Last Update : 26-April-2012, Thursday

 

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
શિડયુલ્ડ ઓફેન્સની ટ્રાયલ મની લોન્ડરિંગની સ્પે.કોર્ટમાં ચાલી શકે

રાજકોટ કો.ઓ બેંકમાંથી કરોડોની ઉચાપતના કૌભાંડમાં રાજકોટ કોર્ટના કેસની કાર્યવાહી સ્પે.કોર્ટમાં ટ્રાન્સફર કરવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ,બુધવાર
રાજકોટ કોમર્શીયલ કો.ઓ. બેંકમાંથી કરોડોની ઉચાપત અને હવાલા મારફતે ટ્રાન્ઝેકશનના મની લોન્ડરીંગના કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્યું છે કે, ઇન્ડિયન પીનલ કોડ હેઠળનો સંબંધિત ગુનો પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ-૨૦૦૨ના શીડયુલ્ડ ઓફેન્સમાં સમાવેશ પામતો હોય તો આવા શીડયુલ્ડ ઓફેન્સનો ટ્રાયલ મની લોન્ડરીંગ એકટની સ્પેશ્યલ કોર્ટ(અમદાવાદ રૃરલ કોર્ટ,મીરઝાપુર)ચાલી શકે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય તરફથી કરાયેલી રિટ અરજી મંજૂર કરતાં ચુકાદામાં જસ્ટિસ એમ.આર.શાહે આમ ઠરાવી આ કેસના આરોપીઓ વિરુદ્ધ રાજકોટની ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પડતર કાર્યવાહીને અમદાવાદ રૃરલ કોર્ટ ખાતેની સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અને તમામ આરોપીઓ વિરુદ્ધનો ટ્રાયલ મની લોન્ડરીંગ એકટ હેઠળના કેસની સાથે અહીંની સ્પેશ્યલ કોર્ટમાં ચલાવવા હુકમ કર્યો હતો.
આ ચુકાદા સામે આરોપીપક્ષ તરફથી મનાઇહુકમ આપવાની કરાયેલી માંગણી પણ જસ્ટિસ એમ.આર.શાહે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, પ્રસ્તુત કેસના આરોપીઓ વિરુદ્ધનો આઇપીસીની કલમ-૪૬૭નો ગુનો પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-૨(વાય) હેઠળ શીડયુલ્ડ ઓફેન્સમાં આવે છે. આ કાયદાની કલમ-૪૩ અને ૪૪ને સાથે વાંચતા મની લોન્ડરીંગ એકટ-૨૦૦૨ની કલમ-૪૩ હેઠળ રચાયેલી સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ ચાલે તે જરૃરી છે. કારણ કે, પીએમએલએ એકટ હેઠળ સ્પેશ્યલ કોર્ટને આ અંગેની સત્તા છે. મહત્વપૂર્ણ એવા આ કેસની વિગત એવી છે કે, રાજકોટની કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંકમાંથી બેંકના જ અધિકારીઓની સાંઠગાંઠમાં કરોડો રૃપિયાની લોન-ધિરાણ મેળવી ઉચાપતના કૌભાંડ અંગે સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપી ચતુરભુજ શીંગાળા ઠાકોર તથા અન્યો વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોર્ડની કલમ-૧૨૦(બી), ૩૪, ૪૦૮,૪૦૯,૪૬૭,૪૭૧ હેઠળ ફરિયાદ નોંધાવી રાજકોટની ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તા.૧૦-૪-૨૦૦૮ના રોજ ચાર્જશીટ દાખલ કરાયું હતું. બીજીબાજુ, આ સમગ્ર કૌભાંડની જાણ કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને થતાં અનેેે આરોપીઓ હવાલા મારફતે ટ્રાન્ઝેકશનના મની લોન્ડરીંગના ગુનામાં સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવતાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ તરફથી તા.૧૯-૩-૨૦૧૦ના રોજ ઉપરોકત તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ-૨૦૦૨ની જોગવાઇઓ હેઠળની ફરિયાદ અમદાવાદ રૃરલ ખાતેની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ દાખલ કરી હતી. જેમાં સ્પેશ્યલ કોર્ટે આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઇશ્યુ કર્યા હતા.
દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા રાજકોટ કોર્ટની આરોપીઓ વિરુદ્ધની પ્રોસીડીંગ્સ અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાન્સફર કરવા નીચલી કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેમણે હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, રાજકોટ કોર્ટમાં પડતર કાર્યવાહીમાં આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ-૪૬૭ હેઠળનો ગુનો પણ સામેલ છે, જે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળના શીડયુલ્ડ ઓફેન્સમાં સમાવિષ્ટ છે અને તેથી આ કાયદાની કલમ-૪૩ અને ૪૪ની જોગવાઇ સાથે વાંચતા આરોપીઓ વિરુદ્ધનો ટ્રાયલ અમદાવાદ ખાતેની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ચાલી શકે. મની લોન્ડરીંગ એકટની કલમ-૪૪(૧) અને કલમ-૪૩ની પેટાકલમ-૨(વાય)ની જોગવાઇ જોતાં આ કેસનો ટ્રાયલ ચલાવવાની સ્પેશ્યલ કોર્ટને સત્તા છે અને તેથી રાજકોટ કોર્ટમાં પડતર આરોપીઓ વિરુદ્ધની પ્રોસીડીંગ્સ અહીંની સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાન્સફર કરવી જોઇએ. કેન્દ્ર સરકારની આ દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.આર.શાહે ઉપરોકત મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved