Last Update : 26-April-2012, Thursday

 

'સલામત સવારી એસ.ટી. અમારી'
દારૃડીયા ડ્રાઇવરે ચાલીસ મુસાફરોના હોશ ઉડાડયા

દિયોદર અમદાવાદ બસના છાકટા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં અફડાતફડી

દિયોદર,તા.૨૫
દિયોદરથી અમદાવાદ તરફ જતી એસ.ટી.ના ચાલકે દારૃ પીધેલી હાલતમાં જ એસ.ટી.ની કમાન સંભાળતા એસ.ટી.માં મૂસાફરી કરતા ૪૦ મુસાફરોની જીંદગી જોખમમાં મૂકાઈ જવા પામી હતી. ત્યારે દારૃ પીધેલી હાલતમાં ચાલકે કેટલીક વાર સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થતા રહી જતા મુસાફરોએ અધિકારીને ટેલીફોનથી જાણ કરેલ. પરંતુ આ ગંભીર બનાવ બાબતે અધિકારીએ પણ દુર્લક્ષ સેવતા ચાલકને બદલાવવાની કોઈ જ કાર્યવાહી કરેલ નહી. ત્યારે આ ચાલક ને લીધે કોઈ મોટી જાનહાની થઈ હોત તો તેની જવાબદારી એસ.ટી. તંત્ર સ્વીકારે ખરી?
સલામત સવારી એસ.ટી. અમારીના રૃપકડા સૂત્રો મુસાફરોને ખેંચી લાવવા માટે એસ.ટી. તંત્ર તરફથી ઠેર ઠેર લગાવામાં આવ્યા છે. પરંતુ એસ.ટી.માં મુસાફરી કરતા મુસાફરોની સલામતી જોખમાય તે બાબત તરફ દુર્લક્ષતા સેવાય છે. એટલે એસ.ટી.નું સલામતી ને બદલે જોખમી સવારીનું સૂત્ર દિયોદર પંથકમાં ચર્ચીલુ બન્યુ છે.
દિયોદર એસ.ટી. ડેપોનીબપોરે અમદાવાદ તરફ જતી એસ.ટી. બસના ચાલકે દારૃ પીધેલી હાલતમાં એસ.ટી.ની કમાન સંભાળી એસ.ટી. દોડાવેલ ત્યારે આ ચાલકે દિયોદરમાં એક અકસ્માત કરતા સામાન્ય અકસ્માતને મુસાફરોને ગંભીરતાથી લીધેલ પરંતુ દિયોદરથી દશેક કિ.મી. દૂર જતાં જ એસ.ટી. એકાએક બંધ થઈ જતાં એસ.ટી.ના ચાલકનું વર્તન જોઈ મુસાફરોને આ ચાલકે દારૃ પીધેલો હોવાનો ખ્યાલ આવેલ. ત્યારે થોડીવારમાં પ્રાયવેટ વાહનની મદદથી મુસાફરોએ એસ.ટી. શરૃ કરાવી તેના પછી કેટલીકવાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત થતા રહી ગયેલ. તેમજ ચાલકે એક બે વારનો સ્ટેરીંગ છુટુ પણ મૂકી દીધેલ. ત્યારે ચાલકના આ વર્તનથી મુસાફરો હતપ્રભ બની ગયેલ. ત્યારે આ પૈકીના દિયોદરના વહેપારી ભાર્ગવ ઠક્કરે ચાલકના અધિકારીને ટેલીફોનથી ફરીયાદ કરતા અધિકારીએ પાટણથી ચાલક બદલી દેવામાં આવશે તેમ જણાવેલ પરંતુ પાટણ જતા ચાલક બદલવાની કોઈ જ કાર્યવાહી નકરાતા તંત્રના અધિકારીઓ પણ મુસાફરોની સલામતી માટે દુર્લક્ષત સેવતા હોવાનું જણાઈ આવેલ ત્યારે દિયોદર એસ.ટી. ડેપોમાં ચાલકો દારૃનું વ્યસન કરી બસો દોડાવતા હોવાનું બહાર આવી રહ્યુ છે. ત્યારે તંત્ર આવા ચાલકો સામે કડકાઈ દાખવે તે જરૃરી છે. અન્યથા મુસાફરોની જીંદગી જોખમમાં મુકાય તેની જવાબદારી તંત્ર સ્વીકારશે ખરી?

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved