Last Update : 26-April-2012, Thursday

 

નડિયાદમાં વૃધ્ધાને પેન્શન યોજનાનાં નાણાં ચૂકવાતા નથી

દર મહિને રૃ. ૪૦૦ લેખે સાત માસથી ચૂકવણી ન કરીને અન્યાય કર્યો

કપડવંજ ,તા.૨૫
નડિયાદની પોસ્ટ કચેરી ધ્વારા અહીંના એક વૃધ્ધાને મની ઓર્ડર ધ્વારા છેલ્લા સાત માસના ઈન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજનાના નાણાં ચૂકવવામાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. મામલતદાર અને કલેકટર કચેરીઓના ધક્કા ખાધા બાદ તાજેતરમાં આ વૃધ્ધ નડિયાદની પોસ્ટલ કચેરીમાં પોતાના નાણા માટેના મનીઓર્ડરની તપાસ કરવા ગયા ત્યારે પોસ્ટના કર્મચારીઓ ધ્વારા તેમની સાથે ઉદ્દતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.
નડિયાદમાં ચકલાસી ભાગોળ પાસે રહેતા બચુભાઈ મંગળભાઈ રાવળ ઈન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થી છે. આ યોજનામાં દર મહિને તેઓેને સરકાર તરફથી ૪૦૦ રૃપિયા પેન્શન આપવું તેવું નક્કી થયું છે.પરંતુ બચુભાઈના જણાવ્યા મુજબ છેલ્લે તેઓને ઓગસ્ટ-૨૦૧૧માં પેન્શન ચૂકવાયું હતું. એપછી સપ્ટેમ્બર -૨૦૧૧ માર્ચ-૨૦૧૨ સુધીના સાત માસનું પેન્શન ચૂકવાયું નહોતું આથી થોડા દિવસ પહેલાં તેઓ નડિયાદ ખાતે મામલતદાર કચેરીમાં તપાસ કરવા ગયા તો ત્યાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હોતો.
આથી તેઓ શહેરની પોસ્ટ કચેરીમાં તપાસ અર્થે ગયા તો ત્યાં પણ નિરાશ થવાનો વારો આવ્યો હતો. આથી ન છુટકે તેઓ કલેકટર કચેરીમાં ગયા હતા. ત્યાંથી મામલતદાર કચેરીનો સંપર્ક કરાવી આપવામાં આવેલી માહિતીના આધારે બચુભાઈ ફરી વખત પોસ્ટ કચેરીમાં ગયા હતા.
જ્યાં ફરજ પરના કર્મચારી અને એક ટપાલીએ કહ્યું હતું કે મનીઓર્ડર માટેના પૈસા આવી ગયા છે. પરંતુ હમણાં અમારી પાસે ટાઈમ નથી. આમ કહી આ વૃધ્ધને ધમકાવી કાઢી મૂક્યા હતા. છેલ્લા સાત માસના રૃા.૨૮૦૦/- લેવાના નીકળે છે. પેન્શન યોજનાના આ નાણાં તેઓને ક્યારે ચૂકવાશે તેની ખબર નથી. સરકારની જુદી-જુદી યોજનામાં આવા બીજા કેટલા લાભાર્થીઓને નાણાં ચૂકવવાના બાકી હશે? તે તપાસનો વિષય છે. અત્યારે તો લાભાર્થીઓ સરકારી બાબુઓની મનમાની અને અન્યાયનો ભોગ બની રહ્યા છે. આથી તેઓને હાલની કારમી મોંધવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved