Last Update : 26-April-2012, Thursday

 
ગાંધીનગર નજીકના ઉવારસદ ગામમાં
લગ્નના વરઘોડામાં થાંભલો પડતા એકનું મોત ઃ ચાર ઘાયલ

ડી.જે.ના તાલે લોકો ઝૂમી રહ્યા હતા ત્યાં જ ટ્રકે થાંભલાને ટક્કર મારીને દુર્ઘટના સર્જાઇ

ગાંધીનગર,તા.૨૫
ગાંધીનગર નજીકના ઉવારસદ ગામમાં ગઇરાત્રીએ લગ્ન પ્રસંગે વરઘોડો ચાલી રહ્યો હતો ત્યારે લોકો ડી.જે.ના તાલે ઝૂમી રહ્યા હતા. તે દરમ્યાન જ અચાનક જ ડી.જે.ની ટ્રક થાંભલા સાથે અથડાઇ હતી અને થાંભલો નીચે પડતાં ઝૂમી રહેલા યુવાનો ઘવાયા હતા. જે તમામને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર ઘાયલ યુવાનોને સારવાર આપવામાં આવી હતી. આ ઘટના અંગે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.
લગ્નના હરખમાં લોકો મન મુકીને નાચતા હોય છે ત્યારે આવા હરખના પ્રસંગમાં કોઇ કરૃણ ઘટના બની જાય તો લગ્નનો પ્રસંગ ફિકો પડી જાય છે ગઇકાલે આવી જ ઘટના ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં બની હતી. ગઇકાલે રાત્રે ૧૧.૧૫ વાગે ઉવારસદના ખાંટવાસમાં લગ્નનો વરઘોડો ચાલી રહ્યો હતો. તમામ જાનૈયાઓ મન મુકીને નાચી રહ્યા હતા. ડી.જે.ના તાલે એકથી એક થી એક લેટેસ્ટ ગીતોના તાલે સૌ કોઇ આનંદમય ઝુમી રહ્યા હતા. તે દરમ્યાન જ જે ટ્રકમાં ડી.જે. રાખવામાં આવ્યો હતો તે ટ્રક નં. જીજે.૯-વી-૩૬૦૨ થાંભલા સાથે અથડાઇ ગઇ હતી. આ ટક્કરથી થાંભલો નીચે પડતાં ઝૂમી રહેલાં જાનૈયાઓ ઉપર પડયો હતો. તેમાં પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા વરઘોડામાં દોડધામ મચી ગઇ હતી. ઘાયલ યુવાનોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૨૦ વર્ષિય યુવાન મહેશ કાળાજી ઠાકોરનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે ૩૦ વર્ષિય કિરીટ શંભુજી ખાંટ, નવ વર્ષિય નરેશ દશરથજી ઠાકોર, ૧૯ વર્ષિય સંજય બાબુજી ઠાકોર અને દશરથ કનુભાઇ ઠાકોરને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ અડાલજ પોલીસને કરવામાં આવતાં પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.
અને કિરીટભાઇ ખાંટની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved