Last Update : 26-April-2012, Thursday

 
બોરસદ ચોકડીથી જિટોડિયા વચ્ચે ડિવાઇડરો પર લાઇટો જ નથી
સોસાયટી વિસ્તાર પાસે રાતના સમયે વાહનો ડિવાઇડર પર ચઢી જાય છે

આણંદ,તા.૨૫
આણંદ નગરની બોરસદ ચોકડીથી જીટોડીયા જવાના માર્ગે લોકોની સુવિધા માટે ડીવાઈડરો બનાવવામાં આવ્યા. ડીવાઈડર બનાવ્યા પછી ડીવાઈડર વચ્ચે થાંભલા રોપીને સ્ટ્રીટ લાઈટ શરૃ કરાવાની હતી. પરંતુ સ્ટ્રીટ લાઈટ હજુ સુધી શરૃ થઈ ન હતી. તદ્ઉપરાંત ડીવાઈડર પર યોગ્ય રીફલેક્ટર ન હોવાથી વારંવાર આ માર્ગે અકસ્માતો થતા રહે છે. કેટલીક વખત તો વાહનો ડીવાઈડર ઉપર પણ ચઢી જતા હોય છે. આ વિસ્તારમાં ૧૦૦થી વધુ સોસાયટીઓ આવેલી છે. પરંતુ સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે આમ જનતાને રાત્રિના સમયે બહાર નીકળવું હોય તો વિચારવું પડે છે. તો કેટલીક સોસાયટીઓના રહીશો દ્વારા પોતાના એેન્ટરન્સ પાસે પોતાના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નખાવી છે. તંત્ર દ્વારા ટેક્ષ લેવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં ન આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે ત્યારે તંત્ર યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરાઈ છે.
આ અંગે કેટલાક જાગૃત સ્થાનિકોના જણાવ્યા અનુસાર આણંદની બોરસદ ચોકડીની આસપાસના વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. તેમાંય આણંદની બોરસદ ચોકડીથી જીટોડીયાના માર્ગ ઉપર ૧૦૦થી વધુ સોસાયટીઓ આવેલી છે. આણંદ ન.પા.નો હદ વિસ્તાર એન્જલ સ્કૂલ સુધીનો ગણવામાં આવે તો ૫૦થી વધુ સોસાયટીના રહીશોને આજે પણ મુખ્ય રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ વગર ચલાવવુ પડે છે. સુંદરમ્ પાર્ક, મંગલમ્, વિશ્રુત પાર્ક, આશ્રુતિ, વૈકુંઠ, સંસ્કાર, વૃંદાવન, તપસ્વી જેવી સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર બોરસદ ચોકડીથી બોરસદ સુધીનો રસ્તો દાંડી માર્ગ તરીકે તંત્ર દ્વારા નવો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે ડિવાઈડર પણ રસ્તા વચ્ચે બનાવવમાં આવ્યા છે. જ્યારે આ કામગીરી થતી હતી ત્યારે લોકોને લાગતુ હતું કે ડિવાઈડર મધ્યે સ્ટ્રીટ લાઈટો ગોઠવવામાં આવશે અને આ માર્ગ રોશનીથી ઝળહળી ઉઠશે. પરંતુ આ આશા ઠગારી નીવડી છે. રાત્રિના સમયે અંધારૃ હોવાથી લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. રાત્રિના સમયે મહિલાઓ તથા યુવતીઓ આ રસ્તેથી અવર-જવર કરવાનું ટાળતી હોય છે. કારણ કે અંધારાના કારણે કોઈ વ્યક્તિ મશ્કરી અથવા છેડતી ન કરે. કેટલાક વાહનચાલકો સ્ટ્રીટ લાઈટ તથા યોગ્ય રીફલેક્ટરના અભાવે ડિવાઈડર સાથે અથડાતા હોય છે. જેને કારણે નાની-મોટી ઈજા પણ થતી હોય છે. સતત વાહનોની અવર-જવરથી ધમધમતા આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. સંબંધિત તંત્ર કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવે તેવી માંગ જાગૃતોમાં ઉઠી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved