Last Update : 26-April-2012, Thursday

 

માણસા પેટા ચૂંટણીના પરિણામની ઐસીતૈસી
૧૧ સરકારી બાબુઓને વાઈબ્રન્ટ પરિષદ સંદર્ભે વિદેશ મોકલાશે

કે.કે. યુ.કે. જશે, પાંડિયન-રવિ સકસેના અમેરિકા જશે જ્યારે મુખ્યપ્રધાનના સચિવ એ.કે. શર્માને સ્વિત્ઝરલેન્ડનું ખાસ એસાઈન્મેન્ટ

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
મોદી સરકાર માણસા પેટાચૂંટણીના અવળા પરિણામથી લગીરે વિચલિત થઈ નથી. વાઈબ્રન્ટ ગુજરાત પરિષદ- ૨૦૧૩ની પૂર્વ તૈયારીરૃપે સેમિનારોનો દૌર આરંભ્યા પછી હવે રાજ્ય સરકારે ૧૧ આઈએએસ અધિકારીઓને પહેલા રાઉન્ડમાં વિદેશ પ્રવાસે મોકલવાનું નક્કી કર્યું છે. આ અધિકારીઓને જૂન પહેલા ટૂરનું શિડયુઅલ ગોઠવવા જણાવાયું છે.
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધિક મુખ્ય સચિવ રવિ સકસેના, મુખ્યપ્રધાન કાર્યાલયના અધિકારીઓ- અગ્રસચિવ કે. કૈલાસનાથન્, અધિક અગ્ર સચિવ ગિરીશચંદ્ર મુરમૂ, તથા સચિવ એ.કે. શર્મા, પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ એચ.કે. દાસ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ ડી.જે. પાંડિયન, જીએસપીસીના એમ.ડી. તપન રે, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ઉપાધ્યક્ષ- સીઈઓ પંકજકુમાર, જીઆઈડીસીના એમ.ડી. બી.બી. સ્વેઇન, ઈન્ડેકસ્ટબીના એમ.ડી. મુકેશકુમાર અને આઈએફએસ અધિકારી એવા નવી દિલ્હી ખાતેના રેસિડેન્ટ કમિશનર ભરતલાલ આ વિદેશ પ્રવાસમાં સામેલ થશે. આ દરેક અધિકારીને તેમનું અલગ ગૃપ બનાવી પ્રવાસ ખેડવા જણાવાયું છે.
મુખ્યપ્રધાનના અગ્રસચિવ કે. કૈલાસનાથન જેઓ મે-૧૩માં નિવૃત્ત થઈ રહ્યાં છે, છતાં એમને યુ.કે., બેલ્જિયમ અને નેધરલેન્ડનો પ્રવાસ ખેડવા જણાવાયું છે. પાંડિયન પૂર્વ અમેરિકાના ભાગોમાં તથા રવિ સકસેના પશ્ચિમ અમેરિકાના ભાગોમાં જવાના છે. મુરમૂને આફ્રિકા જવાનું કહેવાયું છે. જ્યારે મોદીના સચિવ એ.કે. શર્માને સ્વિત્ઝરલેન્ડનું એસાઈન્મેન્ટ અપાયું છે. આમ, દરેક અધિકારીને ક્યા દેશમાં ક્યાં જવું તેનું લિસ્ટ પણ પકડાવી દેવાયું છે.
ગુજરાતમાં વર્તમાન સરકાર ત્રીજી ટર્મમાં પણ યથાવત્ રહેશે, એ સંદેશા સાથે આ સરકારી બાબુઓને ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ ખેંચી લાવવાની જવાબદારી સોંપાઈ છે. વૈશ્વિક સ્તરે અને ગુજરાત સહિત દેશભરમાં ચાલતા મંદીના માહોલમાં નવું રોકાણ શક્ય બનશે કે કેમ તે અંગે આ અધિકારીઓ અસ્પષ્ટ છે, પરંતુ વિદેશ પ્રવાસ ખેડવા માટે મળેલા મોકાથી એકંદરે તેઓ ખુશ છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા આરંભાયેલી આ કવાયતને કેટલાક અધિકારીઓ સરકારની ખુશ કરવાની ચાલ તરીકે જોઈ રહ્યાં છે, એટલે પ્રવાસ બાબતે કેટલાક અવઢવમાં પણ છે, એટલે છેલ્લી ઘડીએ આવા અધિકારીઓ જવાનું પડતું મૂકે તો તે નવાઈ નહીં હોય!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved