Last Update : 26-April-2012, Thursday

 
હનુ નગાને આશરો આપવાના પ્રકરણે નાસતો ફરતો શખ્સ ઝડપાયો

અગાઉ આશરો આપવાના મામલે બે મહિલાની ધરપકડ કરાયા બાદ જેલ હવાલે કરવામાં આવી હતી

 
ભાવનગર, બુધવાર
ભાવનગરનાં ચકચારી ભરતનગર બળાત્કાર અને લૂંટ પ્રકરણનાં આરોપી હનુ નગા ભરવાડને ગત તા.૧૩-૩ના રોજ ઘટેલી શર્મનાક ઘટના બાદ પોતાના ઘરમાં આશરો આપવાના મામલે બે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે આજે વધુ એક નાસતા-ફરતા શખ્સની ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
બનાવ સંદર્ભે જાણવા મળતી પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૧૩-૩ના રોજ સુભાષનગરનાં યુવાન વિકી મકવાણા સાથે રહેલ સગીરાનું અપહરણ કરી લઇ વિકીને માર મારી લૂંટ ચલાવી નાસી છૂટેલા છ શખ્સો સામે બી ડિવીઝન પોલીસ મથકમાં લૂંટ સહિતની કલમો તળે ગુનો દાખલ થતા હનુ નગા ભરવાડ અને તેના સાથીદારો નાસી છૂટયા હતાં. ઉક્ત પ્રકરણે નાસતા-ફરતા હનુ નગા ભરવાડને તેની પ્રેમિકા માયા કિશન શિવનાણીએ મદદ કરી બિના દેવીનભાઇ ગજ્જર અને દેવીન જગદીશભાઇ ગજ્જરનાં કૈલાસનગર, નવા ત્રણ માળીયા, બ્લોક નં.૭-એલ, રૃમ નં.૭૦૭૮, ભરતનગરનાં મકાનમાં આશરો આપવામાં આવ્યો હતો. જે અપરાધીનાં આશરો આપવાનાં મામલે ત્રણેય સામે બી ડિવીઝન પોલીસ મથકમા ગુનો નોંધાવા પામ્યો હતો બાદ તપાસ હાથ ધરી બી ડિવીઝન પી.આઇ.એ માયા શિવનાણી અને બિના ગજ્જરની ધરપકડ કરી લઇ કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલ હવાલે કરી દેવામાં આવી હતી. જ્યારે દેવીન ગજ્જર નાસી છૂટયો હતો.
ઉક્ત પ્રકરણે તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. ગોસાઇએ જણાવ્યું હતું કે, હનુ નગાને આશરો આપવાનાં પ્રકરણે નાસતો ફરતો દેવીન જગદીશભાઇ ગજ્જરની તપાસ હાથ ધરતા આજે બપોરે ૧-૩૦ કલાકનાં અરસા દરમિયાન ભરતનગર વિસ્તારમાંથી મળી આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી બાદ બી ડિવીઝન લોકઅપ હવાલે કરી દેવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved