Last Update : 26-April-2012, Thursday

 
ખેડૂત તરીકેની નોંધણી રદ કરવા કલેક્ટરે હૂકમ કર્યો

ખોટી વારસાઈથી ખેડૂત તરીકે નોંધ પાડી હોવાનું કૌભાંડ બહાર આવતાં તંત્ર ચોંકી ઊઠયું

હિંમતનગર, તા.રપ
સાબરકાંઠા જીલ્લામાં ધરાર બોગસ પુરાવાઓ રજુ કરીને યેનકેત પ્રકારે બોગસ ખેડૂતો બની જનારાઓ સામે થતી ફરીયાદોમાં સરકારી તંત્ર મારફતે છાવરવાના પ્રયાસો થતા હોવાના સામાન્ય માણસના મતને ખોટો ઠરાવતા સાબરકાંઠા જીલ્લાના કલેકટર કચેરીના કેટલાક કર્મચારીઓ થકી છેલ્લા છ વરસમાં અનેક અપીલો મારફતે ચાર-ચાર વખતથી ભરતા નામોથી આખોય પરિવાર ખેડૂત બની બેઠાનુ પુરવાર કરી જિલ્લા કલેક્ટરે નોંધ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા પ્રમાણે હિંમતનગર તાલુકાના હાપા ગામની સીમના સર્વે નંબર ૯૭/૧ ની જમીન અંતર્ગત તા.૧૬-૧૦-૧૯૯ર ના રોજ નોંધ નંબર ૮૭૮ થી વારસાઈ નોંધ પાડી મંજુર કરવમાં આવી હતી. જેમાં શાહ વાડીલાલ નું મુત્યુ થતાં તેમના વારસદાર શાહ રામચંદ્ર વાડીલાલ અને શાહ રામચંદ્ર ગુજરી જતાં તેમના વારસદાર નાનુરામ અને નાનુરામ શાહ ગુજરાતના તેમના વારસદારો અંજનાબેન નાનુરામ, પ્રહલાદ નાનુરામ, ભગવતી નાનુરામ, કમલેશ નાનુરામ મોહનબેન તે નાનુરામ શાહની વિધવા એક કુલ પાંચ વ્યકિતઓના નામો સર્વે નંબર ૯૭/ર માં વારસાઈથી દાખલ કરવમાં આવ્યો હતો. આ નોંધને પગલે જયંતિલાલ વાડીલાલ શાહના પરીવારના કુલમુખ ત્યાર રમેશભાઈ ચોકસી દ્રારા ખોટી વારસાઈ કરવામાં આવી હોવા અંગે અરજી કરતાં આ તપાસ જીલ્લા પુરવઠા અધિકારીને સોંપવામાં આવ્યા બાદ નોંધ નં.૮૯૮ ને રીવીઝનમાં લઈ રદ કરવા અહેવાલ રજુ કર્યો હતો.
આ તપાસ મદદનીશ કલેકટરને સોંપવામાં આવ્યા બાદ તા.૩૦-૧-૦૭ ના પત્રથી હાપા ગામે નોંધ નં.૧૦પ૧ ની પાડેલ વારસાઈ નોંધમાં શાહ વાડીલાલ ડુંગરશીનું મૃત્યુ થતાં શાહ જયંતિલાલ સહિતના પરિવારના કુલ ૭ વ્યકિતના નામો દાખલ કરવમાં આવયા હતા.જયારે અગાઉ પાડેલ નોંધ નંબર ૮૯૮ માં આ પરિવારનો કયાંય કોઈ જ ઉલ્લેખ નથી તથા નોંધ નં૧૦પ૧ માં શાહ વાડીલાલ ડુંગરશીના વારસદાર તરીકે શાહ રમેશચંદ્રનો પણ કયાંય કોઈ ઉલ્લેખ કરવમાં આવ્યો નથી. જેથી હાપા ગામના દફતરે પડેલ નોંધ નંબર ૮૯૮ મોટી અને ગેરકાયદેસરની હોવાનું પુરવાર થતાં તા.૯-૯-ર૦૦૭ ના રોજ હુકમ નં.આર.ટી.એસ./ રીવીઝન/કેશ નં.૪ર/ર૦૦૭ થી નોંધ નંબર ૮૯૮ ને નામજુર કરવાનો હુકમ કરાયો હતો.અગ્રસચિવ મહેસુલ વિભાગને અરજ કરતાં તા.૧૮-૪-૧૧ ના હુકમથી પક્ષકારોને નવેસરથી રજુઆતો કરવા કેશ રીમાન્ડ કરાયો હતો. અને જીલ્લા સમાહર્તાશ્રી જયપ્રકાશ શિવહરે સમક્ષ ફરીથી કેશ ચાલી જતાં હાપા ગામની નમુના નં.૬ ની પડેલ નોધ નં.રર૧ તા.ર૪/૧ર/૧૯/૬૬ પ્રત્યક્ષ કબ્જા આધારે સર્વે નંબર ર૬,૬૦ પૈકી ૬૧,૧,૯૧,૯૩/ર, ૯પ,૯૭/ર,૯૬,૧ર૩ ૧૪૭/ર, ૧પ૦, ૧પર, ૧૮૪, ૪પ૮/ર ૪૮૩ ની જમીન શાહ વાડીલાલ ડુંગરશીનુ અવસાના થતાં વારસાઈની નોંધ નંબર ૮૯૮ ના તા.૧૬-૧૦-૯ર ની પડેલ હતી. જેમાં ફકત સ.નં.૯૭/ર૦.૧૪ ગુ. જમીનમાં વારસાઈની નોંધ પાડવામાં આવી છે તે સિવાય અન્ય સ.નં.ની જમીનમાં વારસાઈની નોંધ પાડવામાં આવી નથી.સામાન્ય રીતે કોઈપણ ખેડૂત ખાતેદારનુ અવસાન થાય ત્યારે ખેડૂત ખાતેદારની માલીકીની તમામે તમામ સર્વે નંબરોની જમીન માટે વારસાઈઓની નોંધો પાડવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં ફકતને ફકત સ.નં.૯૭/ર પુરતીજ નોંધ પાડવામાં આવી છે.તદ્પરાંત નોંધ નં.૧૦પ૧ માં પણ વાડીલાલ ડુંગરશીના વારસદાર તરીકે શાહ રામચંદ્ર વાડીલાલનો ઉલ્લેખ કરાયો નથી. કાયદાકીય રીતે ઉચિત કાર્યવાહી અનુસર્યા સિવાય નોંધ પાડવામાં આવી હોવાનું સ્પષ્ટ થતા જીલ્લા કલેકટરે ખેડૂત ખાતેદાર બનવાની પ્રકિયાને ગેરકાયદેસર કૃત્ય ઠરાવી ગેરકાયદેસર રીતે રેકર્ડના પુરાવા ઉભા કરી વારસદાર તરીકે દાખલ થઈ ખેડૂત બનેલ હોઈ નોંધ રદ કરવા હુકમ કર્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved