Last Update : 26-April-2012, Thursday

 
સળગાવાયેલા કચરાનાં ધૂમાડાથી અનેક લોકોને શ્વાસની તકલીફ
સયાજીમાં એલર્જીક રાઈનીટીસનાં દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો

સળગતા કચરાનાં ધૂમાડાનાં સંસર્ગમાં આવવાથી મોર્નિંગ વોક પર નીકળેલા વયોવૃદ્ધને અસ્થમાનો જબરદસ્ત એટેક આવ્યો ઃ ત્રણ દિવસથી આઈસીયુમાં

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
શહેરનાં સનફાર્મા રોડ પર મોર્નિંગ વોક ઉપર નીકળેલા વયોવૃધ્ધને માર્ગની બાજુમાં સળગાવવામાં આવેલા કચરાનાં ધૂમાડાથી અસ્થમાનો જબરદસ્ત એટેક આવ્યો હતો. આ સાથે તેમને સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં પડયા હતા. જ્યાં પાછલા ત્રણ દિવસથી તેમને આઈસીયુમાં રાખવાની નોબત આવી છે. માર્ગની બાજુમાં કચરો સળાગવવાની કોર્પોરેશનનાં કર્મચારીઓની આદતને કારણે એલર્જીક રાઈનીટીસ, એલર્જીક બ્રોન્કાઈટીસ અને અસ્થમાનાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે તેવુ સયાજી હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યુ હતુ.
હોસ્પિટલનાં ઈએનટી વિભાગનાં પ્રાધ્યાપક ડો. રંજન ઐય્યરે માહિતી આપી હતી કે, પાછલા કેટલાક સમયથી સયાજી હોસ્પિટલમાં શ્વાસની તકલીફો અને શરદી-ખાંસીની બિમારીઓથી પિડાતા દર્દીઓની સંખ્યામાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. જેમાં મોટાભાગનાં દર્દીઓની હિસ્ટ્રી જાણતા જ ચોંકાવનારૃ તથ્ય બહાર આવ્યુ છે. સયાજી હોસ્પિટલમાં આવતા આવા દર્દીઓ કોર્પોરેશનનાં કર્મચારીઓ દ્વારા સળગાવવામાં આવતા કચરાનાં ધૂમાડાથી શ્વાસની તકલીફોનો ભોગ બન્યા છે. રસ્તા ઉપર કચરાનાં ઢગલા સળગાવવાની પ્રથા વડોદરામાં હજી યથાવત છે અને તેના કારણે લોકોને એલર્જીક રાઈનીટીસ, એલર્જીક બ્રોન્કાઈટીસ અને અસ્થમા જેવા રોગોનો ભોગ બનવુ પડી રહ્યુ છે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. ઓર્ગેનિક વેસ્ટને હટાવ્યા વિના કચરાનાં ઢગલાને સળગાવવામાં આવે તો તેનાથી લોકોની તબિયત બગાડે તેવો ઘાતક ધૂમાડો બહાર નીકળતો હોય છે. આવા ધૂમાડાનાં સતત સંપર્કમાં આવનારા વ્યક્તિને અસ્થમા જેવી બિમારીનો ભોગ બનવુ પડે તેવી આશંકા નકારી શકાતી નથી. પાછલા કેટલાક દિવસોથી આવા દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved