Last Update : 26-April-2012, Thursday

 

નડિયાદમાં આડેધડ પાર્કિંગ કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘનઆડેધડ પાર્કિંગથી લોકોને ભારે મુશ્કેલી

 

નડિયાદ,તા.૨૫
નડિયાદ શહેરમાં કલેકટરના જાહેરનામાની ઐસીતૈસી કરી વાહનોનું પાર્કીગ કરવામાંઆવી રહ્યું છે. શહેરના હાર્દસમાં સંતરામ સર્કલથી માંડી ટાઉન પોલીસ સ્ટેશનની આસપાસ તેમજ અન્ય વિસ્તારોમાં ટુ, થ્રી અને ફોર વ્હીલના વાહનોનું આડેધડ પાર્કીગ કરવામાં આવતું હોવાથી ટ્રાફિકમાં ખુબ અડચણ સર્જાય છે. શહેરમાં સરકારી તેમજ ખાનગી ઓફિસો સહિત દુકાનોની બહારના ભાગે વાહનોના કરાતા પાર્કીગના કારણે અવરજવર કરવામાં અડચણ સર્જાય છે.
નડિયાદમાં ટ્રાફિકની જેમ વાહન પાર્કીગનો પ્રશ્ન પણ ગંભીર બનવા લાગ્યો છે. છેલ્લા દસ-પંદર વર્ષમાં શહેરનો વિકાસ થયો છે, તેની સાથે પાર્કીંગ સમસ્યા વકરી છે. શહેરીજનોના જણાવ્યા મુજબ નગરના હાર્દસમાં સંતરામ સર્કલથી લઈ સ્ટેશન રોડ, નવા અને જૂના બસ મથક પાસે,સરદાર સ્ટેચ્યુ પાસે, તાલુકા પંચાયતથી માંડી મામલતદાર કચેરી તેમજ તેની બાજુમાં જ આવેલા ટાઉન પોલીસ સ્ટેશન ઉપરાંત સામેના ભાગમાં તેમજ રેલવેસ્ટેશન બહાર મીલરોડ, ડુમરાલ બજાર, અમદાવાદી દરવાજા કોલેજ રોડ અને પશ્ચિમ વિસ્તારમાં જાહેર માર્ગો પર અડચણરૃપ પાર્કીગ કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે.
ચારેબાજુ આડેધડ પાર્કીગ જોતા જાણે શહેરમાં જાણે કાયદાનું અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે. અગાઉ જિલ્લા કલેકટર ધ્વારા વાહન પાર્કીગ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ સ્ટેશન રોડ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં નક્કી કરેલા દિવસોએ રોડની એક બાજુએ વાહનોનું પાર્કીગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
પરંતુ આ જાહેરનામાનો અલમ કરાવવામાં પોલીસતંત્ર સરેઆમ નિષ્ફળ નિવડયું છે. મોટાભાગના કોમશીર્યલ સેન્ટરોમાં પાર્કીગની પુરતી વ્યવસ્થા નથી.તેથી તેના દુકાનદારો, ખરીદી માટે આવતા ગ્રાહકો તેમજ અન્ય લોકો ધ્વારા ગમે તેમ પોતાના વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.
આડેધડ પાર્કીગમાં ખાસ કરીને બાઈકો સહિત અન્ય ટુ વ્હીલરોનું પ્રમાણ વધારે હોય છે. શહેરના રેલવે સ્ટેશનથી લઈ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ આગળ સંતરામ સર્કલ અને તેની આસપાસમાં જોઈએ તો સવારથી સાંજ સુધી સરેરાશ લગભગ ૮૦૦ જેટલા ટુ વ્હીલરો તેમજ એકસો જેટલા થ્રી અને ફોર વ્હીલના વાહનો પાર્ક કરાતા હોવાનું મંતવ્ય શહેરીજનો ધ્વાર વ્યક્ત થઈ રહ્યું છે.
આમાંથી ધણા બધા વાહનો પાર્કીગના નિયમોનો ભંગ કરી ઉભા રાખવામાં આવતા હોવાનું પણ શહેરીજનો જણાવે છે. આના કારણે ખાસ તો બીજા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં અગવડતાનો સામનો કરવો પડે છે. આડેધડ પાર્કીગના કારણે વાહનચાલકોની સાથે દુકાનદારો અને રાહદારીઓેને ઝધડા પણ થાય છે. શહેરમાં વિકટ બનેલી પાર્કીગની આ સમસ્યા થી કોઈ ગંભીર પરિણામ આવે એ પહેલા તેને હલ કરવા માટે પોલીસ તંત્ર ધ્વારા કોઈની શેહશરમ રાખ્યા સિવાય સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સરકારી વાહનો આડેધડ પાર્ક થાય છે
નડિયાદ,તા.૨૫
ટાઉન પોલીસની બહાર પોલીસના વાહનો તો બાજુમાં જ આવેલ મામલતદાર કચેરી સામે ટાઉન હોલની બહાર મામલતદારની જીપો તેમજ અન્ય સરકારી વાહનો પણ કાયદાનો ભંગ કરીને પાર્ક કરવામાં આવે છે. તાલુકા પંચાયત કચેરી નીચે તેમજ અન્ય સરકારી તેમજ ખાનગી કચેરીઓ પાસે પણ આવી જ સ્થિતિ જોેવા મળે છે. ટ્રાફિકમાં અડચણ સર્જવામાં લારી ગલ્લા તેમજ પાથરણવાળાઓ ધ્વારા કરાયેલા દબાણો પણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરમાં આ સધળી સમસ્યાનો અંત આવે તેવું લોકો ઈચ્છે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved