે છે તે મ્યુનિ.વેસ્ટઝોન ઓફિસ ખોલીને કોઈએ એસ્ટેટ, ટેક્સ,શોપ વિભાગની અને ખાસ તો મહાપાલિકાના ઈન્ચાર્જ ચીફ વિજીલન્સ ઓફિસરની ઓફિસમાં દારૃની મહેફીલ માણ્યાની ઘટનાનો તાગ હજુ વિજીલન્સ પી.આઈ.ને મળ્યો નથી ત્યાં આજે ફરી આ ઓફિસ પાસેથી દારૃની બોટલો મળતા ચકચાર જાગી છે.
ઘટનાની ગંભીરતા એ છે કે દારૃની પાર્ટી માટેની વસ્તુઓ જ્યાંથી મળી છે ત્યાં મહાપાલિકાના ઓફિસર એમ.એસ.અસોડાને ચીફ વિજીલન્સ ઓફિસરનો ચાર્જ અપાયેલો છે. મતલબ મહાપાલિકા સંબંધી આવી કોઈ પણ ઘટનાની તપાસ પણ તેઓ ઈન્ચાર્જ અને ફીક્સ પગાર પર છે પણ હોદ્દાની રૃએ તેઓ ગેઝેટેડ અધિકારી પી.આઈ.ના પણ સિનીયર છે! આમ છતાં તેમની ઓફિસ પાસે આવું પોલંપોલ અનેક સવાલો ખડા કરે છે.
આ અંગે આ અધિકારીએ જણાવ્યું કે ઘનશ્યામ ઝીંઝુવાડીયા નામના શિવમ એજન્સીના ચોકીદાર પાસે આ ઓફિસની ચાવી રહેતી હોય છે અને તેની નોકરી રવિવારે ૧૦ થી ૬ દરમિયાન હતી ત્યારે કોઈ ઓફિસ ખોલીને બોટલો મુકી ગયું હતું પણ આ ચોકીદારને પુછતા તેમણે બપોરે ચાવી અન્ય ચોકીદારને આપી હતી અને એ ચોકીદારને તો હાર્ટએટેક આવી ગયેલો છે તેમ જણાવાયું છે. અગાઉની દારૃની ઘટના અંગે શિવમ એજન્સીને ગઈકાલે નોટિસ અપાઈ હતી છતાં આજે ફરી ઓફિસ પાસેથી આ દારૃની બોટલ મળી છે.
આ અંગે વિજીલન્સ પી.આઈ.બી.કે.ઝાલાએ જણાવ્યું કે હજુ સુધી દારૃની પાર્ટી કોણે કરી તે નક્કી નથી થયું, પણ કોઈએ બહાર દારૃ પીને બોટલ અહીં મુકી હોય તેવી શક્યતા છે. સિક્યુરીટીની એક એજન્સી બદલીને બીજાને કોન્ટ્રાક્ટ અપાયો છે, એસ્ટેટમાં રૃટીન બદલીને બદલે તેની વાતો શંકાજનક રીતે ચાલી રહી છે તેને આ દારૃ પ્રકરણ સાથે નિસ્બત છે કે નહીં તે પણ તપાસાઈ રહ્યાનું જણાવાયું હતું.
એકંદરે એસ્ટેટ ઓફિસમાં અધિકારીઓ કે કર્મચારીઓએ દારૃની પાર્ટી કરી કે બહાર કોઈએ પાર્ટી કરીને દારૃની બોટલો અહીં મુકી હોય પણ બન્ને નહીં, તમામ રીતે આ ઘટનામાં સિક્યુરિટીના નામે વર્ષે રૃ।.૨ કરોડનું આંધણ કરતી મહાપાલિકાની અતિ ગંભીર લાપરવાહી ખુલ્લી પડી છે. મ્યુનિ.અફ્સરો, પદાધિકારીઓ એ.સી.ઓફિસ બહાર નીકળતા નથી તે કારણે આવું લોલંલોલ ચાલે છે. ખુદ મ્યુનિ.કમ્પાઉન્ડ કે પરિસરમાંથી શ્વાનો પણ નહીં તગેડી શકતા ચોકીદારો માત્ર કાગળ પર જ બોલે છે કે વાસ્તવમાં સ્થળ પર હોય છે તે પણ તપાસનો વિષય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved