Last Update : 26-April-2012, Thursday

 

રાજુલા તાલુકાના
દેવકામાં આંતરરાષ્ટ્રિય કક્ષાના વિદ્યાસંકૂલનો લોકાર્પણ કાર્યક્રમ

તા. ૧૦થી રમેશ ઓઝાની ભાગવત કથાનોપ્રારંભ અંબાણી પરિવાર તથા અમિતાભ બચ્ચન ઉપસ્થિત રહેશે

 
રાજુલા, તા. ૨૫
રાજુલા તાલુકાના દેવકા નિર્માણ પામેલુ આંતરરાષ્ટ્રિય કક્ષાનું વિદ્યાસંકુલનો લોકાર્પણ વિધી તા. ૧૦ના રોજ થશે. આ અવસરે તા. ૧૦થી જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની કથાનો પ્રારંભ થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને અંબાણી પરિવાર તથા અમિતાભ બચ્ચન સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે. કથાની તડામાર તૈયારી ચાલી રહી છે.
જાણીતા ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મેં દેવકામાં પહેલું ધોરણ ભણ્યા પછી ૪ ધોરણમાં ચાર ગામ ફર્યો હતો અને સાતમું મુંબઈ ધોરણ મામાને ત્યાં ભણ્યો તેમજ ધો. ૮મું ડુંગર (તા. રાજુલા)માં ભણ્યો હતો. મેટ્રીક પાસ પછી કોમર્સ ગ્રેજ્યુએટ થયો અને નાનપણમાં જ કથા કથા રમત રમતા હતા અને નાનપણથી જ કથાનું જ્ઞાાન મારા માતુશ્રીને મારા દાદીમાએ આપ્યું હતું. દાદીમાં ભાગીરથી ગામડામાં અભણ માણસોને શિક્ષણ વાંચતા લખતા શિખવતા હતા.
રાજુલામાં પાંડુરંગદાદાની સંસ્થા તત્વ જ્યોતિમાં સંસ્કૃતનું જ્ઞાાન મેળવ્યું હતું. આશરે ૫૦૦ ઉપર અત્યારે કથાઓ કરી છે અને મેં પોરબંદરમાં સાંદીપની આશ્રમ નામની સંસ્થા વિશાળ જગ્યામાં કરી ત્યારે રાજુલા-દેવકી ગામના લોકો ત્યાં આવતા અને હવે વતન માટે કાંક કરો તેવી વારંવાર રજુઆતથી મને આકર્ષણ થયું અને હાલમાં ૫૦ વિઘા જમીન ઉપર વિશાળ વિદ્યાપીઠનું બિલ્ડીંગ થયું છે અને હવે અહીં આ જમીન ઉપર તા. ૧૦ થી ભાગવત કથાનું આયોજન છે. તેમાં આ કથામાં તા. ૧૭ સુધીમાં અનેક મહાનુંભાવો પધારશે. અંબાણી તેમજ અમિતાભ બચ્ચન પરીવાર તેમજ આ ઉદ્ધાટન પ્રસંગે તા. ૧૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું.
આ સંસ્થામાં બાળમંદિર, ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ કે.જી.થી ઉચ્ચ શિક્ષણ સુધી તમામ ફેકલ્ટીઓ હશે અને વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ નહીં પરંતુ રોજગારી મળે અને ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન મળે તેવા અભ્યાસક્રમો હશે. સંસ્થા સાર્વજનિકહશે અને ૫૦૦ છોકરા, ૫૦૦ છોકરીઓ અંદર રહીને અભ્યાસ કરી શકે તેવા પ્રયત્ન હશે. તેમજ ૨૦૦૦ ઉપર વિદ્યાર્થીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરવાની છે. મારા ગામનો મને ધાર્યા કરતા પણ વધારે સહયોગ મળી રહ્યો છે અને જેમણે ટોકન ભાવે જમીન આપી છે તેમનો હું ઋણી છું અને તેમનું સન્માન કરીશું. આ સંકુલ ઈન્ટરનેશનલ લેવલનું હશે અને વિદેશમાં બેઠા બેઠા સારા શિક્ષકો ભણાવશે અને દેવકી વિદ્યાલયમાં રૃમમાં ભણે તેવી વ્યવસ્થા હશે. આ કથા દરમ્યાન ૧૮૦૦૦ વેદના મંત્રોચ્ચાર થશે અને હોમાત્મક આહુતિઓ અપાશે.
દેવકી ગામના દરેક ઘરે ટોઈલેટ સંસ્થાના ખર્ચે બનાવી દીધા છે જે હવે કોઈ બાકી હસે તેને બનાવી દેવામાં આવશે. આ વિસ્તારના ગામડાની દિકરીઓને શિક્ષણ માટે ખાસ ભાર મુકવામાં આવશે અને ઉચ્ચશિક્ષણ ઓછા ખર્ચે મળે તેમ પ્રયત્ન રહેશે. કથાકાર અને પત્રકાર સમાજને સાચો રસ્તો બતાવનાર છે અને સમાજ માટે ઘણા ઉપયોગી છે. સંસ્કૃતિ જાળવી રાખવાના માધ્યમ છે. સમાજને જાણકારી આપવાવાળા છે. મારી પરિસ્થિતિ નબળી હતી છતાં ઘણાં સંઘર્ષ કરીને અભ્યાસ કર્યો હતો આ કક્ષા સુધી પહોંચી શક્યો છું. રાજુલાનો વિકાસ જોઈને ખુબ જ આનંદ થાય છે. અમરીશભાઈ ડેરની આગેવાની હેઠળ શહેરના મુખ્ય માર્ગો આર.સી.સી., પ્રવેશદ્વાર, સર્કલ તેમજ હવે અંદરના રસ્તાઓ બ્લોકથી મઢાઈ રહ્યા છે જેથી હવે રાજુલા સીટી હોય તેવું લાગી રહ્યું છે. હું ૫૦ વર્ષથી રાજુલામાં આવતો પરંતુ એક પણ રસ્તો ગૌરવ લઈ શકાય તેવો ન હતો જ્યારે બે વર્ષમાં કાયાપલટ જોવા મળી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved